________________
દ્વારા શરીરના પ્રત્યેક સ્નાયુ-માંસપેશી ઇત્યાદિને પગથી માથા સુધી શિથિલ કરતા જંઈ અંતે અનુભૂતિ કરવી કે સમસ્ત શરીર શિથિલ થઈ ગયું છે અને કયાંય તનાવ રહેતો નથી.
આટલી તૈયારીઓ કર્યા પછી અંતર્યાત્રાનું ચરણ આવે છે. અંતર્યાત્રામાં ચિત્તને કરોડરજ્જુના અંતિમ છેડેથી શરૂ કરીને તેના મસ્તકમાં આવેલા છેડા સુધી ઉપર-નીચે લઈ જવાનું હોય છે. કરોડરજ્જુના નીચેના છેડામાં શક્તિકેન્દ્ર છે અને મસ્તકના છેડામાં જ્ઞાનકેન્દ્ર છે. આ બંને વચ્ચે સુષુમ્મા નાડી આવેલી છે. વાસ્તવિકતામાં ચિત્તની આ યાત્રા સુષુણ્ણા નાડીમાં કરવાની હોય છે. આ યાત્રાથી માણસનું નાડીતંત્ર (નર્વસ સિસ્ટમ) ચેતનમય બની જાય છે. આ અંતર્યાત્રા સાથે શ્વાસને જોડવાથી કરોડરજ્જુમાં થોડાક સમય પછી સ્પંદનો વર્તાય છે. આ સ્પંદનો સચેત થયેલી પ્રાણશક્તિનાં હોય છે.
-
અત્યાર સુધી આપણે જે વિધિનું વર્ણન કર્યું છે. તે તો પ્રેક્ષાધ્યાન માટેની પૂર્વતૈયારીઓ છે જે કરતાં લગભગ દસથી પંદર મિનિટ થાય. આ થઈ ગયા પછી સાધક પ્રેક્ષાધ્યાનનાં મુખ્ય અંગ સમા શ્વાસપ્રેક્ષા, ચૈતન્યકેન્દ્ર પ્રેક્ષા, શરીરપ્રેક્ષા – એ ત્રણમાંથી ગમે તે એકને લઈને લગભગ ત્રીસપાંત્રીસ મિનિટ ધ્યાન કરે છે અને પછી પ્રેક્ષા ધ્યાનની સમાપન વિધિ કરે છે. પ્રેક્ષાધ્યાનના પ્રયોજકોએ પ્રેક્ષાની અંતર્ગત ધ્યાનનાં બીજાં ત્રણ અંગ વિકસાવ્યાં છે. તે છે લેશ્યાધ્યાન, અનુપ્રેક્ષાધ્યાન અને કાયોત્સર્ગ. આ ત્રણ અંગ આગળનાં ત્રણ અંગ કરતાં જરા જુદાં પડે છે પણ તે છે ઘણાં મહત્ત્વનાં. આ ત્રણેયને સ્વતંત્ર ધ્યાનો ગણી શકાય. આમ પ્રેક્ષાધ્યાનનાં છ અંગ બને છે. પણ દરેક ધ્યાન કરતાં પહેલાંની વિધિ અને સમાપનવિધ તો સરખી જ છે.
પ્રેક્ષાધ્યાનનું કોઈ પણ અંગ સાધ્યા પછી ધ્યાનમાંથી એકદમ બહાર નીકળવું ઠીક નથી. તેની સમાપન વિધિ પણ ધ્યાનના અંગ જેવી જ છે. પ્રેક્ષા પૂર્ણ થયા પછી કપાળના મધ્યભાગ ઉપર (જ્યોતિકેન્દ્ર ઉપર) ચંદ્રના નિર્મળ શ્વેતરંગનું ધ્યાન બેથી ત્રણ મિનિટ સાધકે કરવાનું હોય છે. ત્યાર પછી ત્રણ વાર દીર્ઘ શ્વાસ લઈને ધ્યાનનું સમાપન કરવાનું હોય છે. સમાપન કરતી વેળાએ બે સૂત્રો બોલવામાં આવે છે. અપ્પણા સચ્ચમે ધ્યાનવિચાર
૭૭