________________
ઊર્જાનો અનુભવ કરવાનો છે, પણ અભ્યાસને ધીમો પડવા દેવાનો નથી.
શ્વાસનો સંબંધ માણસના ચિત્તના અંતઃકેન્દ્ર સાથે હોય છે. અસ્તવ્યસ્ત શ્વાસ-પ્રશ્વાસથી અંદર પડેલા આવેગોમાં ઊથલ-પાથલ થાય છે. તેનાથી માણસના અતીતનો ઢાંચો હચમચી ઊઠે છે અને તે તૂટતો જાય છે. આમ થતાં દબાવેલા આવેગો અને તનાવોનું વિસર્જન થાય છે. તે કર્યા વિના ધ્યાનમાં વાસ્તવિક પ્રવેશ થઈ શકતો નથી. વળી અરાજક શ્વાસ-પ્રશ્વાસથી શરીરને ઘણો પ્રાણવાયુ મળે છે જેને લીધે તમે વધારે જીવંત બની જાઓ છો. અહીંથી તમારી વિકાસ યાત્રા શરૂ થઈ જાય છે જે તમને તન-મનની પાર પહોંચાડે છે.
સક્રિય ધ્યાનના બીજા ચરણમાં શ્વાસ-પ્રશ્વાસને સહજ કરીને તમારે શરીર ઉપર ઊતરવાનું છે. શરીરને મન ફાવે તેમ વર્તવા છૂટું મૂકી દેવાનું છે. તેને ઢીલું છોડી દઈને નાચવા-કૂદવાનું છે - ચીસો પાડવાની છે. પહેલાંના સંસ્કારને કારણે કદાચ તમે આમ નિબંધ બનીને વર્તતાં સંકોચાવ તો પણ તમારે એક અભિનય તરીકે શરીરમાં આવી અરાજકતા પેદા કરવાની છે. પછી તો તમારું શરીર અભિનય છોડી દઈને સ્વભાવિક રીતે ઊછળ-કૂદ અને ચીસો પાડવામાં સામેલ થઈ જશે. આ ચરણમાં સાધકે દસ મિનિટ સુધી શરીર સાથે સમગ્રતાથી ગતિમય રહેવાનું છે. આ ક્રિયાથી તમારી અંદર જે કંઈ આવેગો રહ્યા-સહ્યા હશે તે પણ બહાર આવી જશે અને તેનું રેચન થઈ જશે. આમ બધા આવેગો અને તનાવોનું રેચન થતાં તમે એક પ્રકારની હળવાશ અનુભવશો. આવેગોનું રેચન થઈ જતાં તમારી અંદર નવા ઉન્મેષોને પ્રવેશવા માટે - વહન કરવા માટે ખાલી જગા મળી જશે.
ત્રીજા ચરણમાં શરીરને અને ખાસ તો ખભા અને ગળાને ઢીલા છોડી દઈને હાથને ઉપર ઉઠાવવાના છે (કોણી ઉપર તનાવ ન આવવો જોઈએ) અને હૂ-હૂહૂ મંત્રનો મોટેથી ઉચ્ચાર કરતાં ઊછળવાનું છે. હૂહૂહૂનો ઉચ્ચાર છેક નાભિથી નીકળવો જોઈએ. ઊંચે ઊછળીને નીચે આવતાં પગ જમીનને અડકે ત્યારે પણ હૂહૂહૂ મંત્રનો તીવ્ર અવાજ કરતા રહેવાનો છે - બૂમો પાડતા રહેવાની છે. આમ કરવાથી મંત્રની ચોટ શરીરના કામ કેન્દ્ર ઉપર થાય છે જેના આધારે આપણું મોટાભાગનું જીવન ચાલતું હોય છે. કામકેન્દ્ર કામનાઓનું કેન્દ્ર છે. આ ચરણમાં સાધક આ મંત્રને બદલે ૩ કે ૭૨
ધ્યાનવિચાર