________________
વિપશ્યના કરતાં કરતાં આપણે જ્યારે શરીરના નાનામાં નાના ઘટક ‘કલાપ” સુધી પહોંચીએ અને તેનું વિઘટન થાય છે ત્યારે આપણને પંચ મહાભૂતોમાંથી ચાર મહાભૂતો પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુનાં તત્ત્વોની અનુભૂતિ થાય છે. હલકા-ભારેપણનો અનુભવ પૃથ્વી તત્ત્વના કારણે થાય છે. શરીરના કલાપોનું વિઘટન જળની દ્રવતાને કારણે થાય છે. ઠંડા-ગરમની અનુભૂતિ અગ્નિ તત્ત્વને લીધે થાય છે અને શરીરમાં કલાપોમાં તરંગોની ઉત્પત્તિ અને વિલય એ વાયુતત્ત્વને આભારી છે. આ બધાં આપણા શરીરનાં રસાયણો છે. જેનું સંગઠન થતાં શરીરના કલાપો-શરીર બને છે. માણસ મરી જાય છે ત્યારે બધા કલાપોનું વિઘટન થઈને આ ભૂતો વીખરાઈ જાય છે અને અસ્તિત્વમાં પ્રવર્તમાન ભૂતો સાથે ભળી જાય છે. વિપશ્યના જ્યારે સૂક્ષ્મ બને છે ત્યારે આપણે પ્રકૃતિના આ પ્રપંચને જોઈએ છીએ. તે સમયે જો તેના પ્રતિ રાગ-દ્વેષની પ્રતિક્રિયા ન થાય અને આપણે કેવળ સાક્ષીભાવે જેયા કરીએ તો ચિત્ત ઉપર નવા સંસ્કાર પડતા નથી અને ભવની ધારા ક્ષીણ થતી જાય છે. પ્રકૃતિનો આ પ્રપંચ પાંચ મહાભૂતોનો છે. જેમાંથી આકાશ તો સર્વવ્યાપી છે અને અન્ય મહાભૂતો તેને આશ્રિત હોય છે.
વિપશ્યના સ્વદર્શનની સાધના છે. એમાં આપણે અંતર્મુખી થઈને અસ્તિત્વનાં વિવિધ સ્તરોને જોઈએ છીએ. પ્રકૃતિના પ્રપંચને જોઈએ છીએ અને જાણીએ છીએ, આપણી સંવેદનાને જોઈએ છીએ – દુઃખને જોઈએ છીએ પણ તે જોતાં તેના પ્રતિ ક્યાંય રાગ-દ્વેષની પ્રતિક્રિયા થઈ જાય તો સાધના ખંડિત થઈ જાય અને ધારી સિદ્ધિ ન મળે. આ બધું જોયા કરીને આપણે નિરાશ થવાનું નથી પણ સંવર સાધીને, નિર્જરા ફલિત કરીને દુઃખચક્રમાંથી બહાર નીકળી જવાનું છે. આ કરવા માટે આપણે કોઈ મોટો વાઢ ઉથલાવી કાઢવાનો નથી પણ રાગ-દ્વેષ રહિત થઈને જે આપણી અંદર ઘટિત થઈ રહ્યું છે – તેને એકાગ્રતાથી કેવળ સાક્ષીભાવે જોયા કરવાનું છે. એ રીતે સાધનાને સરળ પણ કહી શકાય.
કોઈ પણ સાધના કરવા માટે શ્રદ્ધા-ઉત્સાહ-જાગરૂકતા અને એકાગ્રતા આવશ્યક હોય છે તેમ વિપશ્યના માટે પણ છે. સાધનામાં વિક્ષેપ કરનાર પરિબળોમાં પૂર્વગ્રહો, રાગ-દ્વેષ, આળસ, બેચેની અને શંકા છે. તેનાથી મુક્ત થઈને સાધના કરી હશે તો જ તે સફળ થશે. ખુલ્લા મને સાધના શરૂ કરવી ધ્યાનવિચાર