________________
વિપશ્યના કરતાં આપણે સ્વયં જોઈએ છીએ - જાણીએ છીએ કે કયાંય કશું સ્થિર નથી. પ્રત્યેક પળે કંઈ ને કંઈ બન્યા જ કરે છે. જે ક્ષણે ક્ષણે બન્યા કરે તેને ભવ કહે છે સંસારને ભવ પણ કહે છે કારણ કે સંસારમાં પ્રત્યેક ક્ષણે કંઈક ને કંઈક બન્યા કરે છે. કંઈક ને કંઈક બનતું રહે છે તેનું કારણ માણસની તૃષ્ણા છે. પછી તે વસ્તુની હોય, વ્યકિતની હોય, સ્થિતિની હોય. વળી તૃષ્ણાનો સ્વભાવ છે કે એક તૃષ્ણા તૃપ્ત થઈ ન હોય ત્યાં તો વળી બીજી તૃષ્ણા ઊભી થઈ ગઈ હોય છે. માણસના શરીરમાં અને મનમાં પ્રત્યેક પળે કંઈક ઉત્પાદન થાય છે. બીજી ક્ષણે વિલીન થઈ જાય છે. પણ તે પહેલાં તે તેના સંસ્કાર છોડતું જાય છે. જેને કારણે બનવાની મીટવાની વણઝાર ચાલ્યા કરે છે. વિપશ્યનાનો સાધક જે બને છે કે મીટે છે તેને કેવળ જોયા કરે છે તેથી એના સંસ્કાર બનતા નથી અને તેનો સંસાર સીમિત થતો જાય છે. તેથી તે વધારે શાંત અને સ્વસ્થ રહે છે. - વિપશ્યનાની સાધના કરતાં શાંતિ-તણાવ મુક્તિ તો થાય છે જ, પણ સાધનાનો મૂળ ઉદ્દેશ, ભગવાન બુદ્ધ જે ચાર આર્ય સત્યોનું પ્રતિપાદન કર્યું હતું તેનાથી સાધકને અવગત કરાવવાનો અને દુઃખ પાત્રના નિવારણનો છે. સંસારમાં દુઃખ છે તે પ્રથમ આર્ય સત્ય, દુઃખનું કારણ છે કે બીજું આર્ય સત્ય, તે કારણનું નિરસન થઈ શકે છે તે ત્રીજું આર્ય સત્ય અને બુદ્ધ પ્રતિપાદિત
અષ્ટાંગ યોગ એ દુઃખ નિવારણનો માર્ગ છે. તે ચોથું આર્ય સત્ય. - અષ્ટાંગ યોગમાં શીલ-સમાધિ બને પ્રજ્ઞાના જાગરણની વાત આવે છે. આ ત્રણેય વાતોને વિપશ્યનામાં વણી લેવામાં આવી છે.
ભગવાન બુદ્ધે ચાર આર્ય સત્યોનો સાક્ષાત્કાર કરતાં જાણ્યું કે દુઃખનું . કારણ તૃષ્ણા અને આસકિત છે. આસકિત ચાર પ્રકારની હોય છે. તૃષ્ણાની
પૂર્તિ એ પ્રથમ આસકિત, બીજી આસકિત પોતાના અસ્તિત્વનો અહંકાર અને તે પ્રતિનું મમત્વ. ત્રીજી આસકિત પોતાની પરંપરાગત માન્યતાઓની અને ચોથી આસકિત પોતાની સાંપ્રદાયિક માન્યતાઓની અને તેનાં વિધિવિધાનોની. વસ્તુ, વિષય, વ્યકિત, માન્યતા, મમત્વ પ્રતિનો રાગ કે દ્વેષ આસકિતનું કારણ છે. રાગ અને દ્વેષને કારણે સંસ્કાર બને છે તેને પરિણામે સંસાર વધતો રહે છે. વિપશ્યના જો યથાર્થ રીતે થઈ હોય તો નવા સંસ્કાર ધ્યાનવિચાર