________________
જઈ શકતા નથી. મન-વચન અને કાયાનો યોગ ન હોવાને કારણે તિરછા (આડે અવળે) જઈ શકતા નથી. તેથી આલોકની ટોચે - અગ્રભાગે સ્થિર થઈ જાય છે. આ છે જૈન ધર્મ પ્રરૂપિત મુકિતધામ.
આત્માની આ અવસ્થા નીરસ કે શુષ્ક નથી. તે પરમ આનંદમય અવસ્થા છે. અસ્તિત્વના હોવાના) આનંદની આ સ્થિતિ છે. તે આનંદ ઇન્દ્રિયાતીત હોય છે પણ અનંત જ્ઞાન, અનંત દર્શનથી યુકત હોય છે. આત્મરમણતાની આ અવસ્થા છે. મુકતાત્માઓ પોતાના સ્વભાવમાં જ મગ્ન હોય છે. આત્માની આ કૃતકૃત્ય અવસ્થા છે. તેનાથી આગળ આત્માનો કોઈ મુકામ નથી. આત્માની તે આત્યંતિક અવસ્થા છે જે પરમ આનંદમય હોય છે. સિદ્ધાત્માઓ સ્વયં તૃપ્ત અને સ્વયં સ્થિત હોય છે. પરમાત્મ અવસ્થા તેમનાથી ભિન્ન નથી હોતી પરંતુ તેમનું અતિસૂક્ષ્મ અસ્તિત્વ અલગ હોય છે. કોઈ પરમાત્મામાં ભળી જઈને તેમના અસ્તિત્વનો લોપ થતો નથી હોતો કે પછી દીવાની જેમ બુઝાઈ જઈને ખોવાઈ જવાનું હોતું નથી. આમ આત્મા જ પરમાત્મા બનીને વિકસે છે.
જૈન આગમ ગ્રંથોમાં ધ્યાન વિષયક જે ચર્ચા થયેલી છે તેની અહીં મેં રૂપરેખા આપી છે. જૈન ધ્યાન મોક્ષલક્ષી છે. તેમાં ડગલે ને પગલે આત્માનો આનંદ આવતો રહે છે. આ ધ્યાન પ્રચલિત સર્વ ધ્યાનો કરતાં વિશિષ્ટ છે. એમાંય શુક્લ ધ્યાન તો બહુ ઊંચી ભૂમિકાનું છે જે સાધવું આ કાળે દુષ્કર છે. પણ ધર્મધ્યાન તો સાધી શકાય તેવું છે. તે સાધવા માટે જૈન ધર્મનું થોડુંક જ્ઞાન આવશ્યક છે. વળી જૈન ધર્મમાં શ્રદ્ધા પણ હોવી જોઈએ. સત્વશીલ વ્યકિત તેને બીજા ઢાળમાં ઢાળી શકે પણ તે કામ કપરું છે અને તેમાં માર્ગથી ભટકી જવાનું થોડુંક જોખમ પણ છે. આપણે અહીં ધર્મધ્યાનની વિધ વિધ પ્રકારે ચર્ચા કરી છે. તેમાંથી સાધક એક કે બે પ્રકાર લઈને ધ્યાન સાધશે તો પણ તેને અનર્ગળ આત્મિક લાભ થશે. ધર્મધ્યાન સુધી પણ ન પહોંચીએ તો જેને દુર્ગાનો કહ્યાં છે - તેવાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી દૂર રહીએ તો પણ કયાં? તે માટે પણ રોજ મનન ચિંતન તો કરતા રહેવું જરૂરી છે. આટલું થશે તો પણ જીવનમાં શાંતિ રહેશે, જીવન તનાવરહિત થઈ જશે, પરસ્પરના સંબંધોમાં મીઠાશ આવી જશે અને ચિત્ત પ્રસન્નતાથી ભરાતું રહેશે. આ પણ ઓછો લાભ નથી. જીવનમાં થોડીક પણ સાધના કરી હશે તો ક્યારેક મોક્ષની વાટ પણ મળી જાય. ધ્યાનવિચાર
૪૦