________________
પૂર્વભૂમિકા જૈન ધ્યાન મોક્ષલક્ષી છે અને જૈન ધર્મમાં સકલ કર્મોનો ક્ષય થયા વિના મોક્ષ થાય નહીં. તેથી કર્મક્ષયની વાત નજરમાં રાખીને ધર્મધ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં સૌ પહેલાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન જેવાં દુર્ગાનોને દૂર કરવાની વાત કરી. ત્યાર પછીના બીજા ચરણમાં ધર્મધ્યાન માટે પૂર્વભૂમિકા બાંધવાની વાત આવે છે. જેના ઉપર ધ્યાનની માંડણી થઈ શકે.
જૈન ધર્મ પ્રમાણે ચિત્તશુદ્ધિ થયા વિના ખરા અર્થમાં ધ્યાન લાગે છે' નહીં અને લાગે તો ટકે નહીં. ચિત્તશુદ્ધિ માટે અનિત્યાદિ બાર ભાવનાઓનું ચિંતવન કરતા રહેવાથી ધ્યાન માટે યોગ્ય ભૂમિકા રચાય છે. એમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય ભાવનાઓ પણ ઉમેરી શકાય. પ્રકારાન્તરે તેમાં મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યથ્ય ભાવનાઓનો પણ વિચાર કરી શકાય. આટલી પૂર્વભૂમિકા રઆ વિના જો સીધા જ ધર્મ ધ્યાન કરવા માંડીએ તો તેમાં ઝાઝી સફળતા મળે નહીં. થોડોક ઉપરચોટિયો લાભ વર્તાય - મનને શાંતિ લાગે, તનાવ ઓછો થાય, થોડીક સ્વસ્થતા રહે પણ આ બધું મોક્ષ સુધી પહોંચાડી ન શકે - જે ધર્મધ્યાનનું ધ્યેય છે.
જૈન ધ્યાન પદ્ધતિ એ રાજયોગ ગણાય છે કારણ કે તેમાં અમુક આસન, પ્રાણાયામ ઇત્યાદિનો આગ્રહ નથી, પણ તેમાં સંયમની વાત છે. બાર વ્રતો કે અણુવ્રતોનું પાલન સાધક કરતો હોય તો તે ઘણું ઉપકારી બની શકે. ટૂંકમાં ધ્યાનમાં પ્રવેશ કરતાં પહેલાં વિષયોનો વિરાગ, કષાયોનો ત્યાગ, ગુણોનો અનુરાગ અને સમ્યફ ક્રિયામાં અપ્રમાદ થોડે વત્તે અંશે પણ સધાયેલો હોવો જોઈએ. તે વિના ધ્યાન ભોંયમાં મૂળ જ નહીં નાખે.
જૈન ધર્મમાં ભાવનાઓ વિશે પ્રચુર સાહિત્ય સુલભ છે. જે જૈન ધ્યાનના અથએ જોઈ લેવું જોઈએ અને પ્રીતિપૂર્વક ભાવનાઓ ભાવી લીધા પછી જ આગળ વધવું જોઈએ.
. ધ્યાનવિચાર