________________
ઉપાયો ચિંતવે છે. જેને કારણે આ ધ્યાન થાય છે. રોગોથી મુકત થવા માટે ઉપાય કરવાની ના નથી પણ તે માટે સતત ચિંતવન કર્યા કરવાનો કંઈ અર્થ નથી. રોગ થાય અને ન મટે, કે તેને મટતાં વાર લાગે ત્યારે આત્માનું સત્ત્વ ફોરવીને તેને વેદી લેવામાં જ શાણપણ છે.
આર્તધ્યાનનો ચોથો પ્રકાર છે ભોગાત ધ્યાન અને દ્વેષાત ધ્યાન. જૈન ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મે આવા ધ્યાનનો વિચાર કર્યો નથી. માણસ બધી રીતે ધર્મ કરતો હોય પણ તેના મનમાં કોઈ વિષયની - વ્યકિતની કે વસ્તુની ગાઢ આસકિત રહી જતી હોય તો તે મનોમન એવો ભાવ કરે છે કે ભલે આ જન્મમાં મને આ ન મળ્યું પણ મારા આ જન્મના કરેલા ધર્મનું - પુણ્યનું કંઈ ફળ હોય તો તે વિષય મને આવતે જન્મે તો પ્રાપ્ત થાય.
તેના પ્રતિપક્ષે એમ પણ બને કે માણસના મનમાં કોઈ પ્રતિ ગાઢ દ્વેષ હોય કે વેરની લાગણી હોય. આ જન્મમાં તે તેને કંઈ કરી શકતો ન હોય તો તે મનોમન સંકલ્પ કરે કે મારા આ જન્મના પુણ્યના બળે - ધર્મના જોરે, આવતા જન્મે હું તેને મારનારો થાઉં. વિષય પ્રતિના તીવ્ર રાગ કે તીવ્ર વૈષને કારણે આ પ્રકારનું ધ્યાન થાય છે જેને માટેનો પારિભાષિક શબ્દ છે - નિયાણ. "
ધર્મધ્યાનના અર્થીએ આ ચારેય પ્રકારના આર્તધ્યાનથી બચવાનું હોય છે તે વિના તેને ધર્મધ્યાન નહીં મળે. આર્ત ધ્યાનના મૂળમાં આસકિત-મોહ અને દ્વેષ હોય છે. રાગ-દ્વેષના આ તીવ્ર ભાવોનું નિવારણ કર્યા સિવાય ધર્મધ્યાન થઈ શકતું નથી. તેની ક્રિયા થઈ શકે પણ તાત્વિક રીતે તે થાય નહીં અને તેની ફળપ્રાપ્તિ ન થાય
આ નિવારણ માટે દેવ-ગુરુ-ધર્મની સહાય આવશ્યક બની જાય છે. - અને કર્મનો સિદ્ધાંતનું જ્ઞાન હોય તો તે વાત જરા આસાન બની રહે છે. માણસને જે કંઈ મળે છે કે નથી મળતું તેને માટે તેનાં કર્મ જ જવાબદાર હોય છે. કર્મના ઉદય સમયે જે સમતા રાખી શકે છે તે જ આ દુર્ગાનથી બચી શકે છે.
ધ્યાનવિચાર