________________
પ્રદેશનો રહેવાસી નથી. હું કંઈ ઢોર-ઢાંખર શાખતો નથી. તે મારો વ્યવસાય નથી. મારું કોઈ પશુ ખોવાયું નથી અને તેને શોધવા હું નીકળેલો નથી.” અને વળી પાછા તેણે તો એ પ્રકૃતિસભર પ્રદેશને જોવા માંડ્યો.
હવે તો આ મિત્રોને મનમાં ઉત્સુકતા વધવા લાગી પણ આ અજાણ્યો માણસ તેના પ્રતિ ઉદાસીન રહીને જ વર્તતો હતો. છતાંય ત્રીજા મિત્રે ઝંપલાવતાં કહ્યું, “હું ન હતો કહેતો કે આ ભાઈ આગળના કોઈ ગામે જવા નીકળ્યા હશે પણ તેમનો સાથ-સંગાથ પાછળ રહી જતાં અહીં તેમના આવવાની રાહ જોતા ઊભા હશે.”
હવે તો આ માણસ પણ કંટાળ્યો હોય તેમ લાગ્યું. તેણે થોડાક અણગમા સાથે કહ્યું, “એવું કંઈ જ નથી. હું ક્યાંય જવા માટે નીકળ્યો નથી. મારા સાથમાં કોઈ છે જ નહીં. હું તો નિતાંત એકલો જ છું.” અને તેણે વળી પહાડો ઉપર ચડી રહેલા તડકા ઉપર નજર નાખી અને વૃક્ષોની ડાળીઓ ઉપર કલરવ કરતાં પક્ષીઓને તે જોવા લાગ્યો. ' હવે ચોથા મિત્રમાં આગળ આવવાનો ઉત્સાહ રહ્યો હતો નહીં છતાંય તે એક જ બાકી હતો. તેણે હળવેથી આ માણસનો હાથ હાથમાં લેતાં કહ્યું, “મેં તો આ લોકોને કહી જ દીધું હતું કે આ કોઈ વિરક્ત સંન્યાસી જેવા લાગે છે. વહેલી સવારે અહીં સાધના કરવા આવ્યા હશે કે ઈશ્વર સ્મરણ કરતા હશે.”
પેલા માણસે જરા અણગમા સાથે પોતાનો હાથ છોડાવતાં કહ્યું, “હું સાધના કરવા નથી આવ્યો અને ઈશ્વરનું સ્મરણ પણ નહોતો કરતો.”
આ માણસના ઉત્તરથી ચારેય મિત્રોની જિજ્ઞાસા વધી ગઈ અને તેમનાં મોંમાંથી ઉગાર નીકળી ગયો, “તો... પછી...?” '. ' પેલા માણસે કહ્યું, “હું કંઈ કરતો નથી, કંઈ શોધતો નથી, હું તો ખાલી ઊભો રહ્યો હતો. તમે બોલચાલ કરી મને ઢંઢોળ્યો ત્યારે જ મને મારા અસ્તિત્વનો ખ્યાલ આવ્યો. બાકી હું તો આ પહાડોમાં, પક્ષીઓમાં, વૃક્ષોમાં, પ્રકાશમાં, છાયામાં ખોવાઈ ગયો હતો. હવે તમે..અને વળી તેણે ત્યાં પથરાયેલી પ્રકૃતિ સાથે અનુસંધાન કરી લીધું.
પળવારમાં તો એ પહાડનાં ઉન્નત શિખરો સાથે, તેના ઉપર પથરાતા પ્રકાશ સાથે, વૃક્ષોની વિસ્તરતી છાયાઓ સાથે, વનની વહેતી હવાઓ સાથે, ધ્યાનવિચાર
23