________________
પૂછ્યું, “તમે થોડીક વાર પહેલાં અહીંથી કોઈ સુંદર સ્ત્રીને જતી જોઈ? તે આ રસ્તે નીકળી હતી અને અહીં બે કેડીઓ ફંટાય છે તેથી તે કદાચ કોઈ કેડી પકડીને નીકળી ગઈ હશે. તમે આ કેડીની બાજુમાં જ બેઠેલા છો એટલે તમને તો ચોક્કસ તેની ખબર હશે.”
બુદ્ધ ધ્યાનભંગ થયા હતા. હજુ તેમણે પૂર્ણ સ્વસ્થતા પ્રાપ્ત કરી ન હતી. તેઓ આ યુવકોની વાત પૂરી સમજી નહીં શક્યા હોય કે તેમને આ લોકોના રંગ ઢંગ ઠીક નહીં લાગ્યા હોય એટલે તેમણે કહ્યું, “શું તમારું કોઈ સ્વજન તમારાથી વિખૂટું પડી ગયું છે?”
પેલા યુવાનોએ મશ્કરીમાં કહ્યું, “સ્વજન કહેવું હોય તો કહેવાય. અમે બાજુના નગરમાંથી તે સુંદર સ્ત્રીને ચાંદની રાત્રે મોજ કરવા લઈ આવ્યા હતા. રસ્તામાં અમે નશો કરતા આવતા હતા તેથી અમને ઝાઝું ભાન રહ્યું નહીં અને આ રૂપાળી સ્ત્રી અમને થાપ આપીને આમ ક્યાંક ભાગી ગઈ. એ સ્ત્રી રૂપાળી હતી અને તેણે કીમતી આભૂષણો પહેરેલાં હતાં. એક વાર જોઈ હોય તો ભુલાય તેવી નથી. આટલામાં જ તે કયાંક સરકી ગઈ. તમે અમને તેનો અણસાર આપો તો અમે તેની પાછળ જઈને પકડી લઈએ.’’
બુદ્ધે કહ્યું, “ભાઈઓ આ બાબત તમે મારી પાસે ખોટી અપેક્ષા રાખો છો. હું તો ભિખ્ખુ છું. ધ્યાનમાં બેઠો હતો, કોણ ગયું અને કોણ આવ્યું તેની મને કંઈ ખબર નથી. હા, અવારનવાર કેટલીક છાયાઓ અહીંથી નીકળતી હતી. તેમાં કોણ સ્ત્રી છે કે કોણ પુરુષ છે તે હું એમ કેમ કહી શકું? વળી તમે તો સુંદર સ્ત્રીની વાત કરો છો. છાયામાં કોણ સુંદર અને કોણ સામાન્ય? છાયા એટલે છાયા. જ્યાં મને મારું ભાન ન હોય ત્યાં છાયાઓ વચ્ચે ભેદ કેવી રીતે કરી શકું? મને તો તમે પણ થોડાક છાયા જેવા જ લાગો છો.''
· પેલા યુવાનો ઉતાવળમાં હતા. બુદ્ધની આવી લાંબી વાત સાંભળવા કે સમજવાનો તેમની પાસે સમય જ ન હતો. એક જણ બોલ્યો, ‘“આ સાધુ પાસેથી કંઈ જાણવા મળે તેમ નથી લાગતું. અહીં આની પાસે સમય વેડફવાને બદલે આપણે વહેંચાઈ જઈએ. બે જણ આ બાજુ જાય અને બે જણ પેલી બાજુ જઈએ. હજુ તે શ્રી દૂર નહીં પહોંચી હોય. દોડતા જઈશું તો કદાચ તેને પકડી શકીશું.'' અને આ યુવાનો પેલી સ્ત્રીને શોધવા માટે આમતેમ વહેંચાઈને આગળ વધી ગયા.
ધ્યાનવિચાર
૧૯