________________
અને તે નીચે આવી ગયો. તત્કાળ મારા જાગ્રત ચિત્તે તેની નોંધ લીધી. મારા
ધ્યાન બહાર આમ હાથ ઉંચો થઈ ગયો તે બરોબર ન થયું. આવો પ્રમાદ ભિખુને ન પાલવે. ફરીથી મારા ધ્યાન બહાર કોઈ ચેષ્ટા ન થઈ જાય તેની મારા અંતઃ ચિત્તને સૂચના આપવા માટે મેં પૂર્ણ જાગરૂકતામાં હાથને ઉપર * લાવી, માંખ ઉડાડવાની ચેષ્ટા કરી નીચે લાવવાની સૂચના આપી. તેથી બીજી વાર મારો હાથ ઊંચો થયો, મોં ઉપર ફર્યો અને નીચે આવી ગયો. પહેલી વખત મારો હાથ મારા ધ્યાન બહાર ઊંચો થયો હતો, બીજી વાર તે મારી સૂચનાથી ઊંચો થયો. બીજી વારની મારી ચેષ્ટા પૂર્ણ જાગરૂકતામાં મેં કરી, હતી.”
આમ જોઈએ તો ક્રિયા એકની એક લાગે પણ બે વચ્ચે તાત્ત્વિક રીતે ઘણો ફેર હતો. એક ક્રિયા ધ્યાન બહાર થઈ. બીજી ક્રિયા ધ્યાનપૂર્વક થઈ. ધ્યાનની આ ગહન વાત છે. જાગરૂકતા ધ્યાનનું પ્રથમ ચરણ છે.
આપણું મોટા ભાગનું જીવન જાગરૂકતા વિના જિવાતું રહે છે તેથી આપણે ઘણું ન કરવા જેવું કરી બેસીએ છીએ અને કરવા જેવું ચૂકી જઈએ છીએ. મોટે ભાગે આપણું જીવન સંજ્ઞા (Instinct)નું જીવન હોય છે. આહાર, ભય, પરિગ્રહ અને મૈથુન એ ચાર મૂળભૂત સંજ્ઞાઓ છે. તેના પ્રેર્યા કે તેના દોર્યા આપણે જીવીએ છીએ. '
બીજી રીતે આપણે પ્રતિક્રિયાનું જીવન જીવીએ છીએ. કોઈએ કંઈ કર્યું, આપણે કંઈ જોયું તેની પ્રતિક્રિયા કરીને આપણે જીવીએ છીએ.
આપણે જીવનમાં તણાતા રહીએ છીએ વધારે અને તરીએ છીએ ઓછું. સભાનતાપૂર્વક આપણે ભાગ્યે જ જીવીએ છીએ. સંસાર શું કે ધર્મ શું આપણે સુખ-શાંતિમાં જીવવું હોય તો ધ્યાનપૂર્વકનું જીવન આવશ્યક બની જાય છે.
જાગરૂકતા એ ધ્યાન છે એ વાત ખરી, પણ વિવેક વિનાની જાગરૂકતા ઘણી વાર દુર્બાન બની જાય છે. એમ તો સરોવરને કિનારે બેઠેલો બગલો પૂર્ણ જાગરૂકતાથી જતી-આવતી બધી માછલીઓને જોયા કરે છે અને લાગ જોઈને માછલી ઉઠાવે છે. શિકારી પૂરી સજગતા રાખીને પોતાનું નિશાન સાધે છે અને શિકાર કરે છે. જે જાગરૂકતાનો હેતુ કોઈનું અહિત કરવાનો હોય, કોઈને મારવાનો હોય, કોઈને પરેશાન કરવાનો હોય તે જાગરૂકતાને - તે ૧૪.
ધ્યાનવિચાર