SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ છ આવશ્યક - આચારસંહિતા દિવસમાં જુદે જુદે પ્રસંગે સામાયિક, ચઉસિત્યો વગેરે છે આવશ્યકો શ્રાવકે અવશ્ય આચરવાનાં કહ્યાં છે. છતાંય આખા દિવસમાં આ છમાંનું કંઈ પણ જેણે ન કર્યું હોય તેને દેવસિય પ્રતિક્રમણમાં છયે છ આવશ્યકો એકીસાથે સચવાઈ જાય તે રીતે ગોઠવવામાં આવ્યાં છે. (૧) સવ્વસ્ત વિ પછી - કરેમિ ભંતે! થી આઠ ગાથાના કાઉસગ્ગ સુધી સામાયિક આવશ્યકઃ (૨) તે પછીનો પ્રગટ લોગસ્સ તે ચતુર્વિશતિ સ્તવ આવશ્યક છે. (૩) પછી મુહપત્તિ પડિલેહી બે વાંદણાં લેવાં - તે ગુરુવંદન આવશ્યક છે. (૪) પછી પ્રતિકમણ આવશ્યક શરૂ થઈ આયરિય ઉવજઝાએ સુધીમાં પૂરું થાય છે. (૫) પછી કાઉસગ્ગ આવશ્યક શરૂ થઈ એક નવકાર ગણીને બેસતાં સુધીમાં તે પૂરું થાય છે. (૬) બે વાંદણાં દઈ છેવટમાં પચ્ચખાણ લેવા સુધીમાં પચ્ચખાણ આવશ્યક પૂરું થાય છે. (આમ તો પચ્ચખાણ એ છેલ્લું આવશ્યક છે પણ પચ્ચખાણ કરવા જતાં સૂર્યાસ્ત થઈ જાય અને સૂર્યાસ્ત પહેલાં જ દિવસ ચરિમનું પચ્ચખાણ લઈએ તે જરૂરી છે અને તો જ તે સાર્થક બને તેથી સામાયિક લઈને બે વાંદણાં લઈ તુરત જ કરી લેવામાં આવે છે.) . પ્રતિકમણમાં છયે આવશ્યક સમાયેલાં છે. તેથી એક સારું પ્રતિકમણ ઘણું સાધી આપે તેમ છે. આમ જોઈએ તો આખા પર્યુષણ પર્વની આરાધના એક સારા શુદ્ધ વાર્ષિક પ્રતિક્રમણની પૂર્વતૈયારી રૂપે છે. જ્ઞાનપૂર્વક-સમજણપૂર્વક, શુદ્ધ સૂત્રોચ્ચાર સાથે પૂર્ણ ભાવથી કરવામાં આવેલા પ્રતિક્રમણમાં ખૂબ તાકાત છે. આમ જોઈએ તો જૈન ધર્મનું લક્ષ્ય છે કર્મરહિત અવસ્થા. કોઈ પણ
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy