SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાચાર-સાધનાનું પ્રથમ ચરણ ૩૩ વાર બહાર નથી દેખાતી તેથી એમ ન કહેવાય કે તે પ્રવૃત્તિ નથી. ગતિ ઘણી જ હોય ત્યારે બહારથી વસ્તુ સ્થિર લાગે છે. પ્રચંડ શકિતનો પૂંજ સૂર્ય કેટલી બધી ગતિથી બ્રહ્માંડમાં ઘૂમે છે પણ તે આપણને સ્થિર દેખાય છે. આવું જ આધ્યાત્મિક પ્રવૃત્તિનું છે. જૈન ધર્મમાં ગતિનું મૂલ્ય નથી પણ પ્રગતિનું મૂલ્ય છે. જે ગતિ આત્માનું ઉત્થાન કરનારી ન હોય તેને જૈન ધર્મ વાસ્તવિકતામાં ગતિ જ ગણતો નથી. જૈન તત્ત્વમાં ગતિ એટલે પ્રગતિ હોવી જીએ અને તે પણ ભૌતિક અર્થમાં નહીં. આધ્યાત્મિક અર્થમાં જે ગતિશીલ છે તે જ સાચી રીતે ગતિમાં છે. જે પાંચ આચારોના મહત્વ વિશે આપણે વિચારણા કરી છે તેમાં વીર્યાચાર” સૌથી મહત્ત્વનો છે, કારણ કે જીવને અન્ય ચાર આચારોમાં જોડનાર વીર્યાચાર છે. આત્મા જ્યારે પરમાત્મ દશા પ્રાપ્ત કરે છે ત્યારે તેનામાં જે અનંત ચતુષ્ટયી પ્રગટે છે એમાં અનંત વીર પણ એક છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત આનંદ – આ ચાર ગુણોને અનંત ચતુષ્ટયી કહેવામાં આવે છે. જેનું પરમાત્મા દશામાં પૂર્ણ રીતે પ્રગટીકરણ થાય છે. જીવ જ્યારે સંપૂર્ણતયા કર્મરહિત બને છે ત્યારે તેનામાં અનંત ચતુષ્ટયીનો આવિર્ભાવ થાય છે. - આપણે ઘણી વાર પૂર્વશરત અને ઉત્તરશરત સમજવામાં અને તેને સ્થાન આપવામાં ભૂલ કરી બેસીએ છીએ. તેને લીધે આપણે ગૂંચવાઈએ છીએ અને આપણા પ્રયાસો સાર્થક થતા નથી. ધર્મ, કર્મને આધીન નથી; ધર્મ પુરુષાર્થને આધીન છે. હા, કર્મ ધર્મની આડે. અવરોધો ઊભા કરી શકે પણ આત્માએ ધર્મ તો ,
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy