SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર જૈન આચાર મીમાંસા અભયનો દાતા : કાયોત્સર્ગની મોટામાં મોટી ઉપલબ્ધિ અભયની પ્રાપ્તિમાં રહેલી છે. આ સંસારમાં કોણ એવું છે કે જે ભયથી સંતપ્ત નહીં હોય? કોઈને આયુષ્યનો ભય તો કોઈને રોગનો ભય. કોઈને અકસ્માતનો ભય તો કોઈને આજીવિકાનો ભય. કેટલાક આલોકના ભયથી તો કેટલાક પરલોકના ભયથી પીડાતા હોય છે. આ બધા ભયોનું કેન્દ્ર શરીર છે અને શરીર સાથેનું ચેતનાનું તાદાત્મ છે. ભલે આપણે પોપટની જેમ રટણ ક્ય કરીએ કે હું આત્મા છું – શરીર નથી; પણ તે વાત આપણને આત્મસાત્ નથી હોતી તેથી સંકટ સમયે આપણે ભયગ્રસ્ત થવાના છે. ભાતભાતના ભયોથી ભરેલી દુનિયામાં અભય આપનાર કોઈ હોય તો તે કાયોત્સર્ગ છે. કાયોત્સર્ગમાં કાયાનો ઉત્સર્ગ થાય છે. જેટલો ઉત્સર્ગ પ્રબળ અને અસરકારક તેટલો ભય ઓછો થવાનો. આપણી આરાધનાની કોઈ પણ ક્રિયા કાયોત્સર્ગની સમકક્ષ ઊભી રહી શકે તેવી નથી. કાયોત્સર્ગ અનુપમ સાધના છે જે સિદ્ધિની ઘણી નજીક લઈ જાય છે. જ્યાં એવી પ્રતીતિ થઈ ગઈ કે હું કાયા નથી ત્યાં કાયા સાથે જોડાયેલા કોઈ પણ વ્યાપારની તાકાત નથી કે તે તમને ગભરાવી શકે કે ડરાવી શકે. અકસ્માત કોને? મૃત્યુ કોનું થવાનું? રોગ કે વૃદ્ધાવસ્થા કોને થાય છે? અપકીર્તિ કોની? આ બધી વાતો શરીર સાથે સંલગ્ન છે. જેવું શરીર છૂટી ગયું કે આમાંની એક પણ વાત આપણને સ્પર્શી શકતી નથી અને આપણે તેની સાથે નિસબત રહેતી નથી. તેથી તો રોગથી-અપકીર્તિથી વગેરે બાબતોથી છૂટવા માટે લોકો આપઘાત
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy