________________
સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક
૧
સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક
અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ - ૧માં વસ્રને અધ્યાત્મમાં બાધક કહેનાર દિગંબરમત તથા આધ્યાત્મિકમતનું ખંડન કરેલ છે. તે પ્રથમ વિભાગ પ્રકાશિત થયા પછી ટૂંક સમયમાં જ અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ - ૨ પ્રકાશિત થયેલ, તેમાં કેવલીભુક્તિનો વિચાર કરેલ છે. ત્યારપછી ટૂંકા સમયમાં જ અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ પ્રકાશિત થઇ રહેલ છે. તેમાં સૌ પ્રથમ ‘સિદ્ધ ભગવંતોને ચારિત્ર હોય કે નહિ ?’ તેની વિચારણામાં ‘સિદ્ધે જો ચરિત્તી નો અરિત્તી' એવા આગમવચનને મુખ્ય કરીને, સિદ્ધાંતપક્ષી સિદ્ધાવસ્થામાં ચારિત્રની વિદ્યમાનતા સ્વીકારતો નથી, જ્યારે સંપ્રદાયપક્ષી સિદ્ધાવસ્થામાં ચારિત્રની વિદ્યમાનતા સ્વીકારે છે; આ બંને મતોની ગ્રંથકારશ્રી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાએ અનેક સુયુક્તિઓ અને આગમપાઠોપૂર્વક વિસ્તારથી ચર્ચા કરેલી છે. ત્યારપછીનો મુખ્ય વિષય છે ‘સ્રીમુક્તિવાદ’!
દિગંબરો અને આધ્યાત્મિકો માને છે કે સ્રીશરીરી જીવોની મુક્તિ થાય નહિ. દિગંબરો વસ્ત્રાદિને પરિગ્રહરૂપ માની ત્યાગ કરવા યોગ્ય માનતા હોવાથી, અને સ્ત્રીઓને વસ્રાદિનો ત્યાગ કરવો અશક્ય હોવાથી, સ્ત્રીઓને ચારિત્ર માનતા નથી અને તેથી સ્ત્રીઓનો મોક્ષ પણ માનતા નથી. તેની સામે ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજાએ ધર્મોપકરણ પરિગ્રહરૂપ નથી એની પૂર્વે સિદ્ધિ કરી બતાવેલ, માટે વસ્ત્રસહિત સ્રીઓને પણ ચારિત્ર અસંભવિત નથી અને સ્ત્રીઓ પણ રત્નત્રયીની સાધના કરી મુક્તિગામી બની શકે છે, એ વાત અનેક યુક્તિઓ અને આગમપાઠપૂર્વક સિદ્ધ કરેલ છે.
વળી, સિદ્ધમાં ચારિત્રની વિદ્યમાનતાનો વિચાર, અને સ્રીમુક્તિ વિચાર, આ બંને વિચારણાની વચમાં અનેક પદાર્થો પર ખૂબ સુંદર પ્રકાશ ગ્રંથકારશ્રીએ પાથર્યો છે. તે સર્વ પદાર્થોનો બોધ, આ ત્રીજા વિભાગના પદાર્થોનું સંક્ષિપ્ત દિગ્દર્શન આપેલ છે અને વિસ્તૃત અનુક્રમણિકા જે તૈયાર કરેલ છે તે જોવાથી વાચકવર્ગને સ્વયં જ થશે. અને થશે કે કેવા અદ્ભુત પદાર્થોનું નિરૂપણ ગ્રંથકારશ્રીએ અધ્યાત્મમતપરીક્ષા ગ્રંથમાં કરેલ છે !
આ બંને ચર્ચાઓ પછી ગ્રંથકારશ્રીએ અધ્યાત્મના પરમ રહસ્યને બતાવેલ છે કે “સંયમયોગોમાં અપ્રમત્તપણે યત્ન · કરવો એ જ અધ્યાત્મનું પરમ રહસ્ય છે, એ જ શ્રેષ્ઠ ભગવાનની આજ્ઞા છે.’’
અધ્યાત્મના પરમ રહસ્યને બતાવતાં ગ્રંથકારશ્રીએ ગાથા-૧૭૩માં નવ્યન્યાયની શૈલીમાં, ‘ભોગથી વૈરાગ્ય કે ભોગના ત્યાગથી વૈરાગ્ય’ એ પ્રકારનો સ્યાદ્વાદ હોવા છતાં, મુખ્ય પ્રરૂપણા રાજમાર્ગરૂપે ભોગના ત્યાગથી વૈરાગ્ય છે તે કરેલ છે. અને આ અતિ અદ્ભુત પદાર્થનિરૂપણ જોતાં ગ્રંથકારશ્રીજીની તાર્કિક તીક્ષ્ણ બુદ્ધિપ્રતિભા પ્રત્યે ઓવારી જવાય છે.
ગ્રંથકારશ્રીએ અધ્યાત્મના પરમ રહસ્યના પણ રહસ્યને બતાવતાં ગાથા-૧૮૩માં કહેલ છે કે, “વધારે શું કહેવું? આ સંસારમાં રાગ-દ્વેષ જે જે રીતે વિલય-નાશ પામતાં જાય તે તે રીતે પ્રવર્તવું, એવી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા છે.” આ રીતે પદાર્થોના વિભાગીકરણ મુજબ ત્રણ વિભાગમાં સંપૂર્ણ ગ્રંથનું શબ્દશઃ વિવેચન પૂર્ણ થાય છે.
પંડિતવર્યશ્રી પાસે આ ગ્રંથવાંચનનો સુયોગ સાંપડ્યો ત્યારે આ ગ્રંથની સંકલના મેં તો સ્વચિંતન-મનન-નિદિધ્યાસન કરવા માટે નોટરૂપે તૈયાર કરેલ. પણ અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ અને ભાગ-૨ની પ્રસ્તાવનામાં જણાવ્યા મુજબ સહાધ્યાયી તથા અનેક બીજી તત્ત્વજિજ્ઞાસુ વર્ગની એક જ ભાવના હતી કે, આ ગ્રંથની વ્યવસ્થિત સંકલના તૈયાર થાય અને આ ગ્રંથની ટીકાર્થ સહ વિવેચના પુસ્તકરૂપે પ્રકાશિત થાય, તો શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજાની આ