________________
૮૮. . . .. • • • • • • • • •
........ અધ્યાત્મમત પરીક્ષા. . . . . . . . . . . . . . ગાથા - ૧૭૩ સુખો સિદ્ધ છે એ પ્રકારનો અનુભવ વર્તતો હોય તેને સુખની ઇચ્છા થતી નથી. અને સુરવૃત્વદિ માં મારિ' પદથી પ્રાપ્ત ધનત્વ, માન-સન્માનત્વ આદિ બધાં મને પ્રાપ્ત થઈ ગયાં છે આવું પ્રતીત થતું હોય ત્યારે, સુખત્વાદિ સામાનાધિકરણ્યથી સર્વ વસ્તુ પોતાને સિદ્ધ થઈ ગઈ છે એ પ્રકારનું સિદ્ધત્વજ્ઞાન હોય છે, તેથી સુખાદિ સર્વ વસ્તુઓની ઇચ્છા તેને થતી નથી. એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે.
સુખસ્વરૂપે તે તે સુખમાં સિદ્ધત્વજ્ઞાનને સુખની ઇચ્છાના વિરોધરૂપે સ્વીકારવામાં ગૌરવદોષ છે એમ કહ્યું તે આ રીતે
તે તે સુખની ઇચ્છામાં તે તે સિદ્ધત્વજ્ઞાન વિરોધી છે, અને જગતમાં તે તે સુખો અનંતાં છે; કેમ કે એક કાંતાના અવલોકનવિષયક તે તે અવલોકનનો ભેદ કરીએ તો ઘણાં અવલોકન પ્રાપ્ત થાય. અને એ રીતે તે અવલોકનની ઇચ્છા પ્રત્યે તે અવલોકનનું સિદ્ધત્વજ્ઞાન પ્રતિબંધક બને તેમ માનો, તો એક કાંતાના અવલોકનવિષયક અનેક પ્રતિબંધકો મળે, તેમ અન્ય અન્ય સુખવિષયક પણ અનેક પ્રતિબંધકો મળે. આ રીતે અનંત પ્રતિબંધકની કલ્પનામાં ગૌરવ પ્રાપ્ત થાય. અને સુખત્વાદિ સામાનાધિકરણ્યથી સિદ્ધત્વજ્ઞાનને ઇચ્છાનું વિરોધી સ્વીકારીએ તો, સુખની ઇચ્છા પ્રત્યે સુખના અનુભવકાલીન સિદ્ધત્વજ્ઞાન જ વિરોધી છે તેમ સામાન્ય કાર્ય-કારણભાવ પ્રાપ્ત થાય, તેથી એક જ પ્રતિબધ્ધ-પ્રતિબંધકભાવ પ્રાપ્ત થાય, તે લાઘવરૂપ છે.
સુખત્યાદિ સામાનાધિકરણ્યથી સિદ્ધત્વજ્ઞાન જ ઇચ્છાનું વિરોધી છે તે સ્થાપનમાં યુક્તિ બતાવે છે
સમાનપ્રકારકપણા વડે કરીને જ તથાપણું છે. કહેવાનો આશય એ છે કે, સુખત્વપ્રકારક સિદ્ધત્વજ્ઞાન સુખ–પ્રકારક ઇચ્છાનું વિરોધી છે; અને તેમ માનવાથી સુખના અનુભવકાળમાં સુખ–પ્રકારક સિદ્ધત્વજ્ઞાન હોય છે, તેથી સુખની ઇચ્છા થતી નથી, અને તેમ સ્વીકારવાથી એક પ્રતિબધ્ધ-પ્રતિબંધકભાવ પ્રાપ્ત થાય. અને આ રીતે=સુખત્વાદિ સામાનાધિકરણ્યથી સિદ્ધત્વજ્ઞાન ઇચ્છાનું વિરોધી છે અને સુખત્વેન તે તે સુખમાં સિદ્ધત્વજ્ઞાન ઇચ્છાનું વિરોધી નથી એ રીતે, સુખત્વરૂપે સિદ્ધત્વજ્ઞાન હોવા છતાં પણ જે સુખ મને સિદ્ધચ્છે તેનાથી ભિન્નરૂપે જ સિદ્ધ એવા તે તે સુખની ઇચ્છા થઈ શકે છે. અને તેને કારણે જ પરદેશ ગયેલા પુરુષને પૂર્વમાં કાંતાનું અવલોકન સિદ્ધ હોવા છતાં તે કાંતાના અવલોકનથી કાંતાના અન્ય અવલોકનની ઇચ્છા થાય છે તેમાં કોઈ દોષ નથી, પરંતુ કાંતાઅવલોકનત્વ સામાનાધિકરણ્યથી જયારે સિદ્ધત્વજ્ઞાન હોય ત્યારે કાંતાઅવલોકનની ઇચ્છા થાય નહિ.
“થતિ ' સુધીના પૂર્વપક્ષીના કથનથી એ ફલિત થયું કે, કોઇ વ્યક્તિને સુખત્વ, ધનત્વ, માનસન્માનત્વ આદિ સામાન્યાધિકરણ્યથી સિદ્ધત્વજ્ઞાન થાય, તો તેને સુખની, ધનની, માન-સન્માન આદિની કોઈ ઇચ્છા રહે નહિ, તેથી સિદ્ધત્વજ્ઞાનકૃત સામાન્ય ઈચ્છાનો વિચ્છેદ તે વ્યક્તિને થાય છે, તેથી કામભોગથી કામની ઉપશાંતિ થાય છે પણ અભિવૃદ્ધિ થતી નથી, એ વાત પૂર્વપક્ષીએ પૂર્વમાં સ્થાપન કરેલ તે સંગત થાય છે. અને તેમાં સિદ્ધાંતકારે દોષ આપેલ કે, પરદેશમાં ગયેલ પુરુષને ફરી કાંતાઅવલોકનની ઇચ્છા થાય છે, તેથી અનેક વખત કાંતાઅવલોકન પછી પણ ફરી તેને કાંતાઅવલોકનની ઇચ્છા થાય છે. તેની સંગતિ પૂર્વપક્ષીએ એ કરી કે, પરદેશમાં ગયેલ પુરુષને કાંતાઅવલોકનત્વ સામાનાધિકરણ્યથી સિદ્ધત્વજ્ઞાન થયેલું નહિ, તેથી જ તેને ફરી ઇચ્છા થાય છે, માટે કોઈ દોષ નથી.
ટીકાર્ય -૨'પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, અને તેમાં તથાપિ'થી હેતુ કહે છે