________________
• • • • • • • • •. . . . . . .૮૭૫
ગાથા : ૧૭૨.
અધ્યાત્મમત પરીક્ષા. જ્યારે વ્યાપ્યત્વેન શંકાનું જ્ઞાન થાય છે ત્યારે, તેનાથી ભવ્યત્વનો નિર્ણય થાય છે, તેથી અભવ્યત્વની શંકા નિવર્તન પામે છે.
ટીકા - “સિદ્ધ વ સંસાર્વેવસ્વભાવ વ વેલાત્માન કૃતિ વિમેવ તથા ચાં તા मम विपरीतप्रयोजनं परिव्राजकत्वमिति शङ्कया न कश्चित्तदर्थं ब्रह्मचर्यादिदुःखमनुभवेत्"इत्युदयनमतं परास्तम् ।
ટીકાઃ - “નિ' આનાથી =ભવ્યત્વવ્યાપ્ય તાદશશંકાવાળો હું છું, એ પ્રકારના જ્ઞાનાંતરથી જ ભવ્યાભવ્યત્વની શંકાની નિવૃત્તિ થયેછતે સંયમમાં પ્રવૃત્તિ અબાધિત છે, એમ પૂર્વમાં સિદ્ધ કર્યું એનાથી, અથવા સિદ્ધ થયેછd=અથવા મોક્ષ અને મોક્ષના ઉપાયરૂપે પરિવ્રાજકપણું સિદ્ધ થયે છતે, પણ કેટલાક આત્માઓ સંસારીએકસ્વભાવવાળા જ હોય છે એ પ્રમાણે સ્થિત હોતે છતે, હું પણ જો તેવો = સંસારીએકસ્વભાવવાળો હોઉં તો મારું પરિવ્રાજકપણું વિપરીત પ્રયોજનવાળું થશે, એ પ્રમાણે શંકા વડે કોઈ તેના માટે = મોક્ષ માટે, બ્રહ્મચર્યાદિ દુઃખને અનુભવશે નહિ, એ પ્રકારે ઉદયનનો મત પરાસ્ત જાણવો.
ઉત્થાન - ગાથા-૧૭રની ટીકામાં અત્યાર સુધીના કથનનું નિગમન કરતાં કહે છે –
151 :- एवमभव्यत्वशङ्कानिवृत्तौ सामान्यतः प्रवृत्तिर्दीर्घसंसारित्वशङ्कानिवृत्तौ दृढतरकर्मक्षये प्रवृत्तिरिति તમ્ ૨૭રા
ટીકાર્ય પર્વ'-આ પ્રમાણે = પૂર્વમાં કહ્યું કે સંયમપ્રવૃત્તિરૂપ આસન્નસિદ્ધિકત્વના લક્ષણનું જ્ઞાન દીર્ધસંસારીત્વ અને અભવ્યત્વની શંકાનું નિવર્તક છે, અને સ્વસંવિદિત ભવ્યાભવ્યત્વની શંકા જ ભવ્યાભવ્યત્વની શંકાની નિવર્તક છે, એ પ્રમાણે અભવ્યત્વની શંકાની નિવૃત્તિ થયે છતે સામાન્યથી પ્રવૃત્તિ છે, અને દીર્થસંસારીત્વની નિવૃત્તિ થયે છતે દઢતર કર્મક્ષયમાં પ્રવૃત્તિ છે, એ પ્રકારે તત્ત્વ છે = રહસ્ય છે.
ભાવાર્થ - જે જીવને સંસારનો ભય લાગેલો હોય અને તેથી મોક્ષના ઉપાયની ઇચ્છા હોય, અને પોતે અભવ્ય છે કે નહિ તેવી શંકા થાય, અને જયારે તે શંકાની નિવૃત્તિ થાય, ત્યારે મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ થાય છે, તે સામાન્યથી પ્રવૃત્તિ છે; અર્થાત્ સંસારના અત્યંત નિસ્તાર માટે સુદઢ યત્નવાળી તે જીવની પ્રવૃત્તિ હોતી નથી. પરંતુ જ્યારે પોતાનામાં સંસારનો અત્યંત ભય પેદા થાય છે, અને તેના કારણે દીર્ઘસંસારીત્વની શંકાની નિવૃત્તિ થાય છે, ત્યારે જ સ્વપ્રજ્ઞાનુસાર સમ્યગ્ ભગવદ્ વચનનું પર્યાલોચન કરીને તેનાથી નિયંત્રિત અત્યંત સુદઢ યત્નવાળી પ્રવૃત્તિ પ્રાદુર્ભાવ થાય છે. II૧૭શા