SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૧૬૬ . . .. અધ્યાત્મમત પરીક્ષા . .૮૪૧ ટીકાર્ય - “વિંગ અને આ પ્રમાણે = ગાથા ૧૬૬ની ટીકાના પ્રારંભથી અત્યાર સુધી જે વર્ણન કર્યું એ પ્રમાણે, આ હેતુના નિરાસમાં = મનઃપ્રકર્ષાભાવરૂપ હેતુના નિરાસમાં, સંઘયણાભાવરૂપ હેતુ પણ નિરસ્ત જાણવો. જે કારણથી સ્ત્રીઓને વજઋષભનારાચસંઘયણનો અભાવ શું આગમનિષિદ્ધત્વરૂપ હેતુથી સિદ્ધ કરો છો? કે સામનરકમૃથ્વીગમનઅયોગ્યત્વરૂપ હેતુથી અનુમાન કરો છો? પ્રથમ વિકલ્પ = આગમમાં નિષિદ્ધપણું હોવાથી સ્ત્રીઓને વજઋષભનારાચસંઘયણ નથી એ પ્રથમ વિકલ્પ, બરાબર નથી; કેમ કે નિષેધક આગમનું અશ્રવણ છે= એવો નિષેધ કરનાર કોઇ આગમવચન જોવા મળતું નથી. રતિય:- બીજો વિકલ્પ = સપ્તમનરકમૃથ્વીગમનઅયોગ્યપણું હોવાથી સ્ત્રીઓને વજઋષભનારાચસંઘયણનો અભાવ અનુમાન કરાય છે એ રૂપ બીજો વિકલ્પ, બરાબર નથી; કેમ કે સામનરકમૃથ્વીગમનયોગ્યત્વનું વજઋષભનારાચસંઘયણમાં પર્યવસિતપણું હોવાથી આત્માશ્રય દોષ આવશે. * ભાવાર્થ - સ્ત્રીઓ સાતમી નરકે જતી નથી એ વાત ઉભય પક્ષને સંમત છે. તેથી પૂર્વપક્ષી = દિગંબર, કહે છે કે સપ્તમનરકમૃથ્વીગમનયોગ્યત્વ સ્ત્રીમાં નથી માટે સ્ત્રીમાં પ્રથમ સંઘયણ નથી. તેથી ગ્રંથકાર કહે છે કે, સપ્તમનરકપૃથ્વીગમનયોગ્યત્વ=તે શરીરની તેવી યોગ્યતા કે જેનાથી સાતમી નરકનાં કર્મ બાંધી શકાય તેવો અર્થ દિગંબરને કરવો પડે, અને તે યોગ્યતા પ્રથમ સંઘયણરૂપ જ પ્રાપ્ત થાય; કેમ કે શરીરની તેવા અધ્યવસાય કરવાની યોગ્યતા તે પ્રથમ સંઘયણરૂપ જ છે, એમ દિગંબરને માનવું પડે, તેથી તે યોગ્યતા પ્રથમ સંઘયણમાં જ પર્યવસાન પામે છે. તેથી તેવી યોગ્યતાના અભાવ દ્વારા સંઘયણાભાવને સાધવો તે સ્વ દ્વારા સ્વનું અનુમાન કરવા તુલ્ય છે. : તેથી તે આત્માશ્રયરૂપ દોષ છે, માટે બીજો વિકલ્પ બરાબર નથી. વસ્તુતઃ સ્વસિદ્ધાંત પ્રમાણે સ્ત્રીઓનો વિકૃત જ તેવો સ્વભાવ છે કે, સાતમી નરકનું આયુષ્ય બાંધી ન શકે, આમ છતાં પ્રથમ સંઘયણ તેમને હોઈ શકે છે. ટીકાર્ય :- અથ' - 1ઈથી પૂર્વપક્ષી = દિગંબર, આ પ્રમાણે કહે કે, સપ્તમનરકમૃથ્વીગમનયોગ્યપણાના અભાવથી વિશિષ્ટમનોવીર્યપરિણતિનો અભાવ અનુમાન કરાય છે, અને તેના વડે = વિશિષ્ટમનોવીપરિણતિના અભાવ વડે, વજઋષભનારાચસંઘયણનો અભાવ અનુમાન કરાય છે. (તેથી આત્માશ્રય દોષ રહેતો નથી.). તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, ત્યાં પણ યોગ્યતા જો વજઋષભનારાચસંઘયણરૂપ હોય તો અન્યોન્યાશ્રય દોષ આવશે, અને જો યોગ્યતા મનઃપરિણતિવિશેષરૂપ હોય તો તેના અભાવથી = યોગ્યતાના અભાવથી, તેનો અભાવ સિદ્ધ કરવામાં = વિશિષ્ટ મનપરિણતિનો અભાવ સિદ્ધ કરવામાં, આત્માશ્રય દોષ આવશે. અને તાદશ =તેવા પ્રકારની, અશુભ મનઃપરિણતિ વિના પણ ચરમશરીરીઓને વજઋષભનારાચસંઘયણનો સંભવ હોવાથી વ્યભિચાર દોષ આવે છે. ભાવાર્થ - પૂર્વમાં ગ્રંથકારે દિગંબરને આત્માશ્રય દોષ આપ્યો. તેના નિવારણરૂપે પૂર્વપક્ષી કહે છે કે, સ્ત્રીઓને સાતમી નરકમાં જવાની યોગ્યતાનો અભાવ છે એ વાત ઉભયપક્ષને માન્ય છે; અને એનાથી નક્કી થાય છે કે, સ્ત્રીઓમાં વિશિષ્ટ મનોવીર્યની પરિણતિનો અભાવ છે, અને વિશિષ્ટમનોવીર્યની પરિણતિનો અભાવ હોવાને કારણે સ્ત્રીઓમાં પ્રથમ સંઘયણનો અભાવ છે તેમ નક્કી થાય છે, તેથી સ્ત્રીઓને મોક્ષ નથી એ સિદ્ધ થાય છે અને
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy