________________
અધ્યાત્મમતપરીક્ષા
.૮૩૯
ગાથા : ૧૬૬ . પરિણામરૂપ છે, અને કર્મત્વજાતિ તે પરિણામમાં રહી શકે નહિ. તેથી આ દોષ નિવારણ માટે પૂર્વપક્ષી = દિગંબર, કહે કે, અમે આત્મપરિણામત્વજાતિથી તજ્જાતીયનું ગ્રહણ કરીશું જેથી હેતુ પક્ષમાં પ્રાપ્ત થશે.
પૂર્વપક્ષીને કહેવાનો આશય એ છે કે, સપ્તમનરકપૃથ્વીગમનયોગ્ય એવું અપુણ્ય અમે અધ્યવસાયરૂપ ગ્રહણ કરીશું, પરંતુ કર્મરૂપ ગ્રહણ કરીશું નહિ. તેથી તે અધ્યવસાયમાં આત્મપરિણામત્વજાતિ રહે છે, અને તજ્જાતીય શુભઅધ્યવસાયને ગ્રહણ કરીશું, અને તેવો શુભઅધ્યવસાય સ્ત્રીઓમાં રહેતો નથી તેથી સાધ્યની સાથે વ્યાપ્તિ પણ પ્રાપ્ત થશે, અને હેતુની પક્ષમાં વૃત્તિ પણ સંગત થશે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, આવી આત્મપરિણામત્વજાતિથી તાતીયને ગ્રહણ કરશો તો સ્રીવેદપરિણામાદિ સાધારણપણું હોવાને કારણે હેતુ અનૈકાંતિક થશે.
ગ્રંથકારનો આશય એ છે કે, સ્ત્રીઓને સ્ત્રીવેદનો ઉદય પણ પ૨મપ્રકર્ષવાળો થઇ શકે છે, અને માયા પણ પરમપ્રકર્ષવાળી થઇ શકે છે, અને તે આત્માના પરિણામરૂપ છે; તેથી તે બંને પરિણામો સ્ત્રીવૃત્તિ છે. અને તેમાં આત્મપરિણામત્વજાતિ છે, તેથી આત્મપરિણામત્વજાતિ દ્વારા હેતુને તજ્જાતીયત્વ સ્વીકારશો તો હેતુ વ્યભિચારી બનશે.
ઉત્થાન :- અહીં પૂર્વપક્ષી = દિગંબર, બીજી રીતે સ્ત્રીને મોક્ષ નથી તે સ્થાપન કરતાં કહે છે –
ટીકાર્ય :- ‘સ્ત્રીળાં’ અહીં પૂર્વપક્ષી = દિગંબર, કહે કે “જ્ઞાનાદિ પરમપ્રકર્ષ સ્ત્રીઓને નથી, ગુણપ્રકર્ષપણું હોવાથી.’ આ રીતે અમે અનુમાન કરીશું. તો ગ્રંથકાર કહે છે કે આ અનુમાનમાં વ્યાપ્તિગ્રાહક પ્રમાણાભાવ છે, અને જ્ઞાનાદિપ્રકર્ષ સ્રીવૃત્તિ છે, નપુંસકમાં અવૃત્તિ ગુણપ્રકર્ષપણું હોવાથી, સમ્યગ્દર્શનના પ્રકર્ષની જેમ. એ પ્રમાણે આ અનુમાનથી બાધ દોષ (પણ) છે.
ભાવાર્થ :- દિગંબરે અનુમાન કર્યું કે, સ્ત્રીઓને જ્ઞાનાદિ પરમપ્રકર્ષપણું નથી, ગુણપ્રકર્ષપણું હોવાથી. એ પ્રકારના અનુમાનમાં વ્યાપ્તિને સ્વીકારવા માટે દૃષ્ટાંતરૂપે કોઇ પ્રમાણની પ્રાપ્તિ નથી, જ્યારે એનાથી વિરુદ્ધ અનુમાન કરવામાં આવે તો ત્યાં દૃષ્ટાંતની પ્રાપ્તિ છે. અને તે જ બતાવે છે જ્ઞાનાદિપ્રકર્ષ સ્રીવૃત્તિ છે, નપુંસક અવૃત્તિ ગુણપ્રકર્ષપણું હોવાથી. અને તે પ્રકારની વ્યાપ્તિમાં સમ્યગ્દર્શનના પ્રકર્ષની જેમ, એ પ્રકારનું દૃષ્ટાંત પ્રાપ્ત થાય છે. એથી આ પ્રકારના અનુમાન દ્વારા દિગંબરે કરેલ અનુમાનનો બાધ થાય છે.
ઉત્થાન :- પૂર્વમાં પૂર્વપક્ષીએ અનુમાન કર્યું કે, સ્ત્રીઓને જ્ઞાનાદિનો પરમપ્રકર્ષ નથી ગુણપ્રકર્ષપણું હોવાથી. ત્યાં ગ્રંથકારે વ્યાપ્તિગ્રાહક પ્રમાણનો અભાવ અને વિપરીત અનુમાન થઇ શકતું હોવાથી બાધ દોષ છે એમ બતાવ્યું, હવે ાિથી કહે છે –
ટીકાર્ય :- ‘જ્જિ’ અને વળી (પૂર્વપક્ષીના અનુમાનમાં) છદ્મસ્થકાલાવચ્છેદેન (છદ્મસ્થકાળ સંબંધી) જ્ઞાનાદિપ્રકર્ષનો સ્ત્રીવૃત્તિત્વાભાવ સાધ્ય હોતે છતે, શ્રુતજ્ઞાનરૂપ પ્રકર્ષને ગ્રહણ કરીને પક્ષના એક દેશમાં સિદ્ધસાધન દોષ છે, અને કૈવલ્યકાલાવચ્છેદેન તત્સાધનમાં = સ્રીવૃત્તિત્વાભાવને સાધવામાં, વદતોવ્યાઘાત છે.