________________
ગાથા : ૧૬૬ . . . . . . • • • • • • •
અધ્યાત્મમત પરીક્ષા
• कैवल्यकालावच्छेदेन तत्साधने च वदतो व्याघातः । अथ चारित्रप्रकर्षो न स्त्रीवृत्तिः, गुणप्रकर्षत्वात्, श्रुतज्ञानपरमप्रकर्षवत् इति चेत् ? न, सम्यग्दर्शनप्रकर्षेण व्यभिचारात्, ज्ञानप्रकर्ष विनापि चारित्रप्रकर्षस्य माषतुषादौ सिद्धत्वेनाऽप्रयोजकत्वाच्च ।
ટીકાર્થઃ-પતેન આનાથી = પૂર્વમાં કહ્યું કે તે પણ નિયમનું દૂષિતપણું છે આનાથી, સ્ત્રીઓને જ્ઞાનાદિનો પરમપ્રકર્ષ નથી કેમ કે પરમપ્રકર્ષપણું છે, સપ્તમનરકપૃથ્વીગમનને અનુકૂળ એવા અપુણ્યના (પાપના) પરમપ્રકર્ષની જેમ; એ પણ (અનુમાન) નિરસ્ત જાણવું.
ઉત્થાન :- આ અનુમાન પતેનાથી યદ્યપિ નિરસ્ત છે, તો પણ પ્રથમ આ પ્રકારના અનુમાનનો આકાર પણ અસંબદ્ધ છે એ બતાવવા કહે છે કે, પ્રસ્તુત અનુમાનમાં “સ્ત્રી પક્ષ છે, અને પરમપ્રકર્ષ–'રૂપ હેતુ છે, તે પક્ષમાં રહી શકતો નથી; કેમ કે તે અનુમાનનો આકાર આ રીતે પ્રાપ્ત થાય છે -
ટીકાર્થ:- “ત્રિય સ્ત્રીઓ જ્ઞાનાદિ પરમપ્રકર્ષના અભાવવાળી છે; અને તેમાં હેતુ પ્રાપ્ત થાય છે કે પરમપ્રકર્ષપણું હોવાથી. (અને) આ પ્રમાણે અર્થ કરવામાં કોના વડે શું સંગત થાય? અર્થાત્ કશું સંગત થતું નથી. કેમ કે પરમપ્રકર્ષવરૂપ હેતુ પક્ષમાં પ્રાપ્ત થતો નથી, પરંતુ પક્ષમાં સાધ્ય જ્ઞાનાદિના પરમપ્રકર્ષનો અભાવ હોવાને કારણે સાધ્યના એક દેશરૂપ પરમપ્રકર્ષમાં પરમપ્રકર્ષવરૂપ હેતુ પ્રાપ્ત થાય છે, તેમજ સાધ્યની સાથે હેતુની વ્યાપ્તિ પણ મળતી નથી. માટે આ વચનપ્રયોગ અસંબદ્ધ છે.
ઉત્થાન - પૂર્વોક્ત અનુમાનના વચનપ્રયોગની અસંગતિને દૂર કરવા પૂર્વપક્ષી અનુમાનનો આકાર બીજી રીતે કરે છે કે, જ્ઞાનાદિ પરમપ્રકર્ષ સ્ત્રીવૃત્તિ નથી, પરમપ્રકર્ષપણું હોવાથી. તેથી જ્ઞાનાદિ પરમપ્રકર્ષરૂપ પક્ષ પ્રાપ્ત થશે,
અને “સ્ત્રીવૃત્તિ સાધ્ય થશે, અને પરમપ્રકષત્વરૂપ હેતુ થશે, અને તે હેતુ જ્ઞાનાદિ પરમપ્રકર્ષરૂપ પક્ષમાં સંગત - થઈ જશે, માટે કોઈ દોષ નથી. તેથી કહે છે
ટીકાર્ય - “જ્ઞાનવિર વળી જ્ઞાનાદિ પરમપ્રકર્ષ સ્ત્રીવૃત્તિ નથી, પરમપ્રકર્ષપણું હોવાથી, આ પ્રમાણે અર્થમાં ષષ્ઠીની અર્થાત “સ્ત્રી એ ષષ્ઠી વિભક્તિની સપ્તમીના અર્થમાં લક્ષણાની આપત્તિ આવશે. અર્થાત્ સ્ત્રીઓ એ પછી વિભક્તિનો અર્થ વૃત્તિ- તો જ કરી શકાય કે ષષ્ઠી વિભક્તિની સપ્તમીના અર્થમાં લક્ષણ છે એમ માનવામાં આવે. તેથી એ રીતે અર્થ કરવામાં ષષ્ઠી વિભક્તિની સપ્તમીના અર્થમાં લક્ષણાની આપત્તિ આવશે.
ઉત્થાન - અહીં પૂર્વપક્ષી = દિગંબર, કહે કે અમે તે ષષ્ઠી વિભક્તિની સપ્તમીના અર્થમાં લક્ષણા સ્વીકારીએ છીએ, તેથી તમે આપેલ લક્ષણાની આપત્તિ અમને ઈષ્ટાપત્તિરૂપ છે. તેથી કહે છે
ટીકાર્ય - “સામ્રાચિવા સાંપ્રદાયિક સપ્તમીના અનુપાદાનનું અન્યાયપણું છે.