________________
*
* * ૦૦૧
ગાથા : ૧૫૯ . . . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા..............
(૨) અતીર્થ તીર્થના અભાવમાં સિદ્ધ થાય તે અતીર્થસિદ્ધ કહેવાય છે. તદભાવ= તીર્થનો અભાવ અનુત્પાદરૂપ કે અંતરાવ્યવચ્છેદરૂપ છે. ત્યાં બે પ્રકારે તીર્થનો અભાવ કહ્યો ત્યાં, તીર્થના અનુત્પાદમાં તીર્થ ઉત્પન્ન થયા પહેલાં સિદ્ધ થયેલા મરુદેવાદિ છે; અને તીર્થના વ્યવચ્છેદથી તીર્થનો વિચ્છેદ થયા પછી, સિદ્ધ થયેલા, સુવિધિનાથ સ્વામી આદિના અપાંતરાલમાં–આંતરામાં, જેઓ જાતિસ્મૃત્યાદિક વડે=જાતિસ્મરણઆદિ વડે, વૈરાગ્ય પામીને સંયમ ગ્રહણ કરેલા છે. ન'નrથી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે છે કે “જેનાથી તરાય તે તીર્થ કહેવાય” (તેથી) તેના અભાવમાં=તીર્થના અભાવમાં, કેવી રીતે તરણતરવાનું હોઈ શકે? તેનો ઉત્તર આપતાં કહે છે કે, બાહ્યતીર્થના અભાવમાં પણ ક્રોધ, લોભના ઉપશમરૂપ અત્યંતર તીર્થનું સત્ત્વ=વિદ્યમાનપણું (હોવાથી તરણ છે.)
અને કહ્યું છેહોષિ'નિગ્રહિત ક્રોધ હોતે છત=ક્રોધનો નિગ્રહ થયે છત, દાહનું ઉપશમન તીર્થ છે; અને નિગૃહિત લોભ હોતે છત=લોભનો નિગ્રહ થયે છતે, તૃષ્ણાનું ગુચ્છેદન=નાશ, (તીર્થ) છે.
ઈફ “ત્તિ' શબ્દ આવશ્યકનિયુક્તિના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
(૩) તથા તીર્થકરો છતે (=તીર્થકર થઇને) જેઓ સિદ્ધ થયેલા છે તે તીર્થંકરસિદ્ધ છે. (૪) સામાન્ય કેવલીઓ છતે (સામાન્ય કેવલીઓ થઈને) જેઓ સિદ્ધ થયેલા છે તે અતીર્થંકરસિદ્ધ છે. (૫) સ્વયં જ બાહ્ય પ્રત્યય =બાહ્યનિમિત્ત વિના જ પોતાના જાતિસ્મરણાદિ દ્વારા બુદ્ધો છતે =બુદ્ધ થઇને) સિદ્ધ થયેલા તે સ્વયંબુદ્ધસિદ્ધ કહેવાય છે. તેઓસ્વયંબુદ્ધસિદ્ધો તીર્થકર અને અતીર્થકર ભેદ વડે બે પ્રકારના છે. અને અહીં અતીર્થકરો વડે અધિકાર છે. (૬) પ્રત્યેક બાહ્યવૃષભાદિ કારણને આશ્રયીને બુદ્ધો છતે =બુદ્ધ થઈને) સિદ્ધ થયેલા તે પ્રત્યેકબુદ્ધસિદ્ધ છે. (૭) બુદ્ધ = ગુર્વાદિ વડે બોધ પામે છતે (=બોધ પામીને) સિદ્ધ થયેલા તે બુદ્ધબોધિતસિદ્ધ છે. (૮) સ્ત્રીનું લિંગ સીલિંગ=સીપણાનું ઉપલક્ષણ=સીપણાને જણાવનાર એ પ્રમાણે અર્થ છે. અને તે ત્રણ પ્રકારે છે. (૧) વેદ (૨) શરીરનિવૃત્તિ=શરીરરચના (૩) નેપથ્થ=વસ્ત્ર-વેશ. અને અહીં શરીરની નિવૃત્તિ વડે જ=શરીરની રચનાઓ વડે જ અધિકાર છે, વેદ-વેશવડે અધિકાર નથી. કેમ કે તે બેનું વેદ અને વેશનું મોક્ષનું અંગપણું નથી. તે કારણથી તે લિંગમાં=(ત્રીશરીરરૂપ લિંગમાં) રહેલા છતાં જેઓ સિદ્ધ થયેલા છે તેઓ સ્ત્રીલિંગસિદ્ધો છે. (૯) તથા પુરુષશરીરની રચનારૂપ પુલ્લિગમાં પુરુષલિંગમાં, રહેલા છતાં જેઓ સિદ્ધ થયેલા છે તે પુલ્લિગસિદ્ધ કહેવાય છે. (૧૦) એ પ્રમાણે નપુંસકલિંગસિદ્ધ છે. તથા (૧૧) રજોહરણાદિરૂપ સ્વલિંગમાં વ્યવસ્થિત છતે જેઓ સિદ્ધ થયેલા છે તેઓ સ્વલિંગસિદ્ધો છે. (૧૨) પરિવ્રાજકાદિ સંબંધી અન્યલિંગમાં સિદ્ધ થયેલા અન્યલિંગસિદ્ધો છે. (૧૩) ગૃહિલિંગમાં સિદ્ધ થયેલા ગૃહિલિંગસિદ્ધો મરુદેવી વગેરે છે. (૧૪) તથા એક સમયમાં એકેક જ છતે સિદ્ધ થયેલા એકસિદ્ધ છે. (૧૫) એક સમયમાં અનેક સિદ્ધ થયેલા અનેકસિદ્ધો છે.