________________
ગાથા : ૧૫૭. .
અધ્યાત્મમતપરીક્ષા .. કરતા હોય છે, તેથી તેમને ઉપશાંતમોહવાળા કહ્યા છે. તો પણ અવિરતિના આપાદક મંદકક્ષાના કષાયો તેઓને ઉદયમાં હોય છે, તેથી દેવભવમાં ચારિત્રની અનુવૃત્તિ નથી.
ટીકાર્ય - ચારિત્રાનુવૃજ્યા' અહીં સિદ્ધાંતકાર આ પ્રમાણે કહે કે, ચારિત્રની અનુવૃત્તિથી ચારિત્રની અનુવૃત્તિ સ્વીકારીને મોહના ઉદયનો અભાવ જ ત્યાં=લવસમાદિમાં, કેમ કહેવાતો નથી? અર્થાત્ કહેવાવો જોઈએ. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, ત્યાં ભવસ્વભાવ જ શરણ છે. અન્યથા=ભવસ્વભાવ શરણ ન માનો તો, તિર્યંચને દેશવિરતિ સંભળાય છે, પરંતુ તેઓને=લવસમાદિ દેવોને, નહીં; એમાં શું નિયામક છે? અર્થાત ભવસ્વભાવ વિના કોઇ નિયામક નથી.
ભાવાર્થ - અનુત્તરવાસી દેવાનું ચિત્ત વિષયોથી તદ્દન પરાક્ષુખ થઈ ગયું હોવાના કારણે મહાસંયમીની જેમ કેવલ તત્ત્વચિંતનમાં તેઓનું ચિત્ત વર્તે છે. તેથી ત્યાં ચારિત્રની અનુવૃત્તિ સ્વીકારીને મોહના ઉદયનો અભાવ જ મુનિની જેમ કહેવો ઉચિત છે, એ પ્રકારનો સિદ્ધાંતકારનો આશય છે. તેને ગ્રંથકાર કહે છે ત્યાં ભવસ્વભાવ જ શરણ છે. કહેવાનો ભાવ એ છે કે, દેવભવનો સ્વભાવ જ એવો છે કે આટલું ઉત્તમ ચિત્ત હોવા છતાં અવિરતિનું આપાદક એવું અપ્રત્યાખ્યાનાવરણીય કર્મ મંદ એવું પણ દેવભવમાં વર્તે છે, તે ભવસ્વભાવને કારણે છે. જો તેવું ઉપશાંત ચિત્ત મનુષ્યભવમાં હોય તો વિરતિની પરિણતિ અવશ્ય થાય. અને દેવભવમાં ભવસ્વભાવ જ શરણ છે તેની પુષ્ટિ
કરતાં કહે છે કે, જો ભવસ્વભાવ શરણ ન માનો તો તિર્યંચને દેશવિરતિ સંભળાય છે પણ દેવોને નહીં, તેમાં કોણ ; નિયામક છે? અર્થાત્ ભવસ્વભાવ વિના કોઈ નિયામક નથી.
ટીકા - સરળતનાવથીનાં તત્ર વિં પત્નન્ ?' કૃતિ – ? અવધિમાં રવિઝિ૬, ૨ ચૈતાવતા काचन हानिरस्ति, न हि प्रयोजनक्षतिभिया सामग्री कार्यं नार्जयति, स्वभावस्तु तासामक्षत एव, विषयोपनिपाताभावमात्रेणैव व्यक्तीनामजननात्, अन्यथा प्रागिव परिणामविवर्तानजनयन् सिद्धोऽपि नूनं निःस्वभावः स्यात् । 'ऋजुसूत्रनयेन प्रतिक्षणं शुद्धपरिणामान् जनयत्येवासाविति चेत् ? तर्हि तन्नयेनैव पूर्वपूर्वक्षणापन्नास्ता अपि उत्तरोत्तरक्षणाक्रान्तास्ता जनयन्तीति तुल्यम् । 'प्राक्तनफलं न जनयन्तीति चेत् ? प्राक्तनं फलमसावपि न जनयतीति तुल्यम् !
ટીકાર્ય -વરલાનવિ' અહીં સિદ્ધાંતકાર આ પ્રમાણે કહે કે, ચરણદાનાદિલબ્ધિઓનું ત્યાં=સિદ્ધમાં, શું ફળ છે? તો તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, તમને અભિમત કાંઇ ફળ નથી અને એટલા માત્રથી કોઈ હાનિ નથી. કેમકે પ્રયોજનંતિના ભયથી સામગ્રી કાર્યને પેદા કરતી નથી એવું નથી. વળી સ્વભાવ તેઓનો= ચરણદાનાદિ લબ્ધિઓનો, અક્ષત જ છે.
ઉત્થાન :-અહીં પ્રશ્ન થાય કે ચરણદાનાદિલબ્ધિઓ પોતાનું કાર્ય કરતી નહીં હોવા છતાં તેઓનો સ્વભાવ અક્ષત કેમ છે? તેથી કહે છે -
B-૧૫