________________
ગાથા : ૧૫૩ . . . . • • • • • • અધ્યાત્મમત પરીક્ષા.
•. . . . . .૭૮૫ અવિરતિના પરિણામથી જ ચારિત્રનાશનો સંભવ હોવાથી સહભૂત એવા પ્રતિજ્ઞાવિષયકૃત કાલનાશનું અન્યથાસિદ્ધપણું હોવાને કારણે તન્નાશકપણાનો ચારિત્રનાશકપણાનો, અયોગ છે. ‘કન્યથા'-'વાચા'=પ્રતિજ્ઞાના વિષયીકૃત કાલના નાશથી ચારિત્રનો નાશ માનો તો, સમ્યક્તની પ્રતિજ્ઞાના વિષયીભૂત થાવજીવન અવધિક કાલના નાશથી પરભવમાં સમ્યક્તની પણ અનુવૃત્તિ નહીં થાય. તેના સમાધાનરૂપે સિદ્ધાંતી આ પ્રમાણે કહે કે, સમ્યક્તના અભિવ્યંજક આચારવિશેષનો જ આ કાળપ્રતિજ્ઞાનો વિષય કરાય છે. (તથી જન્માંતરમાં સમ્યક્તના આચારનું પાલન નહીં હોવા છતાં પરભવમાં સમ્યક્તની અનુવૃત્તિ હોઈ શકે છે.) તેના ઉત્તરરૂપે સાંપ્રદાયિક કહે છે કે, તો પછી ચારિત્ર અભિવ્યંજક આચારવિશેષનો જ કાળ પ્રતિજ્ઞાનો વિષય કરાય છે. તેથી સિદ્ધમાં ચારિત્રના આચારનું પાલન નહીં હોવા છતાં ચારિત્રની અનુવૃત્તિ હોઇ શકે છે.) એ પ્રમાણે તુલ્ય છે.
ભાવાર્થ-પૂર્વમાં ગ્રંથકારે કહ્યું કે, સાંપ્રદાયિકમત બિલકુલછોડી શકાય તેમ નથી. ત્યાં સિદ્ધાંતકાર કહે છે કે, આ મત યુક્ત નથી; કેમ કે પ્રતિજ્ઞા જાવજીવની કરાયેલી છે, અને તે કાળ પૂરો થઈ જવાથી ચારિત્રનો નાશ થાય છે, તેથી સિદ્ધમાં ચારિત્ર માની શકાય નહીં. તેને ગ્રંથકાર કહે છે કે એમ કહેવું યુક્ત નથી, કેમ કે ચારિત્રનો નાશ પરભવમાં આવનાર અવિરતિના પરિણામથી જ થાય છે, અને પ્રતિજ્ઞાના કાળનો નાશ પરભવમાં આવનાર અવિરતિના પરિણામની સહભૂત છે, તેથી અન્યથાસિદ્ધ છે.
કહેવાનો આશય એ છે કે, જેમ ઘટ પ્રતિ દંડ કારણ છે, અને દંડત્વ ઘટની સાથે સહભૂત છે તેથી તે ઘટના - કારણરૂપે સિદ્ધ નથી પરંતુ અન્યથાસિદ્ધ છે; તેમ ચારિત્રના નાશનું કારણ બીજા ભવમાં પ્રાપ્ત થતો અવિરતિનો પરિણામ જ છે, અને તે પરિણામની સાથે સહભૂત એવો પ્રતિજ્ઞાના કાળનો નાશ તે ચારિત્રનો નાશક નથી; તેથી મોક્ષમાં પ્રતિજ્ઞાના કાળનો નાશ હોવા છતાં અવિરતિનો પરિણામ નહીં હોવાને કારણે ચારિત્રનો સંભવ છે, જયારે અન્ય દેવાદિ ભવમાં અવિરતિના પરિણામને કારણે ચારિત્રનો નાશ થાય છે. અને તેની પુષ્ટિ કરતાં કહે છે કે, જો એવું ન માનો તો સમ્યક્તની પ્રતિજ્ઞા પણ માવજીવ અવધિક સુધી ગ્રહણ કરાય છે, તેથી તેના વિષયભૂત કાળનો નાશ થવાથી બીજા ભવમાં સમ્યક્તની પણ અનુવૃત્તિ થઈ શકશે નહીં. તેથી જેમ સમ્યક્તયાવજીવ અવધિવાળું હોવા છતાં પરભવમાં સાથે જઈ શકે છે, તેમ ચારિત્ર પણ માવજીવ અવધિવાળું હોવા છતાં સિદ્ધાવસ્થામાં સાથે જઈ શકે છે. - અહીં સિદ્ધાંતકાર કહે છે કે, સમ્યક્તના અભિવ્યંજક એવા આચારવિશેષનો જ માવજીવ એ પ્રતિજ્ઞાનો કાળ છે, તેથી પ્રતિજ્ઞાનો કાળ પૂરો થયા પછી પણ પરભવમાં સમ્યક્ત આવી શકે છે. તો ગ્રંથકાર કહે છે કે, ચારિત્રના અભિવ્યંજક એવા આચારવિશેષનો જ આ પ્રતિજ્ઞાનો કાળ છે, તેથી સિંદ્ધાવસ્થામાં ચારિત્ર અનુવૃત્તિરૂપે આવી શકે છે. - આનાથી એ કહેવું છે કે, સમ્યક્ત એ જીવના પરિણામરૂપ છે અને સમ્યક્તની પ્રતિજ્ઞા દર્શનાચારના સેવનની હોય છે; અને આથી જ પ્રતિજ્ઞા કરનાર આત્મા સુદેવ, સુગુરુ અને સુધર્મને છોડીને અન્યની રુચિ ન થાય તદર્થક અન્યદેવાદિને નમસ્કાર કરતા નથી. અને તે સમ્યક્તનો આચાર જીવના પરિણામરૂપ સમ્યક્તનો અભિવ્યંજક છે, તેથી પ્રતિજ્ઞા પૂરી થવા છતાં અંતરંગ જીવની વિશુદ્ધિ વિદ્યમાન હોય તો પરભવમાં સમ્યક્ત સાથે જઈ શકે છે. તે જ રીતે ભગવદ્ વચનાનુસાર ચારિત્રની આચરણાઓ એ પ્રતિજ્ઞાનો વિષય છે, અને જીવના