________________
૬૯૨.
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૧૪૫ બળથી સંસારીજીવોને ચારિત્રી કહેવાતા નથી, અને તેમ કહેવાતા હોય તો નિગોદના જીવોમાં પણ લબ્ધિરૂપે અનંતવીર્ય છે, તેના બળથી તેઓને ચારિત્રી માનવાનો પ્રસંગ આવે.
અહીં વિશેષ એ છે કે ૧૩મા ગુણસ્થાનક સુધી મન-વચન અને કાયાના યોગોના પ્રવર્તનથી વ્યાવૃત વીર્ય છે, અને તે કરણવીર્યરૂપ છે. તે કરણવીર્ય મન-વચન અને કાયાના પુદ્ગલોથી પ્રવર્તે છે. તે વીર્ય જ્યારે ઔદયિકભાવમાં પ્રવર્તે છે ત્યારે અચારિત્ર પરિણામરૂપ છે, અને તે જ મન-વચન અને કાયાથી પ્રવર્તતું વીર્ય મૂળગુણોમાં સ્થિરભાવને અનુકૂળ યત્નરૂપ વર્તે છે, ત્યારે ચારિત્ર પરિણામરૂપ છે. અને ૧૩મા ગુણસ્થાનકને અંતે મન-વચન અને કાયાના વ્યાપારના નિરોધને અનુકૂળ જીવમાં યત્ન પ્રાદુર્ભાવ થાય છે, તેનાથી ૧૪મા ગુણસ્થાનકમાં તે યોગોનો નિરોધ થાય છે, તે વખતે જે વીર્ય અત્યાર સુધી પૌદ્ગલિક ભાવમાં પ્રવર્તતું હતું તેમાંથી નિવૃત્ત થવાના યત્ન સ્વરૂપ થયું; તેથી તે ચારિત્રરૂપ છે; અને તે વીર્ય ચેષ્ટારૂપ નહિ હોવાથી લબ્ધિરૂપ છે. અને સંસારવર્તી જીવોમાં અનંતવીર્ય લબ્ધિરૂપે છે તે કર્મથી આવૃત હોવાથી અવ્યાવૃત છે, તેથી તે ચારિત્રરૂપ નથી. જ્યારે ૧૪મા ગુણસ્થાનકમાં તે વીર્યને અવરોધ કરવાનો જીવમાં યત્ન પેદા થયેલો છે, તેનાથી મન-વચન અને કાયાના યોગો અવ્યાવૃત થવાથી ત્રિગુપ્તિનું સામ્રાજ્ય ત્યાં પ્રાપ્ત થાય છે, તે નિવૃત્તિના પ્રયત્નરૂપ લબ્ધિવીર્ય છે; માટે તે ચારિત્રસ્વરૂપ છે.
શૈલેશી અવસ્થામાં કરણવીર્ય નથી અને લબ્ધિવીર્ય છે, તેમાં સાક્ષી આપે છે –
=
ટીકાર્ય :- ‘ચાર્જમ્’ જે કારણથી આર્ષ આ પ્રમાણે છે – ત્યાં જેઓ શૈલેશી અવસ્થાને પામેલા છે તેઓ લબ્ધિવીર્ય વડે સવીર્ય હોય છે, કરણવીર્યની અપેક્ષાએ અવીર્ય હોય છે.
* ‘ત્તિ’ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
‘અત વ’ આ જ કારણથી = પૂર્વમાં કહ્યું કે શૈલેશીમાં લબ્ધિવીર્યનું અબાધિતપણું છે આ જ કારણથી, તેઓને = શૈલેશી અવસ્થાવાળા જીવોને, સર્વસંવર ઘટે છે.
ભાવાર્થ :- સર્વથા વીર્ય ન હોય તો સર્વસંવરભાવ પેદા થઇ શકે નહિ; કેમ કે કર્મક્ષયને અનુકૂળ મહાયત્ન સ્વરૂપ સર્વસંવર પદાર્થ છે, અને ૧૪મા ગુણસ્થાનકમાં જે લબ્ધિવીર્ય છે તે જીવના મહાયત્નસ્વરૂપ છે. તે આ રીતે –
સંસા૨વર્તી જીવ ઔદારિકશરી૨ અને કાર્યણશરીર સાથે સંબંધ ધરાવે છે, તેના કારણે સહજ રીતે સંસારીજીવમાં ચલસ્વભાવતા પ્રાપ્ત થાય છે; અને શૈલેશી અવસ્થામાં તે ચલસ્વભાવના અવરોધ માટેનો મહાયત્ન વર્તતો હોય છે, તેથી વીર્યંતરાયકર્મના ક્ષયથી પ્રાદુર્ભાવ થયેલું વીર્ય પુદ્ગલમાં પ્રવર્તતું બંધ થાય છે, અને જીવમાં લબ્ધિરૂપે તે વીર્ય પ્રાપ્ત થાય છે; તેથી ત્યાં સર્વસંવરભાવ પ્રાદુર્ભાવ થાય છે. તેમાં સાક્ષીપાઠ આપતાં કહે છે –
-
ટીકાર્ય :- ‘૩ń ચ’- અને કહ્યું છે – અયોગી કેવલીઓમાં જ સર્વસંવર માન્ય છે. એથી કરીને શૈલેશી અવસ્થાના ચરમ સમયમાં સકળ કર્મપ્રકૃતિનો ક્ષય થયે છતે જ કર્મ અને નોકર્મનો કાર્ત્યથી = સંપૂર્ણતઃ, સંવર છે; અને આ જ = સંપૂર્ણતઃ સંવરરૂપ જ નૈશ્ચયિક ધર્મ, અધર્મના ક્ષયનો હેતુ છે, એ પ્રમાણે કહેવાય છે.