________________
૬૮. . .
...... અધ્યાત્મમત પરીક્ષા .....
.::::::'. . . . . . . . . . . . . .ગાથા : ૧૪૩ एवं विहाण वि इहं चरणं दिलृ तिलोगनाहेहिं । जोगाण थिरो भावो जम्हा एएसि सुद्धो उ॥१॥
अथिरो अ होइ भावो इयरो सहकारिवसेण ण पुण तं हणई । जलणा जायइ उहं वजं ण य चयइ तत्तंपि ॥२॥ [પરાશ ૨૭/૪-૪૬ ] ; પંચાશકની ગાથામાં ગથિ હો માવો' પાઠ છે ત્યાં પંચાશક ગ્રંથમાં થોડો ફો' એ પ્રમાણે પાઠ છે, એ મુજબ અમે અહીં અર્થ કરેલ છે.
ટીકાર્ય -“શે' જે પંચમઆરાવર્તી વક્ર-જડ સાધુઓ, નિષ્કારણ જ કુટિલતા આચરે છે, અને જે ચંડરુદ્રાચાર્ય વગેરે નિષ્કારણ કોપ કરે છે, તેઓને માયા અને ક્રોધ પ્રશસ્તરાગથી અપ્રવૃત્ત હોવાને કારણે શુભ નથી. એથી કરીને શુભોપયોગ (તેઓને) હોતો નથી. તેના = શુભોપયોગના, અનવકાશમાં શુદ્ધોપયોગ પણ દૂર જ છે. એથી કરીને તેઓને ચારિત્રની વાત પણ ક્યાંથી હોય? વળી, યોગસ્થર્યરૂપ ચારિત્રના સ્વીકારમાં કાંઈ અનુપપન્ન નથી, કેમ કે સંજવલન માયા અને કોપ વડે તેના = ચારિત્રના, અતિચારકરણમાં પણ મૂલથી અનપાય છે. • •
ભાવાર્થ - પાંચમા આરામાં રહેલ વક્ર અને જડ સાધુઓની કુટિલ આચરણા છે તે માયારૂપ છે, અને ચંડરુદ્રાચાર્ય વગેરેનો જે કોપ છે તે બંને નિષ્કારણ હોવાના કારણે પ્રશસ્ત રાગથી અપ્રવૃત્ત છે, માટે તે માયા અને ક્રોધમાં પ્રશસ્ત રાગથી અપ્રવૃત્તપણું હોવાથી તે માયા અને ક્રોધ શુભ નથી. તેથી તેમને શુભોપયોગ નથી અને તેના અનવકાશમાં શુદ્ધોપયોગ પણ દૂર જ છે, માટે તેઓને ચારિત્ર નથી એ પ્રાપ્ત થશે; અને ભગવાને તેમને ચારિત્ર કહેલ છે. વળી તેઓને ચારિત્ર ન માનીએ તો વક્ર-જડ સાધુઓથી તીર્થ ચાલે છે તેના ઉચ્છેદની પ્રાપ્તિ થશે. માટે યોગસ્થર્યરૂપ ચારિત્ર સ્વીકારવામાં કાંઈ અનુપપન્ન નથી, અર્થાત્ સ્વસિદ્ધાંત (શ્વેતાંબર સંપ્રદાય) જે તેમનામાં ચારિત્ર સ્વીકારે છે તે સંગત થઈ જાય છે. કેમ કે સંજ્વલન માયા અને ક્રોધ દ્વારા ચારિત્રના અતિચારકરણમાં પણ મૂલથી ચારિત્રનો નાશ થતો નથી, માટે તેઓમાં સાતિચાર ચારિત્ર સંગત થાય છે.
પૂર્વમાં કહ્યું કે સંજવલન માયા અને ક્રોધદ્વારા ચારિત્રના અતિચારકરણમાં પણ ચારિત્રનો મૂલથી નાશ થતો નથી, તેમાં સાક્ષી આપે છે – ટીકાર્ય - “લામ:' જે આગમ આ પ્રમાણે છે – સર્વ પણ અતિચારો સંજવલનના ઉદયથી થાય છે, અને બાર કષાયોના ઉદયથી મૂલચ્છેદ્ય અતિચાર થાય છે, અર્થાત્ સંયમનો નાશ કરે તેવા અતિચાર થાય છે. અહીં મૂલ” નામનું આઠમું પ્રાયશ્ચિત્ત છે તેના વડે જે અપરાધ દૂર કરાયતે મૂલછેદ્ય કહેવાય છે, અર્થાત્ ભૂલનામના પ્રાયશ્ચિત્તથી તે અપરાધ દૂર કરીને ફરી સંયમની પ્રાપ્તિ થાય છે.
; “વારસદંવાલાયા' પછી ‘યતઃ' અધ્યાહાર છે.
‘ત્તિ' ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
एवं विधानामपीह चरणं दृष्टं त्रिलोकनाथैः । योगानां स्थिरो भावो यस्मादेतेषां शुद्धस्तु॥ अस्थिरश्च भवति भावः सहकारिवशेन न पुनस्तं हन्ति । ज्वलनाज्जायत उष्णं वजं न च त्यजति तत्त्वमपि ॥