SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ 9 . . . . . . • • • • • • • • • • • અધ્યાત્મમત પરીક્ષા .. . . . . . . ગાથા : ૧૩૩ થી ૧૪૧ માનનાર સંપ્રદાયપક્ષીને જેમ સમ્યક્ત અને જ્ઞાન અભિમત છે તેમ ચારિત્ર અભિમત છે. તેથી સંપ્રદાયપક્ષી કહે છે કે પ્રકર્ષપ્રાપ્ત જ્ઞાન જ ચારિત્ર છે એ પ્રકારની પ્રાપ્તિના બળથી જો સિદ્ધમાં ચારિત્રનો અભાવ સિદ્ધ કરી શકો તો, રુચિરૂપતાને પામેલ જ્ઞાન જ સમ્યગ્દર્શન છે એ પ્રકારની પ્રાપ્તિના કારણે, સમ્યગ્દર્શન અને જ્ઞાન એક થાય છે, તેથી સિદ્ધમાં જ્ઞાનથી પૃથફભૂત સમ્યગ્દર્શનના અભાવની પ્રાપ્તિ થાય. અને તેના સમાધાનરૂપે સિદ્ધાંતપક્ષી કહે કે, કથંચિત્ જ્ઞાન અને સમ્યગ્દર્શન એક હોવા છતાં, કાર્ય-કારણના વિભાગથી સમ્યક્ત અને જ્ઞાનમાં ભેદ છે, માટે કોઈ દોષ નથી. તો સંપ્રદાયપક્ષી પણ કહે છે કે એ જ રીતે ચારિત્ર અને જ્ઞાનમાં પણ ભેદ છે, માટે કોઈ દોષ નથી. ટીકાર્ય - “તમા’ તે કારણથી =પૂર્વમાં કહ્યું કે પ્રકર્ષપ્રાપ્ત જ્ઞાન જ ચારિત્ર છે એ પ્રમાણે પ્રાપ્ત થયું; અને “આ એમ જ છે એમ કહ્યું તે કારણથી, અમે જ્ઞાન-દર્શન અને ચારિત્રના અત્યંત ભેદને સહન કરતા નથી. પરંતુ કથંચિત ભેદ હોવા છતાં કથંચિત અભેદ માનીએ છીએ.) “ ફર - અને કહ્યું છે- મોહના ત્યાગથી જે આત્મામાં આત્માને આત્માથી જાણે છે, તે જ = તેનું આ જાણવું તે જ, તેનું ચારિત્ર છે, તે જ જ્ઞાન, તે જ દર્શન છે. નોહત્યા મોહત્યાગ થયો હોવાથી તે જ = આત્મજ્ઞાન જ, અનાશ્રવરૂપપણું હોવાથી આત્માનું ચારિત્ર છે, બોધરૂપ હોવાથી તે જ (તેનું) જ્ઞાન છે અને શ્રદ્ધાનરૂપ હોવાથી તે જ (તેનું) દર્શન છે. દી; “તિ’ શબ્દ ઉદ્ધરણના કથનની સમાપ્તિ સૂચક છે. ભાવાર્થ યોગશાસ્ત્રનો સાક્ષીપાઠ “વથી કહ્યો તેનો ભાવ એ છે કે, જે વ્યક્તિ મોહના ત્યાગથી આત્મામાં = આત્મારૂપ અધિકરણમાં, આત્માને = પોતાના સ્વરૂપને, આત્મા દ્વારા = સ્વપ્રયત્નાત્મક આત્મારૂપ કરણ દ્વારા, વેદન કરે છે; તે જ = મોહના ત્યાગથી તે વેદનરૂપ આત્મજ્ઞાન જ, તેનું ચારિત્ર છે; કેમ કે અનાશ્રવરૂપ છે, અને તે જ તેનું જ્ઞાન છે કેમ કે બોધ (સંવેદન)રૂપ છે અને તે જ તેનું દર્શન છે કેમ કે શ્રદ્ધાનરૂપ છે. અર્થાત્ આ પ્રકારનું વેદન જ જીવ માટે તત્ત્વસ્વરૂપ છે એ પ્રકારના નિર્ણયરૂપ શ્રદ્ધા છે. ટીકાર્ય - “મેવ આ જ અભિપ્રાયને કરીને યોગશાસ્ત્રના અગિયારમા પ્રકાશના વિવરણમાં પણ કહ્યું છે - તે કારણથી અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ અને વીર્યમયસ્વરૂપ મોક્ષ સર્વપ્રમાણસિદ્ધ યુક્ત છે. ક રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. ભાવાર્થ - પૂર્વમાં સંપ્રદાયપક્ષીએ કહ્યું કે જ્ઞાન, દર્શન અને ચારિત્રના અત્યંત ભેદને અમે સહન કરતા નથી. તેનાથી એ પ્રાપ્ત થયું કે જ્ઞાન, દર્શન અને ચારિત્રનો કથંચિત ભેદ હોવા છતાં કથંચિત્ અભેદને માનીએ છીએ. અને કથંચિત્ અભેદ છે એ બતાવવા માટે જ યોગશાસ્ત્રના ૧૧મા પ્રકાશની સાક્ષી – “તમાનBIનતિનરાત્રિભુવીર્યમય સ્વરૂપ મોક્ષ સર્વપ્રમાસિદ્ધ યુ: આપે છે. તેનો અર્થ આ પ્રમાણે છે - “તમે શબ્દ તે વિવરણના પૂર્વકથનની સાથે સંબંધ ધરાવે છે. “અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખ, અનંત વીર્યમયસ્વરૂપે મોક્ષ સર્વપ્રમાણસિદ્ધ યુક્ત છે.” આ કથનમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્યનું પૃથફ
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy