________________
૬૬૨
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા : ૧૩૩ થી ૧૪૧ ભાવાર્થ :- ‘ગ્રંથ માં મૂ’થી ગાથા - ૧૩૮ની અવતરણિકા ટીકામાં કહી ત્યાં સિદ્ધાંતપક્ષીએ કહ્યું કે, ચારિત્રને ભલે બાહ્યક્રિયારૂપ ન માનો પણ અત્યંતરક્રિયારૂપ માનો તો પણ, અત્યંતરક્રિયારૂપ ચારિત્ર સિદ્ધમાં નથી એમ કહ્યું ત્યાં યોગાદિને અત્યંતરક્રિયાના હેતુરૂપ કહ્યા, અને ‘દ્રિયા હજુ યોપાધ્યા’ અહીં ક્રિયાને યોગરૂપ કહી. તેનું તાત્પર્ય એ છે કે, જેમ વસ્તુના ચિંતવનસ્વરૂપ દ્રવ્યમનથી તથાવિધ ક્ષયોપશમરૂપ જીવના પરિણામરૂપ ભાવમન પેદા થાય છે, તેમ મન-વચન-કાયાના યોગોના પ્રવર્તનથી જીવની અંદર તથાવિધ ચેષ્ટા પેદા થાય છે, અને તે ચેષ્ટા અત્યંતરક્રિયારૂપ છે એ ભાવયોગ સ્વરૂપ છે. અને તેના કારણીભૂત મન-વચન-કાયાની જે ચેષ્ટા છે તે દ્રવ્યયોગસ્વરૂપ છે અને તે દ્રવ્યયોગ હેતુરૂપ છે. તેથી અત્યંતરક્રિયાના હેતુરૂપ યોગને કહ્યા, અને ‘યિા હજુ યોધ્યા' – કહી ત્યાં ક્રિયા જીવના પરિણામરૂપ ગ્રહણ કરવાની છે. અને તે ભગવાનને પણ ઔદયિકી છે એમ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, શરીર શબ્દથી આખું શરીર ગ્રહણ કરવાનું છે, જેની અંતર્ભૂત વચનશક્તિ અને મનશક્તિ પણ ગ્રહણ થાય છે. અને તે શરીરનામકર્મના ઉદયથી જીવ મન-વચન-કાયામાં પ્રવર્તે છે. અને તેનાથી જ તથાવિધ અત્યંતરક્રિયા જીવમાં વર્તે છે. માટેતે ક્રિયા ઔદયિકી છે તેથી તે ચારિત્રરૂપ કહી શકાય નહિ. કેમ કે ચારિત્ર તો ચારિત્રમોહનીયકર્મના ક્ષયથી પેદા થનારો જીવનો પરિણામ છે.
ઉત્થાન :- અહીં પૂર્વપક્ષી(સિદ્ધાંતપક્ષી) કહે કે અત્યંતરક્રિયારૂપ ચારિત્ર છે અને તેને શરીરનામકર્મના ઉદયની અને ચારિત્રમોહનીયકર્મના ક્ષયની પણ અપેક્ષા છે, તેથી જ તે અત્યંતરક્રિયારૂપ ચારિત્ર સિદ્ધમાં નથી. તેથી સંપ્રદાયપક્ષી કહે છે –
ટીકાર્ય :- ‘ન હિ યલેવ’ જે ક્ષાયિક છે તે ઔદયિક છે એ પ્રમાણે સંભવતું નથી.
ભાવાર્થ :- સિદ્ધાંતપક્ષી અત્યંતરક્રિયારૂપ ચારિત્ર માનીને એમ કહે છે કે ચારિત્ર ક્રિયારૂપ છે તેથી શરીરનામકર્મના ઉદયથી પેદા થનાર છે, અને સંસારની પ્રવૃત્તિ કરતાં જુદી જ નિર્જરાને અનુકૂળ પ્રવૃત્તિરૂપ છે તેથી તે ચારિત્રમોહનીયના ક્ષયથી પણ થયેલ છે. તેથી સંપ્રદાયપક્ષી કહે છે કે જે ક્ષાયિક હોય તે ઔદયિક ન હોય માટે સિદ્ધાંતપક્ષને માન્ય એવું અત્યંતરક્રિયારૂપ ચારિત્ર નથી.
ટીકાર્ય :- ‘વં’ એ જ રીતે ક્ષાયોપશમિક અને ઔપશમિકમાં પણ જાણવું.
ભાવાર્થ :- જેમ ક્ષાયિક ચારિત્ર એ અત્યંતરક્રિયારૂપ નથી, કેમ કે જે ક્ષાયિક હોય તે ઔદયિક ન હોઇ શકે; એ જ રીતે ક્ષાયોપશમિક અને ઔપશમિકરૂપ ચારિત્ર છે તે પણ ઔયિક નથી, તેથી અત્યંતરક્રિયારૂપ નથી.
ટીકાર્ય :- ‘તેન’ તેનાથી = જે ક્ષાયિક, ક્ષાયોપશમિક અને ઔપશમિક ચારિત્ર છે તે ઔદિયક નથી, તેથી અત્યંતરક્રિયારૂપ નથી. તેનાથી, જણાય છે કે ક્રિયા તાત્ત્વિક ચારિત્રલક્ષણને નહિ પ્રાપ્ત કરતી, અને ચારિત્રના વ્યવહારને પેદા કરતી, તટસ્થપણું હોવાને કારણે જ ભાવિ અને ભૂત ચારિત્રને ઉપકારક હોવાથી દ્રવ્યચારિત્ર જ છે. વળી, અત્યંતરચારિત્ર અનવલિક્ષ સ્વપરિણામ જ છે = જીવનો પરિણામ જ છે.