________________
୪୪୪
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૯૪
ઘણી પાપપ્રકૃતિઓ ઉદયાવલિકામાં પ્રાપ્ત થાય છે, તો પણ તે પાપપ્રકૃતિઓ હણાયેલા રસવાળી હોવાથી અધિક પીડા કરતી નથી. આનાથી એ ફલિત થયું કે ઉદયમાન કર્મના જથ્થામાત્રથી ફલવિશેષ નથી, પરંતુ ઉદયમાન કર્મના જથ્થામાં વર્તતા ૨સવિશેષથી જ ફલવિશેષ થાય છે. તેથી ભગવાનને અશાતાવેદનીયકર્મમાં ક્ષુધાજનક રસ હોવાને કારણે ક્ષુધા લાગે છે, તેમ સ્વીકારવામાં કોઇ દોષ નથી.
टीst :- परे पुनः प्रबलपुण्योदयाभिभूतत्वमेव पापप्रकृतीनां दग्धरज्जुस्थानिकत्वमनुमन्यन्ते तदप्यसत् यतो बलवत्सजातीयसंवलनं ह्यभिभवो, बलवत्त्वं चात्र न स्वविपाकप्रतिपन्थ्यधिकतरविपाकत्वं, चक्रवर्त्यादीनामपि क्षुद्वेदनीयाद्यभिभवप्रसङ्गात्। नापि काष्ठाप्राप्तप्रकर्षविपाकवत्त्वं, पुण्यविपाकात्यन्तोत्कर्षस्य पापविपाकात्यन्तापकर्षाऽव्याप्तत्वात्, अन्यथा पापप्रकृतेरप्यत्यन्तापकर्षप्रसङ्गात्, तादृशाभिभवस्य तत्कार्याऽप्रतिपन्थित्वाच्च ।
ટીકાર્થ :- ‘પરે ’ – વળી બીજાઓ પાપપ્રકૃતિઓનું પ્રબલ પુણ્યના ઉદયથી અભિભૂતપણું જ દગ્દરજ્જુસ્થાનિકત્વ માને છે તે પણ અસત્ છે, જે કારણથી બલવાન સજાતીયમાં સંવલન જ અભિભવ છે. અને અહીં=‘પરે’ કહ્યું કે પાપપ્રકૃતિઓનું પ્રબળ પુણ્યના ઉદયથી અભિભૂતપણું જ દગ્દરજ્જુસ્થાનિકત્વ છે તેમાં, બલવાનપણું ‘સ્વવિપાકપ્રતિપંથી અધિકતરવિપાકપણું' કહી શકાશે નહિ. તેમાં હેતુ કહે છે- ચક્રવર્ત્યાદિઓને પણ ક્ષુર્વેદનીયાદિના અભિભવનો પ્રસંગ આવશે. ચક્રવર્ત્યાદિના ક્ષુધાવેદનીયના અભિભવના પ્રસંગને કારણે પૂર્વપક્ષી બલવત્ત્વનો બીજો અર્થ ગ્રહણ કરીને કહે, તેથી ગ્રંથકાર કહે છે
‘નાપિ’ કાષ્ઠાપ્રાપ્ત પ્રકર્ષવિપાકવત્ત્વરૂપ બલવત્ત્વ પણ (અહીં) ગ્રહણ કરી શકાશે નહિ. તેમાં હેતુ કહે છે‘પુછ્ય’ – પુણ્યવિપાકના અત્યંત ઉત્કર્ષનું પાપવિપાકના અત્યંત અપકર્ષ સાથે અવ્યાપ્તપણું છે. ‘અન્યથા’=આવું ન માનો તો=પુણ્યવિપાકના અત્યંત ઉત્કર્ષની સાથે પાપવિપાકનો અત્યંત અપકર્ષ માનો તો, પાપપ્રકૃતિના પણ અત્યંત અપકર્ષનો પ્રસંગ આવશે. અને તાદૅશઅભિભવનું=પૂર્વમાં કહ્યું કે કાષ્ઠાપ્રાપ્ત પ્રકર્ષવિપાકવત્ત્વરૂપ બલવત્ત્વ છે અને તેવા બલવાન સજાતીય પ્રકૃતિનું સંવલન અભિભવ છે તેવા પ્રકારના અભિભવનું, તત્કાર્યઅપ્રતિપંથીપણું છે=ક્ષુર્વેદનીયકર્મના કાર્યનું અપ્રતિપંથીપણું છે.
ભાવાર્થ :- બલવત્ સજાતીયનું સંવલન=એકઠા થવું તે, અભિભવ છે તેમ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે બલવાન સજાતીય પ્રકૃતિ જે વખતે એકઠી થયેલી હોય ત્યારે તેનાથી નિર્બલ એવી પાપપ્રકૃતિઓ દબાઇ જાય છે તે રૂપ અભિભવ કહી શકાય, અને અહીંયાં ‘રે’- કહ્યું કે પ્રબળ પુણ્યના ઉદયથી અભિભૂતપણું એ જ દગ્દરજ્જુસ્થાનિકપણું છે, ત્યાં બલવત્ત્વ સ્વવિપાકપ્રતિપંથી અધિકતરવિપાકત્વરૂપ કહી શકાશે નહિ એમ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, સ્વક્ષુદ્વંદનીય, તેના વિપાકની પ્રતિપંથી એવી શાતાવેદનીય તેના, અધિકતરવિપાકત્વરૂપ બલવત્ત્વ ગ્રહણ કરવામાં આવે તો, ચક્રવર્તી આદિમાં પણ શાતાનો ઘણો વિપાક હોય છે તેથી, તેવા બલવાન સજાતીય પ્રકૃતિના એકઠા થવાથી ક્ષુદ્વેદનીયનો અભિભવ ચક્રવર્તીઆદિમાં પણ માનવો પડે; તેથી તેવું બલવત્ત્વ અહીં ગ્રહણ થાય નહિ.