________________
૪oo. અધ્યાત્મમતપરીક્ષા
ગાથા -૮૧-૮૨ મનોવૃત્તિ પણ ન હોય. જેમ તપસ્વીને ભૂખ લાગી હોય ત્યારે પેટ ખાલી હોય છે અને અશાતાવેદનીયનો ઉદય હોય છે પરંતુ આહારસંજ્ઞા નથી. અને કોઈ સંયમીને પેટ ખાલી હોય, કુંદનીયકર્મનો ઉદય હોય અને મારા સંયમની વૃદ્ધિ માટે આહાર ગ્રહણ કરવો જરૂરી છે, એ પ્રમાણે મતિ હોય; પરંતુ આહારના વિષયમાં અનવરત ચિતન ન હોય, ત્યારે સંયમને અનુકૂળ એવી ભિક્ષાગ્રહણની પ્રવૃત્તિ હોવા છતાં ત્યાં આહાર સંજ્ઞા હોતી નથી. અને જે જીવને ભૂખ લાગી હોય અને તેના કારણે આહારગ્રહણની મતિ હોય અને આહારવિષયક સતત ચિંતવન ચાલતું હોય ત્યારે આહાર સંજ્ઞા પ્રગટ થાય છે, જે સામાન્ય સંસારીજીવોને દેખાય છે.
અહીં મતિનો અર્થ કરતાં કહ્યું કે આહારશ્રવણાદિથી મતિ થાય છે, તેનો ભાવ એ છે કે સામાન્ય સંસારીજીવોને જ્યારે ભૂખ લાગી હોય અને આહારની વાત સાંભળે તો તરત જ આહારગ્રહણની મતિ થઈ જાય છે, અને તેને કારણે આહારમાં અનવરત ચિંતન ચાલે છે, તે સ્થાનમાં આહારસંજ્ઞા હોય છે; પરંતુ મહાત્માને જયારે સુદનીય અતિશય પીડે છે ત્યારે આહારનું શ્રવણ ન પણ હોય તો પણ આહારનું સ્મરણ થાય છે, અને તેને અહીં મારિ પદથી ગ્રહણ કરવાનું છે, અને તે સ્મરણને કારણે તેઓને પણ સંયમને અનુકૂળ આહાર ગ્રહણ કરવાની મતિ થાય છે. આમ છતાં, તેઓ તત્ત્વના જાણકાર હોવાથી આહારના વિષયમાં અનવરત ચિંતન કરતા નથી; પરંતુ વિચારે છે કે જો આહાર મળશે તો સંયમની વૃદ્ધિ થશે અને નહિ મળે તો તપની વૃદ્ધિ થશે, અને આવી બુદ્ધિ હોવાથી તેઓને આહારસંજ્ઞા નથી.
ત્યારપછી આહાર સંજ્ઞા અને તૃષ્ણા વચ્ચેનો ભેદ બતાવે છે- આહારસંજ્ઞા એ મોહનો પરિણામ છે અને જયારે તે પ્રકર્ષભાવને પામે ત્યારે તેને તૃષ્ણા કહેવાય, અર્થાત્ ખાવાની તીવ્ર ઇચ્છારૂપ તૃષ્ણા છે. અને આવી તૃષ્ણા જ્યારે જીવમાં પ્રગટ થાય છે ત્યારે તેને સતત સુધાશમનના ઉપાયભૂત ઈષ્ટ વિષયના સંયોગનો અભિલાષ વર્તે છે જે આર્તધ્યાનરૂપ છે, અને તેના કારણે અરતિમોહનીયથી ઉદ્ભવેલ ગાઢ ચિત્તના ઉપતાપરૂપ પ્રકૃષ્ટ દુઃખનું કારણ તે તૃષ્ણા બને છે.
અવતરણિકા - સુનીયો યાચવાન્ હ્યુવેવ, તલુરામનાથવિારા:, ગત વ તાં विनैव महर्षिणां भोजनादौ प्रवृत्तिरित्यनुशास्ति
અવતરણિકાઈ - ગાથા-૮૧માં સિદ્ધ કર્યું કે મોહના અભિનિવેશને કારણે આહારસંશા થાય છે અને પ્રકર્ષને પામેલ તે તૃષ્ણા થાય છે. તેની સામે પૂર્વપક્ષી કહે કે આ અર્થાત્ ગાથા ૮૧માં બતાવેલ આહારસંજ્ઞા મુદ્દેદનીયના ઉદયથી જન્ય હોવાના કારણે સુધા જ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, તે વાત બરાબર નથી, કેમ કે તેનું =આહારસંન્નાનું, સુધાના ઉત્તરમાં અભિલાષરૂપપણું છે. આથી કરીને જ=સુધાના ઉત્તરમાં અભિલાષરૂપ આહારસંજ્ઞા છે આથી કરીને જ, તેના વિના જ આહારસંજ્ઞા વિના જ, મહર્ષિઓને ભોજનાદિમાં પ્રવૃત્તિ છે, એ પ્રમાણે અનુશાસન કરે છે અર્થાત્ એ પ્રકારનું કથન ગાથામાં કરે છે.
ભાવાર્થ:- અહીં આહારસંશાનું સુધાના ઉત્તરમાં અભિલાષરૂપપણું છે એમ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, સુધાવેદનીયના ઉદયથી જન્ય સુધાનો પરિણામ પ્રથમ થાય છે, ત્યારપછી મોહના કારણે ઉત્તરમાં આહાર ગ્રહણ કરવાનો જે અભિલાષ છે તે રૂપ આહારસંજ્ઞા છે. માટે આહારસંશા સુધારૂપ નથી.