________________
ગાથા - ૭૬
અધ્યાત્મમત૫ર
૩૭૫
............... ૩૭૫ ઉત્થાન :- પૂર્વપક્ષી કેવલીને ક્ષાયિક સુખ કહે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે -
ટીકાર્ય હનુ-કેવલીઓને ક્ષાયિક સુખ સંભવતું નથી, કેમ કે ઉદયપ્રાપ્ત વેદનીયકર્મ સાથે તેનો ક્ષાયિક સુખનો, વિરોધ છે. જે કારણથી ક્ષાયિક સુખ વેદનીયકર્મક્ષયજન્ય છે અને તેના=વેદનીયકર્મના, ઉદયમાં તેનો વેદનીયકર્મનો, ક્ષય સંભવતો નથી, એ પ્રમાણે ભાવ છે. ટીકા - અથ ક્ષયવસ્તુ જ વા યુવમેવ સાક્ષાત્તપ્રતિચ્ચિ, નીચ તુ તારંપતિવોपक्षीणम्। एवं च केवलिनि वेदनीयविपाकोदयाभावात्तदुदयाभिधानस्य च प्रदेशोदयार्थकत्वात्तस्य च दुःखाऽजनकत्वात् तद्विरहे तत्र नित्याऽऽनन्दनिःस्पन्दता निराबाधेति चेत्? न, तत्कर्मक्षायिकभावं प्रति तत्कर्मक्षयस्यैव हेतुत्वात्, अन्यथा सुषुप्तावैन्द्रियकसुख-दुःखादिविलये क्षायिकसुखप्रसङ्गात्।
ટીકાર્ય - ‘અથ'થી પૂર્વપક્ષી કહે છે કે ક્ષાયિક સુખમાં ગૌણ દુઃખ-શાતાના ઉદયથી જન્ય દુઃખના પ્રતીકારરૂપ સુખ છે જે તત્ત્વથી દુઃખરૂપ છે તે રૂપ ગૌણ દુઃખ, અથવા મુખ્ય દુઃખ જ=અશાતાના ઉદયથી જન્ય મુખ્ય દુઃખ જ, સાક્ષાત પ્રતિપંથી છે. (“તપ્રતિપસ્થિ'ટીકામાં છે તેમાં તત્વ' શબ્દ વધારાનો ભાસે છે.) વળી વેદનીયકર્મ તેના=ગૌણ કે મુખ્ય દુઃખના, કારણપણા વડે કરીને જ ઉપક્ષીણ છે. (અર્થાત્ તે વેદનીયકર્મ ગૌણ કે મુખ્ય દુઃખને પેદા કરી : ચરિતાર્થ થઇ જાય છે.).
પર્વ ' - અને આ રીતે=ક્ષાયિક સુખમાં ગૌણ કે મુખ્ય દુઃખ જ સાક્ષાતુ પ્રતિપંથી છે, વળી વેદનીયકર્મ તેના કારણપણા વડે કરીને જ ઉપક્ષીણ છે એ રીતે, કેવલીમાં વેદનીયકર્મના વિપાકોદયનો અભાવ હોવાથી વેદનીયકર્મના ઉદયના અભિધાનનું પ્રદેશોદયાર્થકપણું હોવાથી અને તેનું પ્રદેશોદયનું, દુઃખ અજનકપણું હોવાથી, તેના દુઃખના, વિરહમાં ત્યાં કેવલીમાં, નિત્યઆનંદની નિઃસ્પન્દતા=પ્રવાહિતા, નિરાબાધ છે, આ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો સિદ્ધાંતકાર કહે છે કે એમ ન કહેવું. તેમાં હેતુ કહે છેત' -તત્કર્મના=ક્ષાયિક સુખના પ્રતિબંધક એવા વેદનીયકર્મના, ક્ષાયિકભાવ પ્રતિ તત્કર્મના=વેદનીયકર્મના, ક્ષયનું જ હેતુપણું છે. બન્યથા' - એવું ન માનો તો, અર્થાત્ ક્ષાયિક સુખ પ્રતિ વેદનીયકર્મના ક્ષયનું હેતુપણું ન માનો તો, અને વેદનીયકર્મના ઉદયથી થનારા સુખદુઃખને પ્રતિબંધક માનો તો, સુષુપ્તિ અવસ્થામાં ઐન્દ્રિયક=ઈન્દ્રિય સંબંધિ, સુખદુઃખાદિનો વિલય હોવાને કારણે ક્ષાયિક સુખ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. “જિયેસુલુલ્લવિત્નયે' - અહીં સતિસપ્તમી હેતુ અર્થક છે.
ભાવાર્થ:- અથ'થી પૂર્વપક્ષીનું કહેવું છે કે ક્ષાયિક સુખમાં ગૌણ કે મુખ્ય દુઃખ જ પ્રતિબંધક છે અને વેદનીયકર્મનો ઉદય ક્ષાયિક સુખમાં પ્રતિબંધક નથી, અને તે વેદનીયકર્મ ગૌણ કે મુખ્ય દુઃખ પેદા કરીને ચરિતાર્થ થઈ જાય છે, માટે કેવલીને ક્ષાયિક સુખ માનવામાં વિરોધ નથી.