________________
પ૭૯. .
ગાથા : ૧૧૯:૧૨૦ ........
અધ્યાત્મમત પરીક્ષા. ઉત્થાન અહીં પ્રશ્ન થાય કે જો કેવલીને મોહ નથી તો આરોગ્યને અનુકૂળ એવા ભોજનને કેમ ગ્રહણ કરે છે? અર્થાત્ આરોગ્યને અનુકૂળ ભોજન પ્રત્યે તેમને પક્ષપાત છે તેથી રાગ છે તેમ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. તેના નિરાકરણરૂપે ગ્રંથકારને એ કહેવું છે કે, કેવલીની હિત-મિત આહાર પ્રત્યેની પ્રવૃત્તિ ઉચિત પ્રવૃત્તિરૂપ છે, પરંતુ આરોગ્યને અનુકૂળ આહાર પ્રત્યેના પક્ષપાતરૂપ નથી. તે બતાવવા અર્થે કહે છે
ટીકાર્ય - વત' ઉચિત પ્રવૃત્તિનિર્વાહક વિષય અવભાસક એવા તેનું =કેવલીના જ્ઞાનનું, અતાદશપણું છે. અર્થાત્ મોહજન્ય ન હોવાથી રાગાક્રાન્ત હોતું નથી. (તેથી રાગ વિના પણ તેવા જ્ઞાનથી કેવલીની આહારગ્રહણમાં પ્રવૃત્તિ થાય છે.) II૧૧લા
ભાવાર્થ ‘તકેવલીને કેવલજ્ઞાનમાં પ્રતિક્ષણ દરેક પદાર્થો યથાવત્ ભાસે છે, તે જ રીતે કયાં આહારપુગલો પોતાના શરીરને વ્યાધિકારક છે અને કયાં આહારપુદ્ગલો પોતાના શરીરને વ્યાધિકારક નથી, તેનું પણ જ્ઞાન પ્રયત્ન વગર સહજ સતત હોય છે. અને કેવલીમાં સમભાવ હોવાને કારણે સમભાવથી નિયંત્રિત ઉચિત પ્રવૃત્તિ હોય છે, અને તે ઉચિતપ્રવૃત્તિને નિર્વાહક એવો વિષયોનો પ્રતિભાસ તેમને થાય છે કે, આ જ આહાર ગ્રહણ કરવો મારા માટે ઉચિત છે. તેથી જ રોગાદિને અકારક એવા તે પદાર્થોમાં કેવલીની ગ્રહણની પ્રવૃત્તિ છે, પણ વ્યાધિના નિવારણની ઇચ્છાથી જન્ય એવી વ્યાધિકારક આહારની નિવૃત્તિપૂર્વક વ્યાધિઅકારક એવા આહારમાં ગ્રહણની પ્રવૃત્તિ તેઓને હોતી નથી. II૧૧૯ll
ગાથા -
ण पुरीसाइ दुगुंछियमेसिं णिद्दड्वमोहबीआणं ।
अइसयओ ण परेसिं विवित्तदेसे विहाणा य ॥१२०॥ (न पुरीषादिजुगुप्सितमेषां निर्दग्धमोहबीजानाम् । अतिशयतो न परेषां विविक्तदेशे विधानाच्च ॥१२०॥ ) ગાથાર્થ - મોહબીજને બાળી નાંખનારા એઓનું-કેવલીઓનું, પુરીષાદિ જુગુણિત નથી અર્થાતુ જુગુપ્સાનો વિષય નથી, અર્થાતુ પોતાને જુગુપ્સાનો વિષય નથી.
અહીં પ્રશ્ન થાય કે તીર્થકરોને પુરીષાદિ જુગુપ્સાનો વિષય નથી પણ બીજાને તો જુગુપ્સાનો વિષય બનશે, તેથી કહે છે- તીર્થકરનો અતિશય હોવાથી અન્યને પુરીષાદિ જુગુપ્સિત નથી, અર્થાત જુગુપ્સાનો વિષય નથી.
અહીં શંકા થાય કે કેવલીના પુરીષાદિ બીજાઓને જુગુપ્સાનો વિષય થશે, તેથી કહે છે- તીર્થકર સિવાય અન્ય કેવલીઓ વિવિક્ત દેશમાં પુરીષાદિ કરતા હોવાથી અને તીર્થકરોના પુરીષાદિ અદેશ્ય હોવાથી અન્યને તેઓનાં પુરીષાદિ જુગુપ્સાનો વિષય બનતાં નથી.
ટીકા -નવનુ વત્તાક્ષરે લેનિનાં પુષાવિ નુપુર્ણિતં સંપદા, નુપુણામોદનીયતઃ સમૂનમુનૂलितत्वात्। न च द्रष्टणां तदुत्पत्तिः, तीर्थकृतामतिशयबलादेवाहारनीहारविधेरदृश्यत्वात्, सामान्य