________________
ગાથા – ૯૯
અધ્યાત્મમતપરીક્ષા
૪૭૯
ટીકાર્ય :- ‘દ્વિતીય' - બીજામાં=તમારો પ્રયોજન પ્રશ્ન છે એ વિકલ્પમાં, વળી કર્મક્ષપણ પ્રયોજન કહેલું જ છે, એથી કરીને બીજું કહેવા માટે શું બાકી રહે છે?
‘ક્ષતિ’ – અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, પ્રયોજન હોતે છતે તેની =પ્રયોજનને સાધવાની, ઇચ્છાની અપેક્ષાએ જપ્રવૃત્તિ થવી જોઇએ. તેનો ઉત્તર ગ્રંથકાર આપે છે કે, ભવનશીલ એવી તેમાં=પ્રવૃત્તિમાં, આ આમ જ છે પરંતુ
અન્યત્ર પણ નહિ.
'ન ત્ર' - ભવન્તિ=થતી પણ, તે=ક્રિયા, તદિચ્છાની=પ્રયોજનને સાધવાની ઇચ્છાની, અપેક્ષા રાખે જ છે એમ નથી. તેમાં હેતુ કહે છે – અપ્રમત્તપ્રવૃત્તિનું તઅનપેક્ષપણું=ઇચ્છાઅનપેક્ષપણું, છે.
ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે ઇચ્છા વગર અપ્રમત્ત મુનિની પ્રવૃત્તિ શાનાથી થાય છે? તેથી કહે છે
ટીકાર્ય :- ‘સામાચિસ્ય' - સામાયિકની ઉચિતપ્રવૃત્તિનું હેતુપણું છે.
તેમાં ‘તાલુñ’થી પંચાશકની સાક્ષી આપે છે
‘સમમાવો' - તૃણ-કંચન તેમ જ શત્રુ-મિત્રના વિષયમાં સમભાવ સામાયિક છે અને નિરભિમ્બંગ, ઉચિતપ્રવૃત્તિપ્રધાન ચિત્ત સામાયિક છે. ‘ત્તિ’ પંચાશકના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
ભાવાર્થ :- પૂર્વપક્ષીએ કહ્યું કે પ્રયોજન સાધવાની ઇચ્છાની અપેક્ષાએ જ પ્રવૃત્તિ થવી જોઇએ. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારે કહ્યું કે ભવનશીલ પ્રવૃત્તિમાં આ આમ જ છે અન્યત્ર નહિ. તેનું તાત્પર્ય એ છે કે નિર્જરાનું પ્રયોજન હોતે છતે જ્યાં સુધી નિર્જરાને અનુકૂળ યત્ન પ્રારંભ કર્યો નથી, પરંતુ પ્રારંભ કરવાને અભિમુખ જીવ બને છે ત્યારે, અને પ્રારંભ કર્યા પછી વેગ તીવ્ર ન હોય તો, ઉત્તર ઉત્તરમાં તે પ્રવૃત્તિની શિથિલતા પ્રાપ્ત થાય તેવી કક્ષામાં ‘ભવનશીલ’ પ્રવૃત્તિ હોય છે; જ્યારે નિર્જરાને અનુકૂળ સ્વાભાવિક સુદૃઢ પ્રવૃત્તિ હોય છે ત્યારે, ‘ભવન્તિ’ પ્રવૃત્તિ હોય છે; કેમ કે ત્યારે પ્રવૃત્તિ યથાવત્ થઇ રહી છે. ભવનશીલ અવસ્થામાં યદ્યપિ પ્રવૃત્તિ કવચિત્ હોય તો પણ યથાવત્ સ્વભાવરૂપે સુદૃઢ રીતે તે પ્રવૃત્તિ પ્રવર્તતી નથી, તેથી સ્વભાવભૂત સુદૃઢ પ્રવૃત્તિ થવાનો ત્યાં સ્વભાવ છે, માટે તે ભવનશીલ પ્રવૃત્તિ છે. જેમ દંડથી ચક્રભ્રમણ થતું હોય તો પણ અતિશયિત વેગ કરવા માટે યત્ન કરવો પડે છે ત્યારે તે ચક્રમાં ભવનશીલ એવી ક્રિયા છે; અથવા તો ચક્રભ્રમણ ન થતું હોય તો પણ દંડથી ભ્રમણ થઇ શકે તેવા ચક્રમાં પણ ભવનશીલ ક્રિયા છે; જ્યારે ચક્ર અતિવેગને પ્રાપ્ત કરે છે ત્યારે તેને દંડની અપેક્ષા રહેતી નથી, તેથી તેમાં ‘ભવન્તિ’ ક્રિયા છે. જેમ વેગને માટે દંડની અપેક્ષા તીવ્રવેગવાળી અવસ્થામાં નથી, તેમ અપ્રમત્તદશામાં ઉચિત પ્રવૃત્તિ ‘ભવન્તિ’ છે, તેથી ત્યાં ઈચ્છાની અપેક્ષા રહેતી નથી. માટે પ્રયોજન હોતે છતે ભવનશીલ પ્રવૃત્તિમાં જ ઇચ્છાની અપેક્ષા છે, અન્યત્ર નહિ.=ભવન્તિ પ્રવૃત્તિમાં ઇચ્છાની અપેક્ષા હોતી નથી, એ પ્રમાણે કહેલ છે.
અહીં પ્રશ્ન થાય કે અપ્રમત્ત મુનિઓને ઇચ્છા નહિ હોવા છતાં પ્રવૃત્તિ કેમ થાય છે? પ્રશ્ન કરનારનો આશય એ છે કે સામાન્યથી ઇચ્છાપૂર્વક જ પ્રવૃત્તિ દેખાય છે, તેથી અપ્રમત્ત મુનિઓને કોઇ ફળની ઇચ્છા નથી તો તેઓ પ્રવૃત્તિ કેમ કરે છે? તેથી કહે છે કે સામાયિકનું જ ઉચિત પ્રવૃત્તિનું હેતુપણું છે.
તાત્પર્ય એ છે કે સિદ્ધાવસ્થામાં સામાયિકનો પરિણામ પરમચૈર્યરૂપ છે, જ્યારે અપ્રમત્તમુનિથી માંડીને કેવલી સુધી સંસા૨વર્તી બધા જીવોને જે સામાયિકનો પરિણામ છે, તે કર્મવાળા જીવની અવસ્થાકાળવર્તી જીવના