________________
અધ્યાત્મમતપરીક્ષા
૪૭૭
ગાથા - ૯૯ અને અહીં કહ્યું કે પરમહિતઉપદેશકત્વપણું સ્વભાવથી છે. તેનું તાત્પર્ય એ છે કે દેશનારૂપ ક્રિયા તથાવિધકર્મના ઉદયથી થાય છે, જ્યારે ભગવાનને તથાભવ્યત્વના પરિપાકથી તેવો સ્વભાવ આવિર્ભાવ થયેલ છે કે જે પરમહિતના ઉપદેશની ક્રિયામાં યત્ન કરાવે, તેથી ૫૨મહિતઉપદેશકત્વ તેમને સ્વભાવથી છે એમ કહેલ છે.
ટીકાર્ય :- જે કારણથી કહ્યું છે- ‘f =’ જે કારણથી સૂર્યના ભાસક સ્વભાવની જેમ કૃતાર્થ એવા પણ સે–તક્ષ્ણ =તેમનું=ભગવાનનું, પરમહિતદેશકપણું અનુપકૃત પરોપકારી સ્વભાવરૂપ છે.
ભાવાર્થ :- તાત્પર્ય એ છે કે જેમ સૂર્યનો લોકો ઉપર ઉપકાર કરવાનો પ્રકાશસ્વભાવ છે, તેમ કેવલીનો પણ પરમહિતદેશકત્વરૂપ અનુપકારી એવા પણ પ૨ને ઉપકાર કરવાનો સ્વભાવ છે.
ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે જો ભગવાનનો ઉપકાર કરવાનો સ્વભાવ છે તો બધાનો જ ઉપકાર કરવો જોઇએ કૈવલ ભવ્યોનો નહિ, અને જો ભવ્યોને જ ઉપકાર કરે છે તેમ કહેશો તો ભગવાનને ભવ્ય પ્રત્યે પક્ષપાત છે તેમ પ્રાપ્ત થશે. તેથી ભવ્યોને જ પ્રતિબોધ કરતાં છતાં ભગવાનને રાગ-દ્વેષ નથી એ દૃષ્ટાંતથી દેખાડે છે
ટીકાર્ય :- ‘વિઘ્ન ચ’ સૂર્યને કમલોને વિશે શું રાગ છે? કે જે કારણથી કમલોને વિકસ્વર કરે છે? અથવા કુમુદ્દોને વિષે તેને દ્વેષ છે? કે જે કારણથી ‘તસ્ય’=તેના વડે=પ્રતિબોધ કરતા પણ સૂર્ય વડે, તેઓ=કુમુદો, વિબુધ કરાતાં નથી? (અહીં‘તત્ત્વ’નો અર્થ તેના વડે=પ્રતિબોધ કરતા રવિ વડે એમ કર્યો છે, કારણ કે કર્તૃ-અર્થક કર્મણિપ્રયોગમાં ષષ્ઠીનું ગ્રહણ છે.)
‘નું લોમડનારૂં’- જે કારણથી સમાન પણ સૂર્યના કિરણના સ્પર્શથી કમલ અને કુમુદ્દોનું બોધ અને મુકુલન છે, ‘તત: '=તે કારણથી ‘તસ્ય’=તેનો =રવિનો, અને ‘તેષાં’=તેમનો=કમલ-કુમુદોનો, તે સ્વાભાવ્ય છે=સ્વભાવપણું છે.
ૐ અહીં ‘સમાનાત્’ પછી અપિ અધ્યાહાર છે.
ભાવાર્થ :- તાત્પર્ય એ છે કે સૂર્યના કિરણના સ્પર્શથી કમલો જ વિકસિત થાય છે અને કુમુદો તો બીડાય જ છે, અને આ બધો સૂર્યનો તેમજ કમલ-કુમુદોનો સ્વભાવ જ છે. તેમ જિનેશ્વરદેવરૂપી સૂર્યથી ભવ્યજીવો જ બોધ પામે છે, બીજા નથી પામતા; તે પણ શ્રી જિનેશ્વરદેવ તેમજ તે તે જીવોનો તેવો તેવો સ્વભાવ જ જાણવો. શ્રી જિનેશ્વરોને ભવ્ય ઉપર રાગ અને અભવ્ય ઉપર દ્વેષ છે એવું નથી.
*
ઉત્થાન :- સૂર્યની જેમ બીજાં પણ દૃષ્ટાંતોથી ભગવાનની ભવ્ય જીવોને ઉપકારતાનું અને અભવ્ય જીવોને અનુપકારિતાનું ભાવન કરે છે
ટીકાર્થ :- ‘નદુ' અથવા જેમ પ્રકાશધર્મવાળો પણ, ઉદય પામેલો પણ તે =સૂર્ય, ઘુવડ આદિને સ્વદોષથી અંધકારરૂપે જ (પરિણમે છે), એ પ્રમાણે અભવ્યોને જિનેશ્વરરૂપી સૂર્ય (સ્વદોષથી અંધકારરૂપે જ પરિણમે છે, અર્થાત્ તત્ત્વનો પ્રકાશ અભવ્યોને થતો નથી).