________________
પાશ્વના થા
[ ૭૭ ] રાણીને મન કૌતુક વચ્ચે, હરખી રાણી હિયડે હસ્ય; જાગ્યે રાજા આલસ મોડ, રાણી પૂછે બે કર જોડ. ૨૨ સ્વામી કાલ રચવાડી કિહાં, હાથ પાય મુખ જોયા જિહાં; તે જલને કારણ છે ઘણે, સ્વામી કાજ સરસેં આપને. ૨૩ રાજા જપે રાણું સૂણે, અટવી પંથ અછે અતિ ઘણે વડ તીર ઝાબલ જલ ભર્યો, હાથ પાય મુખ વન કર્યો. ૨૪ મેં પ્રભુ લીધે તેહને ભેદ, આપણે જાણ્યું વડ વિદ; રથ જોતરીઆ તુરગમ લેય, રાય રાણી મીલ ચાલ્યા બેય. ૨૫ તિહાં દીઠું ઝાબેલ વડ તીર, જાણે માન સરોવર નીર; હરખી રાણી હીયડે રંગ, રાજા અંગ પખાળે ચંગ. ૨૬ ગયે કષ્ટ ને વળે વાન, દેહ થઈ સેવન સમાન; આ રજા એલગપુરી, માંડે ઓચ્છવ આણંદ ધરી. ૨૭ ઘર ઘર તલિયા તેર તાટ, આવે વધામણું માણિક માટ; ભારી ઘણું આવે ભેટ, દાન અમૂલક દીજે ઘણે. ૨૮ રાય રાણી મન થ સંતેષ, કર્યો અમારીત નિર્દોષ, સમભૂમિ ઢાલે પર્યક, તિહાં રાજા સુવે નિ:શંક. ૨૯ ચંદન ચંપક પુર કપૂર, મહકે વાસ અગર ભરપૂર રયણભર સુપનાંતર લહે, જાણે નર કેઈ આવી કહે ૩૦ અતિ ઊંચે કરી અંબ પ્રમાણ, નીલે ઘેડે નીલે પલાણ નિલા ટેપ નીલા હથીઆર, નીલ વરણ આવ્યા અસવાર. ૩૧ સુણ રે એલગપુરના ભૂપ, જિહાં જલ પીધે તહાં છે કૃપ; પ્રગટ કરાવે વહેલે થઈ, તિહાં પ્રતિમા માહરી છે સહી. ૩૨