________________
Acળા
દેવાધિદેવ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવંતના અદ્ભુત અને . ચમત્કારપૂર્ણ તીર્થને ઈતિહાસ અને એ તીર્થનું ગૌરવ બતાવતું પુસ્તક પ્રકાશિત થાય એવું મારું સ્વપ્ન પરમપૂજ્ય પંડિતપ્રવર મુનિશ્રી જબૂવિજય મહારાજની કૃપાથી મૂર્ત સ્વરૂપમાં આવ્યું તે જોઈ મને પરમ . સંતોષ થયો. અને અલ્પકાળમાં જ તે પુસ્તકની બીજી આવૃત્તિ છપાવવાને પ્રસંગે ઉપસ્થિત થયે એ જોઈ મારા આનંદને પાર રહ્યો નહીં.
વિદ્વાન મુનિ શ્રી જંબુવિજય મહારાજે સંશોધનપૂર્વક વિદ્ય ટિપ્પણીઓ આપી હતી, તે સામાન્ય વાચકે માટે તદ્દન નિરૂપયોગી છે. માટે તે બાદ કરી બીજી આવૃત્તિ વધુ સુલભ કરે તે સારૂ, એવી અનેક તરફથી સૂચનાઓ મળી. તેથી આ આવૃત્તિમાં તેની ટિપ્પણીઓ કાઢી નાખી અગર મૂળ સાથે ભેળવી દેવામાં આવી છે. જેથી પુસ્તકના આકારમાં ઘટાડો થયો છે. પણ મૂળ વસ્તુમાં જરાએ ઓછું કરવામાં આવ્યું નથી.
આ મૂળ પુસ્તકને મરાઠી ભાષામાં અનુવાદ કરી તે પણ પ્રગટ કરવામાં આવ્યું છે. એ પુસ્તક પણ અત્યંત લોકપ્રિય થયેલું છે.
આ બીજી આવૃત્તિના આધાર પર જ હિંદી આવૃત્તિ પણું પ્રગટ કરવામાં આવશે.
માલેગામ ) અક્ષય તૃતિયા
સાહિત્યચંદ્ર બાલચંદ હીરાચંદ
૨૫૧
,
"સંવત ૨૦૧૮ !