________________
[૩૨]
શ્રી અંતરિક્ષ આવતાં વડના ઝાડ નીચે આવ્યું. ત્યાં પાછું વાળીને જેવાથી પ્રતિમા આકાશમાં અદ્ધર થઈ ગઈ. રાજાએ તે પ્રતિમા પધરાવવા સુંદર મંદિર બંધાવ્યું, પરંતુ આ પ્રતિમા સ્થાપવાથી આ જિનાલય સાથે મારું નામ પણ કાયમ થઈ જશે.” આ જાતનું રાજાને અભિમાન-કીર્તાિ લાલસા થવાથી તેમાં ભગવાનનાં પ્રતિમાજી પધાર્યો નહીં” આ વાત પણ બરાબર મળી રહે છે. અંતરિક્ષજીશિરપુર ગામની પાસે જ બહાર એક બગીચે છે કે જે આપણા જૈનમંદિરના જ તાબામાં છે. - તેમાં એક કલાપૂર્ણ અને વિશાળ સુંદર જિનમંદિર છે. અને તેની નજીકમાં જ એક વડનું ઊંચું ઝાડ છે. શિરપુરના લોકો કહે છે કે “આ ઝાડ નીચે પ્રતિમાજી અદ્ધર રહી ગયાં હતાં અને આ મંદિર પ્રતિમાજી પધરાવવા માટે જ રાજાએ બાંધ્યું હતું, પણ રાજાના અભિમાનથી ભગવાન ને પધારવાને લીધે અત્યારે ખાલી છે.” આ વાત બીજી રીતે જોતાં પણ સારી રીતે મળી રહે છે. કેટલાક યુરોપિયન અધિકારીઓએ વરાડમાં બધે પ્રવાસ કરી જાતે જોઈને, વરાડના શિલ્પ સ્થાપત્યે વિષે લખ્યું છે, તેમજ વરાડના ઈતિહાસકારોએ પણ વરાડનાં શિ૯૫કામે વિષે લખ્યું છે. તેમણે વરાડ દેશનાં સુંદરતમ અને પ્રાચીનતમ શિલ્પસ્થાપત્યમાં શિરપુર ગામની બહાર બગીચામાં આવેલા ઉપર જણાવેલા આપણા જૈનમંદિરને પણ વર્ણવ્યું છે. સાથે સાથે તેમની શિલ્પશાસ્ત્રના ઐતિહાસિક અભ્યાસને આધારે એ પણ કલ્પના છે કે “શિરપુરનું આ મંદિર લગભગ એક હજાર વર્ષ જૂનું હોવું જોઈએ.” પદ્યાવતી દેવીના કથન પ્રમાણે સં. ૧૧૪૨ માં રાજાએ આ મંદિર બંધાવ્યું છે. તે જોતાં શિલ્પશાસ્ત્રીઓનું સ્વતંત્ર અનુમાન અને પદ્માવતી દેવીનું કથન બંને પરસ્પર મળી રહે છે. ઘણાખરા યાત્રાળુઓને આ બહારના મંદિરની ખબર જ હતી નથી, તેથી અત્યારે જ્યાં અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન બિરાજે છે ત્યાં જ