________________
[૧૮]
શ્રી અંતરિક્ષ દેવ ! હે ક્ષેત્રદેવ! તમે જે કઈ છે તે કૃપા કરી અમને તમારું દર્શન આપે.” આ પ્રમાણે કહીને દેવની આરાધના કરતાં રાજાને ત્રણ દિવસ વીતી ગયા. છેવટે રાજાને દઢ નિર્ણયવાળે જોઈને દેવે પ્રત્યક્ષ આવીને કહ્યું
“રાજન ! ખરદૂષણ રાજાએ પધરાવેલી આ કૂવામાં શ્રી પાર્શ્વ નાથ પ્રભુની પ્રતિમા છે. તેના સ્પર્શથી આનું પાણી મહાપવિત્ર થયેલું છે, તેથી આ પાણીથી સ્નાન કરવાથી તારું શરીર નીરોગી થઈ ગયું છે. આ મૂર્તિના સ્પર્શથી પવિત્ર થયેલા પાણીથી શ્વાસ, ખાંસી, તાવ, શૂલ તથા કોઢ વગેરે રે અસાધ્ય થઈ ગયા હોય તે પણ નિશ્ચયે નાશ પામે છે; નેત્રહીનને નેત્ર પ્રાપ્ત થાય છે, બહેરાને સાંભળવાની શક્તિ પ્રાપ્ત થાય છે, મૂંગે બોલતે થાય, લંગડે-પાંગળો ચાલવા લાગે છે, અપસ્માર રેગવાળાને નવું શરીર પ્રાપ્ત થાય છે, વીર્ય-પરાક્રમહીનને મહાવીર્ય પ્રાપ્ત થાય, ધન જોઈએ તેને ધન મળે છે, સ્ત્રી જોઈએ તેને સ્ત્રી મળે છે, પુત્ર જોઈએ તેને પુત્ર-પૌત્ર મળે છે. રાજ્ય ગુમાવ્યું હોય તે રાજ્ય મળે છે, પદવી ન હોય તેને ઉત્તમ પદવી મળે છે, વિજ્ય જોઈએ તેને વિજય મળે છે, વિદ્યાહીનને વિદ્યા પ્રાપ્ત થાય છે. ભૂત વેતાલ તથા ડાકણે પલાયન થઈ જાય છે. આ મૂર્તિના સ્પર્શથી પવિત્ર થયેલા પાણીથી સર્વે દુષ્ટ ગ્રહ શમી જાય છે. િવહુના ? બહુ શું વર્ણન કરવું? હે રાજન ! સર્વ મનેરને પૂર્ણ કરનારી આ મૂર્તિ કલિયુગમાં સાક્ષાત ચિન્તામણિરત્ન સમાન છે. હું નાગરાજ ધરણેન્દ્રને સેવક છું અને તેને આદેશથી અહીં રહીને ભગવાનની મૂર્તિની ભક્તિથી ઉપાસના કરું છું.
આ પ્રમાણે દેવનું કથન સાંભળીને ભક્તિથી ઉલ્લસિત મનવાળા રાજાએ દેવ પાસે પ્રત્યક્ષ ચમત્કાર કરનારી મૂર્તિની માગણી કરી. દેવે કહ્યું કે “રાજન્ ! ધન-ધાન્ય વગેરે તું જે કંઈ માગે તે