________________
[૮]
શ્રી અંતરિક્ષ - જે વખતે રાજાએ પ્રતિમાને ગાડામાં સ્થાપી હતી તે વખતે અંબાદેવી અને ક્ષેત્રપાલ પણ પ્રતિમા સાથે હતા. અંબાદેવીને સિદ્ધ અને બુદ્ધ નામના બે પુત્ર હતા. ઉતાવળ ઉતાવળમાં અંબાદેવીએ તેમાંથી એક પુત્ર સાથે લીધે, પણ એક પુત્ર ભૂલથી પાછળ રહી ગયા. અંબાદેવીએ ક્ષેત્રપાળને હુકમ કર્યો કે પાછળ રહી ગયેલા પુત્રને લઈ આવ.” પણ અતિ વ્યાકુળપણે ચાલતો ક્ષેત્રપાળ પણ પાછળ પાછળ રહી ગયેલા પુત્રને ન લાવ્યું, તેથી અંબાદેવીએ કે પાયમાન થઈને ક્ષેત્રપાળના માથામાં ટુંબે માર્યો. અત્યારે પણ ક્ષેત્રપાળની મૂર્તિના માથામાં તે પ્રમાણે જ જોવામાં આવે છે. આ પ્રમાણે અંબાદેવી અને ક્ષેત્રપાલ જેની સેવા કરી રહ્યા છે અને ધરણેન્દ્ર તથા પદ્માવતી જેની ઉપાસના કરે છે, એવી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભવ્ય લેકેથી અત્યારે પૂજાય છે, તેમ જ યાત્રાળુ લેકે યાત્રા મહોત્સવ કરે છે. આ પ્રતિમાના હુવણનું પાણી આરતી ઉપર છાંટવામાં આવે તે પણ આરતી બુઝાતી નથી, તેમ જ પ્રતિમાના ન્હવણનું પાણું લગાવવાથી દાદર, ખસ તથા કેઢ વગેરે રે નાશ પામે છે એ અત્યારે પણ પ્રભાવ છે.
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના સંબંધમાં જે કંઈ સાંભળવામાં આવ્યું તે પ્રમાણે શ્રી જિનપ્રભસૂરિએ સ્વ–પરના ઉપકારને માટે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના ક૫માં લખ્યું છે.
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થકલ્પને સાર આ પ્રમાણે શ્રી જિનપ્રભસૂરિજીએ આપેલા ઉપરના વૃત્તાંતમાંથી નીચેની મુખ્ય વાતે તરી આવે છે.
રાવણના સેવક માલી અને સુમાલી કેઈ કાર્યાથે વિમાનમાં બેસીને જતા હતા તે વખતે વચમાં ભેજનને અવસર થવાથી નીચે ઉતર્યા, પણ પ્રતિમા સાથે લાવવી ભૂલાઈ ગઈ હતી અને