________________
ધનરાશિ લિંગાયત ધર્મના પ્રસાર-પ્રચારમાં વ્યય કરી રહ્યો છે ત્યારે તેણે રાજકોષની દેખભાળનું કામ પોતાના હાથમાં લઈ લીધું.
આખરે મંત્રી બસવાએ મહારાજા વિજ્જલને દગાથી ઝેર આપીને મારી નાખ્યા. વિજ્જલના કુમારોએ બસવાને મારવા તેના ઘર પર આક્રમણ કર્યું, પણ અપરાધી બસવા ત્યાંથી પહેલાં જ ભાગી નીકળ્યો હતો. રાજકુમારોએ સેનાની સાથે બસવાનો પીછો કર્યો. ધારવાડની પાસે જ્યારે બસવાએ આ જોયું કે રાજકુમાર પોતાની સેના સાથે પીછો કરી રહ્યા છે ત્યારે બચવાનો કોઈ ઉપાય ન જણાતા તેણે એક કૂવામાં છલાંગ લગાવી દીધી. બસવાના પ્રાણનો અંત આવ્યો, પરંતુ તેની ગણના ધર્મ પર પ્રાણ ન્યોછાવર વીર નર રૂપે થવા લાગી.
લિંગાયતોએ ચોતરફ જૈન ધર્માવલીઓનો સામૂહિક સંહાર કરવાનું શરૂ કરી દીધું. લિંગાયત સાધુઓ દ્વારા રચિત ક્રાંતિ ગીતોનો જનજનનાં માનસ પર એવો પ્રભાવ પડ્યો કે વિશાળ કલચુરી રાજ્યની સીમાઓમાં જૈનો પર અનેક પ્રકારનાં ભીષણ અત્યાચાર થવા લાગ્યા. શતાબ્દીઓથી જૈન ધર્મની અનુયાયી વર્ણિજક જાતિનું લિંગાયતોએ બળપૂર્વક સામૂહિક ધર્મપરિવર્તન કરાવી આખી જાતિને લિંગાયત ધર્મની અનુયાયી જાતિ બનાવી દીધી. આમ થવાના કારણે એક તરફ જૈન ધર્મ પર અનુયાયીઓની સંખ્યા ઓછી થવાનો ભયંકર આઘાત પહોંચ્યો અને બીજી તરફ ધનાઢચ જૈનો તરફથી જૈન ધર્મના પ્રચારપ્રસાર માટે પ્રાપ્ત થનારી વિપુલ ધનરાશિ પણ આવતી બંધ થઈ જવાના કારણે જૈન ધર્મના પ્રસાર-પ્રચાર પર ખૂબ પ્રતિકૂળ પ્રભાવ પડ્યો.
લિંગાયતોના મનોબળને વધારનાર અને જૈનોના મનોબળને કુંઠિત કરનારી અનેક કથાઓ લિંગાયત સંપ્રદાયના કર્ણધારો દ્વારા કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પ્રસારિત કરવામાં આવી. એવા વિપરીત અને વિષાક્ત વાતાવરણમાં એ વખતે આંધ્રપ્રદેશમાં જૈનોનું અસ્તિત્વ નહિવત્ થઈ ગયું.
આ બધી વિકટ પરિસ્થિતિઓ છતાં પણ જૈન ધર્મ કર્ણાટકપ્રદેશમાં પૂર્ણતઃ નષ્ટ ન થયો. પોતાના વર્ચસ્વના આ હાસોન્મુખ સંક્રાંતિકાળમાં જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૬૧