________________
મહમૂદ ગજનીનું મૃત્યુ થયું. એના મૃત્યુ પછી એના પુત્રો અપાર દોલત અને સત્તા માટે પરસ્પર લડવા લાગ્યા. મહમૂદના નાના દીકરા મસૂદે પોતાના મોટા ભાઈ સુલતાન અહમદને ગજનીની ગાદીએથી હટાવી તેને આંધળો બનાવીને ખુદ ગજની રાજ્યનો સ્વામી થઈ ગયો. થોડા સમય બાદ ગજનીની સેનાએ મસૂદને પદÀત કરી એના દ્વારા આંધળા કરવામાં આવેલા એના મોટા ભાઈ મુહમ્મદને પુનઃ ગજનીનો સુલતાન બનાવી દીધો. થોડા સમય બાદ મુહમ્મદના પુત્ર અહમદે વી. નિ. સં. ૧૫૬૯માં મસૂદને મોતને ઘાટ ઉતાર્યો. એ જ વર્ષે મસૂદના પુત્ર મૌદૂદે મુહમ્મદને મારી ગજની પર અધિકાર જમાવ્યો. આ રીતે ગજનવીના ઉત્તરાધિકારી પુત્ર-પૌત્ર આદિ પરસ્પર લડી-કપાઈ મૂઆ. એના દ્વારા સ્થાપિત અને ભારતથી લૂંટમાં પ્રાપ્ત કરેલ અપાર દોલતના બળ પર જમાવેલ ગજનીની સલ્તન પર અન્તતોગત્વા વિ. સં. ૧૨૦૯ (વિ. નિ. સં. ૧૬૭૯)ની આસપાસ સૈફુદ્દીન ઘોરીના ભાઈ અલ્લાઉદ્દીન હુસેન ઘોરીએ અધિકાર જમાવ્યો અને ગજનીના તુક રાજ્યનો અંત આણ્યો. - ઉપરોક્ત વિધિની વચ્ચે મહમૂદ ગજનવીની મૃત્યુના લગભગ ૧૪ વર્ષ પછી વી. નિ. સં. ૧૫૭૧માં દિલ્હીના હિન્દુ રાજાએ હાંસી, થાણેશ્વર, સિંધ અને નગરકોટ પર અધિકાર કરી ત્યાંથી મુસલમાનોને ભગાડ્યા. ત્યાં મંદિરોમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા-પૂજા અને મંદિરોના નવનિર્માણ આદિના કાર્યનો પુનઃ પ્રારંભ થયો. આ સમયગાળા બાદ પંજાબના નાના-મોટા રાજાઓએ મળીને લાહોર પર પણ આક્રમણ કર્યું. પરંતુ સાત માસના કઠોર સંઘર્ષ પછી પંજાબના હિન્દુ રાજાઓનો યુદ્ધમાં પરાજય થયો અને આ રીતે લાહોરનું રાજ્ય ગજનવીના સુલતાનોના હાથમાં જ રહ્યું.
આ રીતે વીર નિર્વાણની સોળમી શતાબ્દીનો અધિકાંશ સમય ભારતીય ઇતિહાસની દૃષ્ટિએ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ અને ભારતવાસીઓ માટે ત્રાસદાયક રહ્યો.
જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૪) 363 363030263632633 ૫૯]