________________
મહમૂદ ગજનવીએ વિ. સં. ૧૦૮રમાં સોમનાથ મંદિરની અપાર સંપત્તિને લૂંટવા અને ત્યાંની એ સમયની સર્વાધિક ચમત્કારિક મનાતી સોમનાથ મૂર્તિને તોડવાના લક્ષ્યથી સોમનાથ પર આક્રમણ કર્યું, સોમનાથ પર તેણે મુલતાન અને એનાથી આગળના જનશૂન્ય રેગિસ્થાનના માર્ગથી આક્રમણ કર્યું. રેગિસ્તાની માર્ગમાં અન્ન-જળનાં દર્શન પણ દુર્લભ હતાં, તેથી એણે ૩૦૦૦૦ ઊંટ પર વિપુલ માત્રામાં અન્ન-જળનો સંગ્રહ કરી સોમનાથ તરફ પ્રયાણ કર્યું. એ પોષ માસના શુક્લ પક્ષમાં ગુરુવારના દિવસે સોમનાથ પહોંચ્યા.
વિશાળ ગુર્જર રાજ્યના મહારાજા ભીમદેવ પ્રથમ (વિં.સં. ૧૦૭૯-૧૧૨૯) સોમનાથના મંદિરની રક્ષા માટે પોતાની સાથે સોમનાથ પહોંચ્યા. બીજા દિવસે શુક્રવારે મહમૂદે સમુદ્ર તટે આવેલા સુદઢ કિલ્લા પર આક્રમણ કર્યું. ભયંકર લડાઈ થઈ. આ યુદ્ધમાં સોમનાથની રક્ષા અર્થે એકત્રિત યોદ્ધાઓએ મહમૂદની સેના પર શસ્ત્રાસ્ત્રોથી ભીષણ પ્રહાર કર્યો. પોતાની અત્યધિક સૈનિક ક્ષતિ થતી જોઈને મહમૂદના સૈનિક સીડીઓ લગાવી કિલ્લા પર ચડી ગયા. સોમનાથની રક્ષાર્થે આવેલા અણહિલવાડના મહારાજા ભીમદેવે ૩૦૦૦ મુસલમાન સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા. રાત્રિ થઈ જવાના કારણે એ દિવસની લડાઈ બંધ થઈ અને બીજા દિવસે સૂર્યોદય સાથે જ યુદ્ધનો ભીષણ યુદ્ધનો પ્રારંભ થયો. આ યુદ્ધમાં ભીષણ નરસંહાર થયો. અંતે મહમૂદે સોમનાથ મંદિરમાં પ્રવેશ કર્યો. મંદિરમાં સીસાથી મઢેલાં સાગવાનના પ૬ સ્તંભ હતા. સોમનાથની મૂર્તિ નક્કર પથ્થરની હતી, જે પાંચ હાથ ઊંચી અને બે હાથ જમીનમાં જડાયેલી હતી. એની પરિધિ ૩ હાથની હતી. આ મૂર્તિ એક અંધારા ઓરડામાં હતી, જેમાં રત્નજડિત દીપકોનો પ્રકાશ ફેલાતો. મૂર્તિની નજીક ૨૦૦ મણ વજનની સોનાની સાંકળ હતી, જેમાં ઘંટ લટકતા હતા. જેને દરેક પ્રહરના અંતે સોનાની સાંકળથી હલાવીને વગાડવામાં આવતા હતા. મૂર્તિની પાસે જ ભંડાર હતો, જેમાં સોના-ચાંદીની ઘણી બધી મૂર્તિઓ અને બહુમૂલ્ય રત્નોથી જડિત વસ્ત્રો હતાં. મહમૂદે મૂર્તિને તોડી. એનો એક હિસ્સો એણે ત્યાં જ બળાવી દીધો અને બીજો ભાગ એ લૂંટમાં સોમનાથના મંદિરથી પ્રાપ્ત થયેલાં સોના-ચાંદી, રત્નરાશિ આદિ બહુમૂલ્ય વસ્તુઓની પદ 969696969696969696962| જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)