________________
સ્નેહપૂર્વક જિનવલ્લભને સિદ્ધાંતોના શિક્ષણની સાથોસાથ દરેક વિદ્યાઓનું ગહન અધ્યયન કરાવ્યું, અને તેને વિદ્વાનોમાં અગ્રણી બનાવ્યો. અભયદેવસૂરિની પાસે સિદ્ધાંતો અને વિભિન્ન વિદ્યાઓનું અધ્યયન કર્યા પછી એમણે પોતાના ચૈત્યવાસી ગુરુની પાસે જઈને નિવેદન કર્યું : “હું સ્વ-પરકલ્યાણની કામનાથી ચૈત્યવાસનો પરિત્યાગ કરી સુવિહિત પરંપરાના આચાર્ય અભયદેવનું શિષ્યત્વ સ્વીકારીશ.”
ગુરુ દ્વારા પુનઃ પુનઃ અનુરોધ કરવા છતાં જિનવલ્લભસૂરિએ ચૈત્યવાસનો પરિત્યાગ કરી દીધો અને જીવનભર સુવિહિત પરંપરાના પ્રચાર-પ્રસાર અને ઉત્કર્ષ માટે સમર્પિત રહ્યા. આ બધા ઉલ્લેખોથી એમ સિદ્ધ થાય છે કે અભયદેવસૂરિ અતિ મૃદુ, મંજુલ પ્રકૃતિના પોતાના યુગના અપ્રતિમ વિદ્વાન અને જન-જનને પ્રભાવિત કરનાર લોકપ્રિય આચાર્ય હતા. એમણે નવ અંગો પર વૃત્તિઓ રચી અને પરમોપયોગી સાહિત્યની રચના કરી. જિનશાસનની મહત્તમ સેવા કરી, જે જૈન ઇતિહાસમાં સદાય સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. આગમોના તલસ્પર્શી જ્ઞાનનું અર્જન કરવાના અભિલાષી ભવ્ય આત્માઓ દ્વારા તેમની કાલજયી શ્રુતસેવા અપાર શ્રદ્ધાની સાથે સ્મરણમાં રહેશે.
આચાર્ય અભયદેવસૂરિ દ્વારા જે વિપુલ સાહિત્યનું નિર્માણ થયું એનો સારરૂપ પરિચય અહીં આપવામાં આવ્યો છે :
૧. સ્થાનાંગ વૃત્તિ : એકાદશાંગીના ત્રીજા આગમ સ્થાનાંગ સૂત્ર પ ૧૪૨૫૦ શ્લોક-પ્રમાણ વૃત્તિનું નિર્માણ વિ. સં. ૧૧૨૦માં થયું આ કામમાં સંવિગ્ન પક્ષના આચાર્ય અજિતસિંહના શિષ્ય યશોદેવગણિએ એમને મદદ કરી. દ્રોણાચાર્ય જેવા વિદ્વાનોઅં આ વૃત્તિને સમગ્રપણે જોઈ અને સરાહના કરી.
૨. સમવાયાંગ વૃત્તિ : ચોથા આગમ સમવાયાંગ પર ૬૫૭૫ શ્લોક પ્રમાણ, આ વૃત્તિની રચના વિ. સં. ૧૧૨૦માં અણહિલપુર પાટણમાં થઈ.
3. વ્યાખ્યાપ્રાપ્તિ વૃત્તિ : એકાદશાંગીના પાંચમા આગમ ભગવતી સૂત્ર પર ૧૮૬૧૬ શ્લોક-પ્રમાણ, આ વૃત્તિની રચના વિ. સં. ૧૧૨૮માં અણહિલપુર-પાટણમાં સંપન્ન થઈ.
ૐ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૪૨