________________
ભંડાર આદિ નષ્ટ થયાનું વિશેષ દુઃખ નથી, મને વિશેષ તો આ પ્રાચીન શિલાલેખના પૂર્ણતઃ ધ્વસ્ત થઈ જવાનું દુઃખ છે. સંપત્તિ તો પુનઃ ઉપાર્જિત થઈ જશે, પણ આ મહત્ત્વપૂર્ણ પ્રાચીન શિલાલેખ તો હવે ફરી તૈયાર નહિ થઈ શકે.”
શ્રેષ્ઠીની વાત સાંભળી બંને ભાઈનાં મુખમંડળ પર નૂતન આશાનો સંચાર થયો. બંને ભાઈઓએ શ્રેષ્ઠીને આશ્વસ્ત કરતાં ઉત્સાહપૂર્વક જણાવ્યું : “શ્રેષ્ઠીવર્ય ! અગર આપ શિલાલેખ બાબતે ચિંતિત છો તો આ ક્ષણે જ નિશ્ચિંત થઈ જાવ. અમે બંને ભાઈઓએ જ્યારે પ્રથમ વખત એ અભિલેખ વાંચ્યો ત્યારે જ ધાર્મિક, સામાજિક અને વંશ-પરંપરાનુગત કૌટુંબિક વિવરણ આદિ દષ્ટિએ મહત્ત્વપૂર્ણ અને મનનીય પ્રતીત થયો. એથી તો બંને ભાઈઓએ અભિલેખ ઉત્કંઠાપૂર્વક વારંવાર વાંચ્યા અને સંપૂર્ણ શિલાલેખ અમને અક્ષરશઃ કંઠસ્થ થઈ ગયો છે. જે સ્વરૂપે એ અભિલેખ હતો એ સ્વરૂપે જ એનું પુનર્લેખન અમે આપને કરી આપીશું.”
આશ્ચર્યચકિત થયેલા શ્રેષ્ઠીએ કહ્યું : “ધન્ય છો આપ ! આવી સ્થિતિમાં તો મારું કાંઈ નષ્ટ નથી થયું. બધું જ સુરક્ષિત છે એમ હું અનુભવું છું.”
શ્રીપતિ અને શ્રીધરે અથથી ઇતિ સુધી, તિથિવાર, વર્ષ, નક્ષત્ર આદિ સહિત એ સંપૂર્ણ શિલાલેખને પત્રો પર લખી શ્રેષ્ઠીને સમર્પિત કર્યો. શિલાલેખની પ્રત જોઈ શ્રેષ્ઠીની આંખો હર્ષાશ્રુથી છલકાઈ ગઈ. - શ્રેષ્ઠી લક્ષ્મીપતિએ બંને દ્વિજ કિશોરોને સન્માન સાથે પોતાના ઘરમાં રાખ્યા ને એમનાં ખાન-પાન-વસ્ત્ર આદિની વ્યવસ્થાનો સમુચિત પ્રબંધ કર્યો. શ્રીપતિ ને શ્રીધર પણ શ્રેષ્ઠીના ઘરે આનંદપૂર્વક રહેવા લાગ્યા.
થોડા જ દિવસો પસાર થયા કે મહાન ક્રિયોદ્ધારક આચાર્ય વર્ધમાનસૂરિનું ધારાનગરીમાં પદાર્પણ થયું. શ્રેષ્ઠી લક્ષ્મીપતિ બને દ્વિજ કુમારોને લઈ આચાર્યશ્રીનાં દર્શનાર્થે તથા પ્રવચન સાંભળવા ધર્મસ્થાનકે પહોંચ્યા. શ્રેષ્ઠીએ શ્રદ્ધા-ભક્તિપૂર્વક આચાર્યશ્રીને પ્રણામ કર્યા અને બંને ભાઈ એમની સમક્ષ હાથ જોડીને બેસી ગયા. [ ૩૪ 3699963963920962જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૪)