________________
કેળવાઈ ગયો હતો. ચૈત્યવાસીઓ દ્વારા ધર્મના નામે પ્રચલિત થયેલાં અશાસ્ત્રીય અને આડંબરપૂર્ણ વિધિ-વિધાન જૈન સમાજમાં ધાર્મિક કૃત્યો રૂપે રૂઢ થઈ ગયાં હતાં. જૈન ધર્માવલંબીઓનો એક મોટો વર્ગ ધર્મની મૂળ આત્મા આધ્યાત્મિકતાને લગભગ ભૂલી ગયો હતો. મિથ્યાડંબરમાં અથડાતાં - ભટકતાં લોકોને જૈન ધર્મનું સાચું સ્વરૂપ-દર્શન કરાવવા માટે પંડિત જિનેશ્વરગણિએ પોતાના ગુરુ વર્ધમાનસૂરિને પ્રાર્થના કરી.
જિનેશ્વરગણિની પ્રાર્થનાને સ્વીકારી વર્ધમાનસૂરિએ પોતાના સત્તર સાધુઓ સાથે દિલ્હીથી ગુજરાત તરફ વિહાર કર્યો. વિહારક્રમમાં તેઓ પલ્લી (સંભવતઃ પાલી - મારવાડ) થઈને અણહિલપુર-પાટણ પહોંચ્યા. ત્યાં સુસાધુઓનો ભકત એક પણ શ્રાવક ન હતો, જેને રહેવા માટે સ્થાનની પણ યાચના કરી શકાય. એવી સ્થિતિમાં તેઓ નગરની બહાર એક છત્રી શોધી રહેવા લાગ્યા અને સ્વાધ્યાય, ધ્યાન આદિ આવશ્યક ધર્મકૃત્યોમાં વ્યસ્ત રહ્યા. એ છત્રી નીચે તડકો, ભૂખ-તરસ સહન કરતાં થોડો સમય પસાર થયા બાદ જિનેશ્વરગણિ એ પોતાના ગુરુને વિનંતી કરી કે - “ભગવંત! આ રીતે બેસી રહીશું તો કાર્યમાં ગતિ નહિ આવે.” વર્ધમાનસૂરિએ પૂછ્યું: “તો શું કરીએ એ જણાવો સૌમ્ય !”
જિનેશ્વરગણિએ નિવેદન કર્યું : “ભગવંત ! જો આપની આજ્ઞા હોય તો હું પેલા વિશાળ ભવનમાં જાઉં, જે અહીંથી દેખાઈ રહ્યું છે.” - ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરી પંડિત જિનેશ્વરે ભવનપ્રતિ પ્રયાણ કર્યું. એ ભવન અણહિલપુર-પાટણનાં રાજા દુર્લભરાજના રાજપુરોહિતનું હતું. વાત વાતમાં પંડિત જિનેશ્વરગણિના પાંડિત્યથી રાજપુરોહિત ખૂબ પ્રભાવિત થયા. એમણે જિનેશ્વરગણિને પૂછ્યું : “આપ ક્યાંથી આવ્યા છો અને ક્યાં રોકાયા છો ?” જિનેશ્વરગણિએ જણાવ્યું : “અમે દિલ્હીથી આવ્યા છીએ અને નગરની બહાર એક ખુલ્લી છત્રી નીચે નિવાસ કર્યો છે. આ પ્રદેશમાં અમારા વિરોધીઓની સંખ્યા ઘણી છે, અહી અમારા અનુયાયી કે ઉપાસક કોઈ નથી. અમે અઢાર સાધુઓ છીએ.” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) €969696969696969696969 ૨૧ |