________________
શ્રેષ્ઠ ભૂમિકા નિભાવી. ત્યાં સુધી કે પૌત્ર ડૉ. વિનોદ સુરાણાનાં વ્યક્તિત્વ ઘડતરમાં આદર્શ દાદાની શ્રેષ્ઠ ભૂમિકા નિભાવી. ડો. વિનોદ સુરાણાનાં ધર્મપત્ની અ. સૌ. રશ્મિ, પુત્ર બેલડી ચિ. કીર્તિ અને ચિ. દેવકાર્તિકનું જીવન પણ ધાર્મિક સંસ્કારોથી ઓતપ્રોત છે. યાદગાર સંથારો :
પારસમલજીના જીવનનો અધિકાંશ સમય ગુરુ હસ્તીના પાવન આધ્યાત્મિક આભામંડળમાં વ્યતીત થયો. તેઓ એક રીતે સંસારી સાધુ હતા. ૮૪ વર્ષથી ઉંમરમાં પૂરા હોંશમાં પ્રબળ ભાવના તથા આચાર્ય હસ્તીના પટ્ટધર આચાર્ય હીરાચંદ્રજીની સ્વીકૃતિ પછી ચતુર્વિધસંઘની સાક્ષીએ વિધિપૂર્વક સંથારો ગ્રહણ કર્યો. પાંચ દિવસીય સંથારાની સાથે ૧૩ જુલાઈ, ૨૦૦૧ના રોજ એમનું સમાધિમરણ થયું. ચેન્નઈ નિવાસી કહે છે કે - “ઘણાં વર્ષોથી ચેન્નઈમાં આવો સજાગતા પૂર્વ સંથારો થયાનું સ્મરણમાં નથી.”
પારસમલજી દિવાળીના દિવસે કદી ઘરે રહેતા નહિ, યા તો ગુરુદેવની સેવામાં અથવા તો પૌષધના ઉપવાસમાં સ્થાનકમાં રહેતા. તેઓ દિવંગત થયા પછી વર્ષ ૨૦૦૧ની દિવાળીના શિખરમલજી પણ સદગત પિતાજીની પરંપરાનું નિર્વહણ કરતાં પરિવાર સહિત મુંબઈમાં બિરાજમાન આચાર્ય શ્રી હીરાચંદ્રજીના દર્શનાર્થે પહોંચ્યા. આચાર્યશ્રીએ એમને એમના પિતાજી પારસમલજીના ધર્મમય અંતિમ દિવસો અને સમાધિપૂર્વક સંથારાના મહાન સંકલ્પમાં ધર્મ-ધ્યાનસહયોગની વાતોથી અવગત કર્યા.
આવા પરમ ગુરુભક્ત શ્રાવક શ્રી પારસમલજી સુરાણાની પુનિત સ્મૃતિમાં એમના સુપુત્ર શ્રી પી. શિખરમલજી સુરાણાને “જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ'ના ચારેય ભાગનું સંક્ષિપ્તિકરણ અને અંગ્રેજી અનુવાદ કરાવવાનું તથા પ્રકાશન કરવાનું સંપૂર્ણ શ્રેય જાય છે. સંપર્કઃ ડો. વિનોદ સુરાણા, સુરાણા એન્ડ સુરાણા ઇન્ટરનેશનલ એટર્ની, ૬૧-૬૩ ડો. રાધાકૃષ્ણન રોડ મલાપુર, ચેન્નઈ - ૬૦૦૦૦૪ (ભારત) દૂરભાષ ઃ ૦૪૪ - ૨૮૧૨૦૦૦૦, ૨૮૧૨૦૦૦૨,૨૮૧૨૦૦૦૩
(સમાપ્ત) | ૨૬૮ 9999999999999 શ્રત ધર્મનો મલિક ઇતિહાસ (ભાગ-૪)