________________
૧. વીર નિર્વાણ સંવત ૨૯૧ની અવધિ સુધી અર્થાતુ ભગવાન મહાવીરના
પ્રથમ પટ્ટધર આર્ય સુધર્મા સ્વામીથી લઈને દસમા પટ્ટધર આચાર્ય સુહસ્તિના આચાર્યકાળ સુધી જૈનસંઘનું નામ નિર્ગથ અથવા
અણગારગચ્છના નામે લોર્કોમાં પ્રસિદ્ધ થયું. ૨. આર્ય સુહસ્તિ વીર નિર્વાણ સં. ૨૯૧માં સ્વર્ગસ્થ થવાથી એમના
પટ્ટધર આર્ય સુસ્થિત અને સુપ્રતિબુદ્ધ(ગણાચાર્ય)ના આચાર્યકાળમાં ભગવાન મહાવીરના ધર્મસંઘનું નામ કૌટિકગણના નામથી લોકવિશ્રુત થયું. આ બંને આચાર્યોએ એક કરોડ વખત સૂરિ મંત્રનો જાપ કર્યો હતો. કહેવાય છે કે એક કરોડ વખત સૂરિ મંત્રના જાપને કારણે એમનો ગણ કૌટિકગણ પ્રસિદ્ધ થયો.
આ બાબતે બીજી માન્યતા એ પણ છે કે - “આર્ય સુસ્થિત અને સુપ્રતિબદ્ધ ક્રમશઃ કૌટિક અને કાકન્દિક નગરીમાં ઉત્પન્ન થયા હતા અને સુસ્થિત પોતાના સહયોગી આચાર્ય સુપ્રતિબુદ્ધથી આયુષ્ય અને દીક્ષામાં મોટા હતા, અતઃ આર્ય સુસ્થિતના ગૃહસ્થજીવનના નિવાસસ્થાન કૌટિક નગરના નામ પર ભગવાન મહાવીરના ધર્મસંઘનું નામ કૌટિકસંઘ, કૌટિકગણ અથવા કોટિકગચ્છ લોકોમાં પ્રચલિત થયું. આ બીજું નામ કૌટિક, વીર નિર્વાણ સં. ર૯૧થી,
લઈને વીર નિર્વાણ સં. ૬૧૧ સુધી લોકમાનસમાં પ્રચલિત રહ્યું. ૩. વીર નિર્વાણ સં. ૬૧૧માં ચંદ્રસૂરિના નામ પર ભગવાન મહાવીરનો
ધર્મસંઘ ચંદ્રગચ્છના નામથી પ્રસિદ્ધ થયો. ૪. વીર નિર્વાણ સં. ૬૪૩માં આચાર્ય ચંદ્રસૂરિના પટ્ટધર સામંત
ભદ્રસૂરિના સમયમાં ભગવાન મહાવીરના ધર્મસંઘનું નામ વનવાસીગચ્છ પ્રસિદ્ધ થયું. આચાર્ય સામંતભદ્રનું અંતરમન પૂર્ણ વિરક્તિથી પ્રગાઢ રંગમાં રંગાયેલું હતું. તેઓ શૂન્ય દેવાયતનો, મઠો અને વનોમાં જ નિવાસ કરતા હતા, આ કારણે એમના ગચ્છનું નામ વનવાસી નામથી લોકપ્રિય થયું. આ રીતે વીર નિર્વાણ સં. ૬૪૩ થી વીર નિર્વાણ સં. ૧૪૬૪ સુધી ભગવાન મહાવીરના ધર્મસંઘનું નામ વનવાસીસંઘ અથવા
ગણ અથવા ગચ્છના નામથી લોકોમાં પ્રસિદ્ધ રહ્યું. ૫. જેવું કે ઉપર બતાવવામાં આવ્યું છે કે વીર નિર્વાણ સંવત ૧૪૬૪માં
ઉદ્યોતનસૂરિના પટ્ટશિષ્ય સર્વદેવસૂરિના સમયમાં ભગવાન મહાવીરના ધર્મસંઘનું નામ વટગચ્છ, વટગણ અથવા બૃહચ્છ નામથી લોકોમાં પ્રસિદ્ધ થયું.
આચાર્ય ઉદ્યોતનસૂરિની બાબતમાં એક માન્યતા એવી પણ પ્રચલિત છે કે તેઓ વનવાસીગચ્છના શિષ્યવિહીન પરંતુ પોતાના સમયના ઉચ્ચ | ૨૨૪ 9696969696969696969696] જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)