________________
૧૮. અહિંસાવ્રતે પ્રમાદાચરણથી મારાથી બેઇન્દ્રિય પ્રમુખ જીવની
વિરાધના થઈ જાય તો તેની ઇન્દ્રિયો જેટલી નવી કરું. સત્યવ્રતે ક્રોધ, લોભ, ભય અને હાસ્યાદિકે વશ થઈ જૂઠું બોલી જાઉ.
તો આયંબિલ કરું. ૧૯. અસ્તેયવ્રતે પહેલી ભિક્ષામાં આવેલા જે વૃતાદિક પદાર્થો ગુરુ
મહારાજને દેખાડ્યા વગરના ના હોય તે વાપરું નહિ અને ડાંડો તર્પણી વગેરે બીજાની રજા વગર લઉં કે વાપરું નહિ અને લઉં કે
વાપરું તો આયંબિલ કરું. ૨૦. બ્રહ્મવ્રતે એકલી સ્ત્રી સાથે વાર્તાલાપ ન કરું, અને સ્ત્રીઓને સ્વતંત્ર
ભણાવું નહિ. પરિગ્રહ વિરમણવ્રતે એક વર્ષ ચાલે એટલી ઉપધિ રાખું, પણ તેથી વધારે રાખું નહિ. પાત્રા, કાલચાં પ્રમુખ પંદર ઉપરાંત ન જ રાખું, રાત્રિભોજન વિરમણવ્રતે અશન, પાન, ખાદિમ
સ્વાદિમની લેશમાત્ર સંનિધિ રોગાદિક કારણે પણ કરું નહિ. ૨૧. મહાન રોગ થયો હોય તો પણ કવાથનો ઉકાળો ન પીઉં, તેમજ
રાત્રે પાણી પીવું નહિ. સાંજે છેલ્લી બે ઘડીમાં જળપાન ન કરું. ૨૨. સૂર્ય નિશ્ચય દેખાતે છતેજ ઉચિત અવસરે સદા જળપાન કરી લઉં
અને સૂર્યાસ્ત પહેલાં જ સર્વ આહારનાં પચ્ચકખાણ કરી લઉં ને
અણાહારી ઔષધની સંનિધિ પણ ઉપાશ્રયમાં રાખું રખાવું નહિ. ૨૩. તપાચાર યથાશક્તિ પાળું એટલે છઠ્ઠાદિક તપ કર્યું હોય તેમજ
યોગવહન કરતો હોઉં તે વિના અવગ્રહિત ભિક્ષા લઉં નહિ. ૨૪. સતત બે આયંબિલ કે ત્રણ નવી કર્યા વગર હું વિગય (દૂધ, દહીં,
ઘી, પ્રમુખ) વાપરું નહિ, અને વિગય વાપરું તે દિવસે ખાંડ
પ્રમુખ સાથે મેળવીને નહિ ખાવાનો નિયમ જાવજજીવ પાળું. ૨૫. ત્રણ નવી સતત થાય તે દરમિયાન તેમજ વિગય વાપરવાના
દિવસે નિવિયાતાં ગ્રહણ ન કરું, તેમજ બે દિવસ લાગત કોઈ
તેવા પુષ્ટ કારણ વગર વિગય વાપરું નહિ. ૨૬. દરેક આઠમ-ચૌદશને દિવસે શક્તિ હોય તો ઉપવાસ કરું, નહિ
તો તે બદલ બે આયંબિલ કે ત્રણ નવી કરી આપું. ૨૭. દરરોજ દ્રવ્ય, ક્ષેત્રકાળ, ભાવગત અભિગ્રહ ધારણ કરે, કેમકે તેમ
ન કરું તો પ્રાયશ્ચિત્ત આવે તેમ જિનકલ્પમાં કહ્યું છે. [ ૨૦૮ [963696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)