________________
૧. સાધુ જિનપ્રતિમાની પ્રતિષ્ઠા ન કરાવે. ૨. જિનપ્રતિમાની દીપ-પૂજા, ફળ-પૂજા, બીજ-પૂજા આદિ ન થાય. ૩. તંદુલ-પૂજા અથવા પત્ર-પૂજા થઈ શકે છે. ૪. શ્રાવક-શ્રાવિકા વર્ગ વસ્ત્રના પાલવથી પડાવશ્યક આદિ ધાર્મિક
ક્રિયાઓ કરે. પ. પર્વના દિવસે પૌષધ કરે. ૬. શ્રાવક વર્ગ પ્રાતઃકાળે અને સંધ્યાકાળે બે-બે ઘડીની સામાયિક કરે. ૭. ઉપધાન - માલારોપણ કરવામાં ન આવે. ૮. શક્રસ્તવથી ત્રણ વખત સ્તુતિ કરવામાં આવે. ૯. મુનિને વંદન કરતી વખતે એક ખમાસમણ આપી શકાય. ૧૦. મહિલાઓ ઊભાં રહીને જ મુનિઓને વંદન કરે. ૧૧. કલ્યાણકોને ઉજવવામાં ન આવે. ૧૨. “નમોત્થણ”ના પાઠમાં - દીવો તાણે, સરણગઇપઇટ્ટા ઇત્યાદિ - પાઠ બોલવામાં ન આવે. ૧૩. નમસ્કારમંત્રમાં પઢમં હવઈ મંગલની જગ્યાએ “પઢમં હોઈ
મંગલ” કહેવું જોઈએ. ૧૪. ચૌમાસી પાક્ષિક પૂર્ણિમાના જ કરવામાં આવે. ૧૫. સંવત્સરી અષાઢ માસની પૂનમથી ૫૦મા દિવસે જ કરવામાં
આવે અને અભિવર્ધિત માસવાળા વર્ષમાં વીસમા દિવસે સંવત્સરી કરવામાં આવે.
આ સમાચારીને અંચલગચ્છના આચાર્ય અને અનુયાયી એતદ્ વિષયક આગમિક નિર્દેશોનો નિચોડ અથવા સારરૂપ માને છે અને એમની એવી સુદઢ ધારણા છે કે આ કોઈ નવો પંથ કે નવો મત નથી, પણ શાશ્વત જૈન ધર્મ પરંપરાગત વિશુદ્ધ અને વાસ્તવિક સ્વરૂપ છે.
આ પ્રકારે આગમાનુરૂપ વિધિમાર્ગની સંસ્થાપના પછી વિશુદ્ધ શ્રમણાચારનું પાલન કરનાર રક્ષિતસૂરિ અનેક ક્ષેત્રોમાં ધર્મનો પ્રચાર કરતાં વિઉણપ નગરમાં પધાર્યા. ત્યાં એ સમયના સુવિખ્યાત ઋદ્ધિશાળી કપર્દિ કોટિપતિ રક્ષિતસૂરિનો ઉપદેશ સાંભળી પ્રબુદ્ધ થયા અને જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 969696969696969696969697 ૧૮૫]