________________
જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિને તત્કાળ અણહિલપુર-પાટણમાં રહેવાની સ્વીકૃતિ આપી.
આચાર્ય પ્રભાચંદ્રસૂરિએ વિ. સં. ૧૩૩૪માં અર્થાત્ જિનપાલોપાધ્યાય દ્વારા લિખિત ‘શુર્વાવલી’ના ૨૯ વર્ષ પછી પ્રભાવક ચારિત્રની રચના કરી. આચાર્ય પ્રભાચંદ્રએ પોતાની આ કૃતિની પ્રશસ્તિના એક પદ દ્વારા સ્પષ્ટ રીતે સ્વીકાર કર્યો છે કે - જે પૂર્વાચાર્યોના ઇતિવૃત પ્રસ્તુત ગ્રંથમાં લખેલ છે, એમાંથી અનેક આચાર્ય વિભિન્ન સંપ્રદાયોના હતા. આ સાંપ્રદાયિક ભેદના કારણ અન્ય દરેક સંપ્રદાયોના સંબંધમાં અનિવાર્ય રીતે અપેક્ષિત જાણકારી ન હોવાના કારણે મારા લેખનમાં થોડી ત્રુટિઓ અવશ્ય રહી હશે. તેથી સુજ્ઞ વિદ્વાન મારા પર અનુગ્રહ કરી એ મર્યાદાઓનું સમુચિત શોધન-માર્જન કરે.'
આવી સ્થિતિમાં કોઈ પણ વિદ્વાન એમ માનવા નહિ પ્રેરાય કે જિનેશ્વરસૂરિ દ્વારા અણહિલપુર-પાટણમાં પ્રચલિત કરવામાં આવેલ વસતિવાસના સંબંધમાં જે કાંઈ પ્રભાવક ચારિત્રમાં લખવામાં આવ્યું છે, એ જ અંતિમ સ્વરૂપે પ્રામાણિક છે. પ્રભાવક ચારિત્રકારે ચૈત્યવાસી આચાર્યોનો જિનેશ્વરસૂરિની સાથે શાસ્ત્રાર્થ ન થવાનું અને મહારાજા દુર્લભરાજ દ્વારા જ પોતાના વ્યક્તિગત પ્રભાવથી વસતિવાસી સાધુઓને અણહિલપુર-પાટણમાં નિવાસ કરવા-હેતુ ચૈત્યવાસીઓને વિનંતી કરવાનો જે ઉલ્લેખ કર્યો છે, એનો કોઈ આધાર જૈન સાહિત્યમાં ક્યાંય ઉપલબ્ધ થતો નથી. એનાથી વિપરીત પ્રભાવક ચારિત્રકારથી ૨૯ વર્ષ પૂર્વ ગુર્વાવલી(ખરતરગચ્છ)નું આલેખન કરનાર જિનપાલોપાધ્યાય સિવાય આચાર્ય જિનદત્તસૂરિએ ‘ગણધર સાર્ધ શતક'માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે - ‘દુર્લભરાજની સભામાં ચૈત્યવાસી આચાર્યોની સાથે જિનેશ્વરસૂરિએ શાસ્ત્રાર્થ કરી ગુજરાત પ્રદેશમાં વસતિવાસની સ્થાપના કરી.’
આ તથ્યોના આલોકમાં તટસ્થ દૃષ્ટિએ વિચાર કરવાથી એ જ પ્રતિફલિત થાય છે કે - જિનેશ્વરસૂરિએ ચૈત્યવાસીઓને દુર્લભરાજની રાજસભામાં શાસ્ત્રાર્થમાં પરાજિત કરી અણહિલપુર-પાટણમાં શતાબ્દીઓથી પ્રતિબંધિત વસતિવાસની પરંપરાને પ્રતિષ્ઠાપિત કરી. જિનેશ્વરસૂરિનો શાસ્ત્રાર્થમાં જે વિજય થયો, એ એક માન્યતાના બળ પર થયો કે તેઓ માત્ર ગણધરો અને ચતુર્દશ પૂર્વધરો દ્વારા ગ્રથિત આગમોને જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪) – ૭૭ ૧૬૧