________________
પૂજા કરી અને અનેક પ્રકારનાં મહાદાન કર્યા. ત્યાર બાદ કુમારપાળે એકાંતમાં આચાર્ય હેમચંદ્રસૂરિ સાથે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો. ત્યાં બેસીને કુમારપાળે વિનમ્ર સ્વરમાં હેમચંદ્રસૂરિને વિનંતી કરી : “હે આચાર્ય દેવ ! દરેક દર્શન પોતાના આરાધ્યદેવનું સ્વરૂપ પોત-પોતાની માન્યતા અનુસાર વર્ણવે છે. એટલે વાસ્તવમાં સર્વ દર્શનોએ મળીને પરમેશ્વરના સ્વરૂપને સંદિગ્ધ કરી દીધું છે. એટલે આ તીર્થસ્થાનમાં હું મારા આંતરિક ઉદ્ગાર આપની સમક્ષ પ્રગટ કરતાં આપને પ્રાર્થના કરું છું કે - “આપ એ સત્ય દેવાધિદેવ ભગવાનનું અને એ ધર્મનું સ્વરૂપ દર્શન કરાવો જે વાત્સવમાં મુક્તિ અપાવે.”
આચાર્યશ્રીએ વિચાર કરીને કહ્યું : “રાજન્ ! પુરાણો અને વિભિન્ન દર્શનોની કોઈ વાત ન કહીને હું સોમેશ્વરના જ તમને પ્રત્યક્ષ દર્શન કરાવું છું, જેથી એમના મુખેથી જ તમને મુકિતમાર્ગ સાંભળવા સમજવા મળશે.” - ત્યાર બાદ આચાર્યશ્રીએ પદ્માસન લગાવી ચિત્તને એકાગ્ર કરી ધ્યાનસ્થ થયા અને શિવનું આહ્વાન કર્યું. તત્કાળ કુમારપાળને શિવલિંગ ઉપર અપ્રતિમ અનુપમ મનોહારી સ્વરૂપવાળા એક તપસ્વી દષ્ટિગોચર થયા. કુમારપાળે એમને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને નિવેદન કર્યું: “હે જગદીશ્વર ! આપનાં દર્શનોથી. મારી બંને આંખો પવિત્ર થઈ ગઈ. હવે આપ મને આદેશ આપી મારા બંને કાનને પણ કૃતાર્થ કરી દો.” - તત્કાળ એ દિવ્ય તપસ્વીના મુખેથી દિવ્યધ્વનિ પ્રગટ થઈ - “રાજન્ ! આ મહર્ષિ (આચાર્ય હેમચંદ્રસૂરિ) બધા દેવતાઓનો અવતાર છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન - ત્રણેય કાળના ભાવને હથેળીમાં રાખીને મોતીની જેમ જોવા - જાણવાના બ્રહ્મજ્ઞાની છે. તેઓ જે બતાવે એ માર્ગ અસંદિગ્ધ અને સાચો મુક્તિનો માર્ગ છે.”
આમ કહીને શંકર અદૃશ્ય થઈ ગયા અને કુમારપાળને પોતાના ઈષ્ટદેવના મુખેથી આચાર્ય હેમચંદ્રસૂરિના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થયું. પોતાના રાજ-રાજેશ્વરત્વના અભિમાનને તિલાંજલિ આપી ૧૪૬ 990996969696969696ી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)