________________
ભૂલીશ નહિં કે-જેમણે પિતાના હસ્તકના ભંડારમાંની અથવા પોતાની પાસેની પ્રતિઓ આપી મારા આ કાર્યમાં મને સહાયતા કરી છે.
પ્રાચીન ભંડારો તપાસતાં આવી અનેક તીર્થમાળાઓ હજુ પણ ઉપલબ્ધ થયા કરે છે. અને તે આવી ભાષાનીજ નહિં, પરંતુ સંસ્કૃત અને પ્રાકૃત તીર્થમાળાઓ પણ મળી આવે છે, જેમ કે-પ્રાકૃતમાં મહેંદ્રપ્રભસૂરિકૃત અને સંસ્કૃતમાં જિનપતિસૂરિકૃત તીર્થમાળાઓ મળે છે. આ અને આવી બીજી જે જે તીર્થમાળાઓ ઉપલબ્ધ થાય તે બધી જે પ્રકાશિત થાય તે મારું માનવું છે કે-ઈતિહાસક્ષેત્રમાં તે દ્વારા પણ ઘણું સારું અજવાળું પડી શકે. આશા છે કેઅન્યાન્ય ઇતિહાસ પ્રેમિઓ આ દિશા તરફ અવશ્ય પિતાની પ્રવૃત્તિ લઈ જશે.
પ્રાન્ત–મારા ઐતિહાસિક રાસ સંગ્રહના ભાગની માફક પ્રાચીન તીર્થ માળાને આ ભાગ પણ ઇતિહાસ પ્રેમિયને ઉપયોગી નીવડે, એમ ઈચ્છી મારા આ વક્તવ્યને અહિંજ સમાપ્ત કરૂં છું.
શિવપુરી (વાલીયર). | અશાડ સુ. ૧૫, વી. સં. ૨૪૪૮
વિજયધર્મસૂરિ,